દેખાવમાં અતિ સુંદર, સ્વાદિષ્ટ એવા ‘ચોખાના રોટલાના મફિન્સ’ની રેસિપી, ક્યારે બનાવો છો ?

ચોખાના રોટલાના મફિન્સ 

સામગ્રી :

3 ચોખાના રોટલા,
1 કપ ઝીણા સમારેલા શાકભાજી (કાંદા, લાલ-લીલા-પીળા કેપ્સિકમ)
1/2 ચમચી ઑરેગાનો (oregano)
1/2 ચમચી ચીલી ફ્લેક્સ (chilly flakes)
1/2 ચમચી મરી પાઉડર
4 ચમચી કેચપ
4-5 ટીપા હોટ સોસ અથવા ચીલી સોસ
મીઠું સ્વાદ મુજબ
3 ચીઝ ક્યુબ
ફુદીનો

યોગ્ય રીત :

સૌથી પહેલા રોટલાને મિક્સરમાં ગ્રાઇન્ડ કરો.

વધારે ઝીણો નથી કરવાનો. હવે પેનમાં થોડુ તેલ લઈ ઝીણા સમારેલા શાકભાજી સાંતળો.

ત્યારબાદ ઑરેગાનો (oregano), ચીલી ફ્લેક્સ (chilly flakes), મરી પાઉડર, કેચપ, હોટ સોસ અથવા ચીલી સોસ, મીઠું સ્વાદ મુજબ ઉમેરો.

બરાબર મિક્સ કરી ગેસ બંધ કરો.

હવે મફિન્સના મોલ્ડમા 1 ચમચી મિશ્રણ મૂકી એના પર છીણેલુ ચીઝ મૂકો.

ફરીથી1 ચમચી મિશ્રણ મૂકો. બરાબર દબાવી દો.

ઉપર છીણેલુ ચીઝ મૂકો અને પહેલેથી પ્રીહીટ કરેલા ઓવનમાં 180° પર 10 મિનિટ માટે બેક કરો.

રસોઈની રાણી : લીના જય પટેલ (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી