‘લાલ મરચાની ગોળ વાળી ચટણી’ અને ‘લીલાં મરચાની ગોળ વાળી ચટણી’ આ બંને ચટણી તમારા માટે જ છે તો ટ્રાય કરો આજે જ !

૧ ) લાલ મરચાની ગોળ વાળી ચટણી

સામગ્રી

લાલ મરચા,
ગોળ,
મીઠું,
મરચું પાવડર,
પાપડી ગાઠિયા,

રીત

લાલ મરચાંને સમારી તેમા ગોળ મીઠું મરચું પાવડર પાપડી ગાંઠિયા અને થોડુ પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી લો.
તો તૈયાર છે લાલ મરચાં ની ગોળ વાળી ચટણી

નોધ: ફરાળી બનાવી હોય તો પાપડી ગાંઠીયા ના સ્થાને કાચા બી લઇ શકાય. આ ચટણી કોઇ મસાલમસાલે શાક મા પણ ચાલે

૨ )  લીલી ચટણી

.સામગ્રી :

૧૦ નંગ લીલા મરચા,
૧ વાટકી સીંગદાણા,
૧ ચમચી હળદર,
સ્વાદ અનુસાર મીઠું.
લીંબુનો રસ અને ગોળ.

બનાવવાની રીત :

મરચા ધોઈને સમારી લ્યો

ચટણી જારમાં સીંગદાણા, મરચા, હળદર, સ્વાદ અનુસાર મીઠું , ગોળ અને  લીંબુનો રસ નાંખી પીસી લ્યો .

હવે, સ્વાદિષ્ટ ચટણી તૈયાર છે…

રસોઈની રાણી – મનાલી ભોગાયતા ( જામનગર ) ( લાલ મરચાની ચટણી )

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી