બનાવવામાં સરળ ને હેલ્ધી નાસ્તો એટલે ‘ઈડલી ઉપમા’, તો ચાલો એની ફૂલ વિડીયો સાથે રેસિપી જોઈએ

ઈડલી ઉપમા

રોજ સવારે ભાખરી, થેપલા, ઢોકળા, ગાંઠિયા ખાઈને કંટાળીયા??? તો ચાલો આજે ઉપમા બનાવીયે. તે પણ ઈડલીમાંથી.  હા બરાબર સાંભળ્યું ઈડલીમાંથી જ આ ઉપમામાં સબ્જીનો ઉપયોગ કરેલ છે તો બાળકોને કલરફુલ પણ લાગશે.આ એક લેફ્ટઓવર રેસિપી પણ કહી શકાય. તો ચાલો ફટાફટ બનતી ઇઝી રેસિપિ સવારે નાસ્તામાં કે સાંજના નાસ્તામાં પરિવારને પરોસીયે.

સામગ્રી:

9-10 ઈડલી,

3 ચમચી તેલ,

1 નાની ચમચી રાય,

1 નાની ચમચી જીરું,

મીઠા લીમડાના પાન,

સૂકું લાલ મરચું,

1/2 ચમચી અડદની દાળ,

1 ડુંગળી,

1 મોટું ટામેટું,

1 ચમચો ફ્રોઝેન વટાણા અથવા તાજા લીલા વટાણા,

1 નાનું કેપ્સીકમ,

2 ગાજર,

1 ચમચી હળદર અને મીઠું,

2 નાની ચમચી ખાંડ,

1/2 લીંબુ,

રીત:

સૌ પ્રથમ ઈડલીને બનાવી ઠન્ડી કરી લેવી અથવા લેફ્ટઓવર ઈડલી હોય તો તે લેવી.

ઈડલીને હાથમાં લઈ આખા પાખો ભૂક્કો કરી લેવો.

એક કઢાઇમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે રાય ને જીરું ઉમેરો,પછી લીમડાના પાન ,સૂકું લાલ મરચું, અડદની દાળ ઉમેરો.

બધું બરાબર મિક્સ કરો, પછી ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો, .

ત્યાર બાદ સમારેલું ટામેટું ઉમેરો,

પછી ફ્રોઝેન કરેલ કે લીલા વટાણા ઉમેરવા, પછી કેપ્સીકમ, છીણેલા ગાજર ઉમેરવા.

તમે તમારી પસંદના શાક ઉમેરી સકો છો. ત્યાર બાદ એક ચમચી હળદર, મીઠું, ખાંડ ઉમેરી હલાવો.

પછી શાક ચડી જાય એટલે ઈડલી નો આખો પાક્કો ભુક્કો ઉમેરવો.

છેલ્લે લીંબુનો રસ ઉમેરવો.

તો તૈયાર છે કલરફુલ ઈડલી ઉપમા.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી