રોજબરોજ બાળકોને નાસ્તામાં કાઇક નવું જોઈતું હોય બનાવો આ ટેસ્ટી ‘બટેટા પોહા’

બટેટા પોહા

રોજબરોજ બાળકોને નાસ્તામાં કાઇક નવું જોઈતું હોય છે. આપડે પણ આવો નાસ્તો શોધતા હોઈએ કે જે ટેસ્ટી પણ હોય અને સાથે સાથે હેલ્દી પણ બાળકોને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે બટેટા પોહા બનાવી દઈએ તો એ તેમના માટે ટેસ્ટી તેમજ હેલ્દી છે.

સામગ્રી:
૩ વડકા પોહા,
૧/૨ વાડકો ટામેટા,
૧/૨ વાડકો ડુંગળી,
૧ વાડકો બટેટા,
૧ નંગ લીંબુ
૫-૭ પાન લીંબળો,
૧ નંગ મરચું,
નામક, હળદલ, ધાણાજીરું,મરચું પાઉડર અને ખાંડ સ્વાદ પ્રમાણે.

ગાર્નિસીંગ માટે:
ડુંગળી,
સેવ,
દાડમ ના બી,
કોથમરી,
ખજૂર આંબલી ની ચટણી.

રીત:

સૌપ્રથમ પોહા વધારવા માટે જેજે વસ્તુઓ જોઈએ તે સમારી અને તેને બાઉલમાં કાઢી લો.
હવે એક બાઉલમાં પોહા કાઢી લો, તમારે જેટલા વ્યક્તિ ઓ માટે બનાવવા હોય એટલા પ્રમાણમાં પોહા લઇ શકો છો
હવે તે પોહાને એકદમ ધોઈ લો, તેમાં પાણી રેવા દેવાનું નથી એક ચારણીમાં પોહાને ધોઈ જ લેવાના છે.
હવે એક પેનમાં તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં મરચાના કટકા અને લીમડો ઉમેરો.
તે સેકાઈ જય એટલે તેમાં ડુંગળી ઉમેરો અને પછી ટમેટા ઉમેરી સાંતળી લો ત્યાર બાદ તેમાં બાફેલા બટેટાના કટકા કરી ને ઉમરો.
હવે તેમાં મસાલો કરી લઈસુ. તેના માટે તેમાં ચટણી, નામક , ધાણાજીરું , હળદલ, ખાંડ અને લીંબુ ઉમેરો અને મિક્સ કરી દો
હવે તેમાં પલાળેલા પોહા ઉમેરી દો અને પ્રોપર મિક્સ કરી દો
તો તૈયાર છે નાસ્તામાં લેવાતા બેસ્ટ બટેટા પોહા.
હવે ગાર્નિસીંગ માટે લઈસુ ડુંગળી,સેવ,કોથમરી, અને દાડમ ના બી.
બટેટા પોહા એમનેમ તો ટેસ્ટી લાગે જ છે પરંતુ તેમાં અપડે આ બધું ઉમેરવાથી જેથી એના ટેસ્ટમાં વધારે ઉમેરો થઈ જશે
હવે તેમાં અપડે ખજુર આંબલીની ચટણી ઉમેરીસુ જેથી પોહાનો ટેસ્ટ વધારે સરસ થઈ જશે તો તૈયાર છે બટેટા પોહા

નોંધ: બટેટા પોહામાં ખજૂર આંબલીની ચટણી ભાવે એટલા પ્રમાણમાં લઇ શકીએઅને જો લસણ ખાતા હોય તો તેની ચટણી પણ ઉમેરી શકીએ. બટેટા પોહામાં મરચું પાઉડર ઉમેરી તીખો ટેસ્ટ આપ્યો છે. યેલો પોહા કરવા હોય તો મરચું પાઉડર પણ અવોઇડ કરી શકો છો.

રસોઈની રાણી : મેધના સચદેવ (જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી