ગુજરાતી નહિ પણ આજે બનાવો એક અલગ જ ટેસ્ટની મહારાષ્ટ્રીયન ‘કોથમ્બીર વડી’

કોથમ્બીર વડી

રોજ ઘરમાં ગુજરાતી વાનગીઓ ખાઈ ખાઈ ને કંટાળી ગયા છો…? તો આજે હું લાઇ ને આવી છું મહારાષ્ટ્રીયન કોથમ્બીર વડી. 

જે ખાવામાં પણ બોવ જ ટેસ્ટી છે અને હેલ્દી પણ છે.  કોથમ્બીર વડી ને અપડે ઢોકળાનું એક નવું રૂપ પણ કહી શકીએ. ઢોકળા તો બનાવતા જ હોઈએ છે તો ચાલો આજે ઢોકળામાં કંઈક નવું બનાવીએ..

સામગ્રી:

૧ વાડકો ચણા નો લોટ,
૧/૨ વાડકો ચોખા નો લોટ,
૧/૨ વાડકો દહીં,
૧ વાડકો કોથમરી,
૧/૨ વાડકો ડુંગળી,
૧ ચમચી લસણ ખંડેલા,
૧ ચમચી મરચા ખંડેલા
૧/૨ ચમચી હળદલ,
૧/૨ ચમચી રાય,
નમક સ્વાદ અનુસાર.

રીત:

સૌપ્રથમ કોથમ્બીર વડી બનાવવા માટે ની સામગ્રી ઓ લઇ લો.
હવે એક બાઉલમાં ચણા નો લોટ લઇ લો. હવે તેમાં દહીં ઉમેરો અને ત્યાર બાદ તેમાં ચોખા નો લોટ ઉમેરો
હવે તેમાં ખાઉંડેલું લસણ અને મરચા ઉમેરો
હવે તેને ફીણી અને પ્રોપર મિક્સ કરી લો જેથી લોટમાં કણી ના રહી જાય
હવે એક પેનમાં તેલ ગરમ કરી અને રાય ઉમેરો અને ત્યાર બાદ કટ કેરેલી ડુંગળી ઉમેરો અને તૈયાર કરેલું મિક્સચર ઉમેરો. અને હળદર અને નમક ઉમેરી મિક્સ કરી દો
હવે બધી વસ્તુને પ્રોપર મિક્સ કરી દો તેને સોટે કરીને એકઠો કરી લો
હવે તેમાં અપડે કોથમરી પાણી થઈ ધોઈ અને ઉમેરીસુઅને પ્રોપર મિક્સ કરી લેવું. જેથી કોથમરી અને મિક્સચર એક થઈ જાય
હવે ગેસ બન્દ કરી અને એક ડીશમાં તેલથી ગ્રીસ કરી લો અને આ મિક્સરણ ને ડીશમાં પ્રોપર પાથરી લો
હવે તેને કટર વડે કટ કરી નાના નાના પીસ કરી લો
હવે એક પેનમાં તેલ ગરમ કરી વડી ને તળી લો. બને બાજુ બ્રાઉન કલર આવે એટલું તળી લેવું અને એક પ્લેટ માં કાઢી લેવી
તો તૈયાર છે મહારાષ્ટ્રન રેસિપી કોથમ્બીર વડી તેને કોથમરી વડે ગાર્નીશ કરીઅને ગ્રીન કોથમરી અને મારચા ની ચટણી વડે સર્વ કરો

નોંધ: મિક્સચર તૈયાર કરતી વખતે દહીંની જગ્યાએ છાસ પણ લઈ શકીએ…

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી