શું તમને કારેલાનું શાક નથી ભાવતું ? આવી રીતે બનાવો “કાજુ કારેલાનું” શાક તમને ભાવતું થઈ જશે

કાજુ કારેલા

જો કોઈ તમને પૂછે કે તમને કયું શાક ન ભાવે ? તો વધારે પડતો જવાબ આવશે કે “કારેલા” ! જો તમને કારેલા ન ભાવતા હોય તો આ રેસીપી ટ્રાય કરવા જેવી. આ સબ્જીને જોઇને અને ચાખીને ખબર જ નહિ પડે કે તમે કારેલા ખાવ છો. ખાસ, બાળકોને કારેલા ખવડાવવાનું ડોકટરો કહેતા હોય તો આ તુક્કો બેસ્ટ છે. બનાવજો !

સામગ્રી:

૫૦૦ ગ્રામ કારેલા,
૪ નંગ કાચા કેળા,
૧ નંગ મીડીયમ બટેકુ,
તેલ તળવા,
૧ tbsp તેલ,
૧ tsp જીરું,
ચપટી હિંગ,
૧૦-૧૨ ફાડા કાજુ,
૧ તમાલપત્ર,
૧-૨ એલચી,
૧ સુકું લીલું મરચું,
૧ tsp લસણની પેસ્ટ,
૧/૨ tsp હળદર,
૧.૫ tsp લાલ મરચું,
૨ tsp ધાણાજીરું,
૧ tsp ગરમ મસાલો,
૧ કપ દેશી ગોળ,
કોથમીર,

રીત:

સૌ પ્રથમ કારેલા, કાચા કેળા અને બટેકાની છાલ ઉતારી, નાની ચિપ્સ કરી લેવી.

એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકવું,તેલ આવી જાઇ એટલે ત્રણેય એક પછી એક તળી લેવા,વધારે પડતા ક્રિસ્પી નથી તળવાના,ચડી જાઇ એટલા જ તળવાના.

હવે એક કડાઈમાં વધાર માટે તેલ લઇ, તેમાં જીરું, તમાલપત્ર, એલચી, સુકું અને લીલું મરચું, હિંગ, લસણની પેસ્ટ, કાજુ નાખી વધાર કરવો.

પછી તેમાં તળેલા કારેલા, કેળા, બટેકા ઉમેરી, હળદર, લાલ મરચું, મીઠું, ધાણાજીરું, ગરમ મસાલો નાખી હલાવું.

પછી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.

છેલ્લે કોથમીર ભભરાવી ગરમ ગરમ સર્વ કરવું.

તો તૈયાર છે કાજુ કારેલા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી