ઉત્તરાયણ સ્પેશીયલ ‘બાજરાની ખીચડી’ : સ્વાદમાં ટેસ્ટી ને હેલ્ધી છે, તો કાલે જ ટ્રાય કરો !

બાજરાની ખીચડી

મિત્રો ! જામનગરથી હિરલબેન આપ સૌ માટે લાવ્યા છે ઉત્તરાયણ સ્પેશીયલ વાનગી ! આ વાનગી એટલી પૌષ્ટિક અને હેલ્ધી છે કે આખો દિવસ પતંગ ચગાવ્યા બાદ થાકીને જયારે કડકડતી ભૂખ લાગી હશે ત્યારે આ ખાશો એટલે સોનામાં સુંગધ ભળશે !

સામગ્રી:

૧ બાઉલ બાજરી,
૧/૨ બાઉલ મગની ફોતરાવાળી દાળ,
૧/૨ બાઉલ ચોખા,
૧/૪ બાઉલ તુવેરની દાળ,
૧ કપ લીલા વટાણા,
૧ કપ તુવેરના દાણા,
૧ કપ ગાજર,
૧ કપ ટમેટા,
૧ કપ ડુંગળી,
૧/૨ કપ શીંગ દાણા,
૧/૨ ચમચી હળદર,
૧ ચમચી લાલ મરચું,
૧.૫ ચમચી ધાણાજીરું,
૧ લીલું મરચું,
લીમડાના પાન,
તમાલપત્ર,
૧ ટુકડો તજ,
૧-૨ લવિંગ,
૧ સુકું લાલ મરચું,
૧/૨ ચમચી રાઈ,
૧/૨ ચમચી જીરું,
ચપટી હિંગ,
મીઠું,
૧ ચમચો ઘી+તેલ.

રીત:

1 ) સૌ પ્રથમ એક વાસણમાં બાજરી,બને દાળ અને ચોખાને ધોઈ પલાળી લેવા.

2 ) ટામેટા, ડુંગળી,વટાણા, તુવેર તેમજ આપેલ અન્ય સામગ્રી એક પ્લેટમાં સમારીને તૈયાર રાખી દો.

૩ ) પછી કુકરમાં ઘી તેલ લેવું ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડે એટલે જીરું,હિંગ,લીમડાના પાન,તમાલપત્ર,સુકું લાલ મરચું,લવિંગ,તજ નો વધાર કરવો.

૪ ) પછી તેમાં ડુંગળી નાખી તેમાં હળદર અને મીઠું નાખી સેજ હલાવી,બધું શાક મિક્ષ કરવું. પછી બાજરી,દાળ અને ચોખા પલાળ્યા હતા તેમાંથી પાણી નીતારી તેને મિક્ષ કરવું.

૫ ) હવે તેમાં લાલ મરચું,ધાણાજીરું, શીંગ દાણા નાખી મિક્ષ કરી ૮ બાઉલ જેટલું આશરે પાણી નાખવું. બધાના કુકુર અલગ અલગ હોવાને લીધે ૫ સીટી કરીને ચેક કરી લેવું જો જરૂર લાગે તો પાણી ઉમેરી સીટી કરવી.

૬) હવે તૈયાર છે બાજરીની ગરમા ગરમ ખીચડી. પ્લેટમાં પીરસીને સર્વ કરો!

નોંધ: જો જૈન કે સ્વામીનારાયણ ખીચડી કરવી હોય તો ડુંગળી નહિ ઉમેરવાની.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી