આમળાનો મુખવાસ ઘરે બનાવતાં શીખો, એ પણ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી વિથ ફૂલ વિડીયો સાથે

આમળાનો મુખવાસ

આમળાની સીઝન ચાલુ હોય અને બજારમાં પુષ્કળ પ્રમાણમાં આમળા મળતાં હોય ત્યારે તેની વિવિધ બનાવટો બનાવી તેનો સંગ્રહ લાંબા સમય સુધી કરી શકાય છે અને જયારે જરૂર પડે ત્યારે ખાવાનાં ઉપયોગમાં લઈ શકાય છે.
આજ વખતે દિવાળી પર મુખવાસદાનીમાં આ મુખવાસ જરૂર રાખજો..

સામગ્રી:

૫૦૦ ગ્રામ આમળા,
૧ મીડીયમ બીટ,
૫૦૦ ગ્રામ ખાંડ,

રીત:

  1. સૌ પ્રથમ આંબળા અને બીટ છીણીલો,

એક મોટા વાસણમાં આમળાનું છીણ લેવું. પછી તેમાં બીટનું છીણ ઉમેરવું.

પછી તેમાં ખાંડ ઉમેરવી.

તમે આદુનો રસ અને સન્ચર પણ ઉમેરી શકો છો. બધું બરાબર હાથ વડે મિક્સ કરવું.

મિક્સ થાય પછી. પછી પાતળા કપડાં વડે ઢાંકી દેવું અને સૂર્યપ્રકાશ માં ૫-૭ દિવસ રાખવું ને દિવસમાં ૨ વખત હલાવી લેવું.


૫-૭ દિવસ પછી આમળાનું છીણ સુકાય જાય છે. મોટા ટુકડાને હાથ વડે તોડી ને નાના કરવા ને હાથ વડે મસળી લેવું.

તમે આ મુખવાસને એર ટાઈટ કન્ટેનરમાં આખું વર્ષ સાચવી શકો છો.

લો તૈયાર છે આંબળાનો મુખવાસ.

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

વિડીયો જુઓ

ટીપ્પણી