નાસ્તામાં બનાવો આ ‘હેલ્થી ગ્રીન ઈડલી’, બનાવવામાં એકદમ સરળ ને નાના મોટા સૌને ભાવે એવો ટેસ્ટ છે.

હેલ્થી ગ્રીન ઈડલી 

સામગ્રી :

1/2 કપ તુવેર દાળ,
1/4 કપ મગની છડી દાળ,
1/2 કપ ચણા દાળ,
1 કપ જીણી સમારેલી મેથી,
2 કપ જીણી સમારેલી કોથમીર,
1/4 કપ બોઇલ્ડ લીલા વટાણા,
1/4 કપ છીણેલું નાળીયેર,
3 લીલા મરચા,
1 જીણી સમારેલી નાની ડુંગળી,
1 છીણેલું નાનુ ગાજર,
તેલ,
મીઠુ,
1 tsp ઈનો સોલ્ટ.

રીત:

સૌ પ્રથમ બધી દાળ ધોઈ 3 કલાક પલાળી લઇ, પછી નીતારી સ્મૂથ પેસ્ટ પીસી લેવી.

પછી તેમા મેથી, કોથમીર, વટાણા, નાળીયેર, લીલા મરચા, ડુંગળી, ગાજર અને મીઠુ ઉમેરી જરૂર મુજબ પાણી ઉમેરી રેગ્યુલર ઈડલીનુ ખીરું હોય તેવું તૈયાર કરવું.

પછી ઈનો સોલ્ટ ઉમેરી બરાબર મિક્ષ કરી લેવું.

હવે સ્ટીમરમાં પાણી ઉકળી જાય એટલે ઈડલીની ડિશના ખાનામાં ખીરું રેડી 10 – 12 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકવું.
ઈડલીને ચટણી જોડે સર્વ કરવી.

તો તૈયાર છે હેલ્થી ગ્રીન ઈડલી.

રસોઈની રાણી: દીપિકા ચૌહાણ (નડિયાદ)
સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી

ટીપ્પણી