આ કારણોને લીધે નાનુ બાળક રાત્રે શરૂ કરે છે રડવાનું..

રાતમાં અચાનક બાળકો કેમ રડે છે?

image source

આમ તો બધાં બાળકો રડે છે, પરંતુ એક વર્ષ સુધીના બાળકો લગભગ રડતા હોય છે એ સામન્ય વાત છે. બાળકોને જ્યારે એમની મરજી મુજબ વસ્તુઓ ન મળે ત્યારે રડવા માંડે છે. સામાન્ય રીતે કહીએ તો બાળક કાંઈ કહેવાની સ્થિતીમાં ન હોય, એટલે એ રડીને પોતીની વાત તમેને સમજાવવાની કોશિશ કરે છે.

પરંતુ જરૂરી નથી કે તમારું બાળક તમેને કાંઈક કહેવા માંગે અથવા તમારી પાસેથી કાંઈક જોઈએ ત્યારેજ રડતું હોય. બાળકના રડવા પાછળ ઘણા કારણો હોઈ શકે. જેને સમજવું તમારા માટે ખુબ જરૂરી હોય છે.આ સાથે એ પણ જરૂરી છે કે બાળક અચાનક ઊઠીને શું કામ રડવા માંડે છે.

image source

તમારા ઘરે જો નાનું બાળક છે તો તમે એ વાતને જાણતા હશો કે, તમારું બાળક રાતમાં ઘણીવાર ઊઠીને રડવા માંડે છે. જેના પછી તમે તેને કાં તો રમવામાં વ્યસ્ત કરવાના પ્રયત્નો કરો છો અથવા તેને દુઘ પીવડાવો છો.

એમાં બાળક શાંત તો થઈ જાય છે પરંતુ ઘણીવાર આ બધી વસ્તુઓ પછી પણ રડ્યા કરે છે. શું તમે એનુ કારણ જાણો છો? આવો આપણે એ વાત સમજવાનો પ્રયત્નો કરીએ કે છેવટે બાળકો રાતમાં એકાએક ઊઠીને કેમ રડવા લાગે છે.

image source

જન્મ પછી બાળક જુદા પ્રકારના અનુભવો સાથે આ દુનિયાને સમજવા લાગે છે. જેનાથી ઘણીવાર બાળકોને અસ્વસ્થતા અનુભવાય છે. તમે જોયુ હશે કે જન્મના કેટલાક મહિનાઓ સુધી બાળકો માત્ર ઉંઘ માજ રહે છે. તેઓ માટે બધુ જ અલગ હોય છે. એમને આ દુનિયાની વસ્તુઓને સમજવામાં થોડો સમય લાગે છે.

• ભૂખ લાગવી

image source

શરૂઆતના મહિનાઓમાં બાળકોને વધુમાં વધુ દુધની ટેવ પડી જાય છે, કારણકે એમની ભૂખને શાંત કરમા માટે આ એક જ ઉપાય હોય છે. એટલે જ્યારે પણ બાળકને ભૂખ લાગે છે, તો એ રડવાનું ચાલુ કરી દે છે. એવુ બધા સાથે થાય છે કે જ્યારે બાળક રડે છે તો સૌથી પહેલા બાળક ને દુધ પીવડાવવામાં આવે છે. તે પછી તેને ઓડકાર અવડાવવો ખુબ જ જરૂરી હોય છે.

• શારીરિક તકલીફો

image source

બાળકોને સામાન્ય રીતે વાયુ થવાની સમસ્યા વધુ રહે છે. એમા બાળકના પેટમાં દુખાવો રહે છે. એમા રાહત અપાવવા માટે ઓડકાર ખવડાવવો જરૂરી છે, તમારી જાણ માટે કે બાળકોને જ્યારે સ્તનપાન અથવા બોટલ થી દુધ પીવડાવતા સમયે તોઓ સાથે હવા પણ ગળી જતા હોય છે. એટલા માટે એ જરૂરી થઈ જાય છે કે, દુધ પીવડાવ્યા પછી બાળકને ઓડકાર આવવો જરૂરી હોય છે. એની સાથે જ તમે એને દુધ પીવડાવ્યા પછી જ પેટની તરફ સૂવડાવીને બાળકની પીઠને માલિશ કરવાથી બાળકને રાહત મળે છે.

• દાંત આવે ત્યારે થતો દુખાવો

image source

ઘણીવાર બાળક અચાનક જ રાત્રે રડવા માંડે છે અને દુધ પણ પીતા નથી. એવામાં બાળકના માતા-પિતા ઘણા ચિંતામાં રહે છે કે બાળક રાતમાં આટલુ બધુ કેમ રડે છે. તમને જણાવીએ કે શરૂઆતના ૪ મહિનાઓ પછી બાળકના દાંત આવવા માંડે છે. જેના લીધે એમને દુખાવો રહે છે. આ દુખાવો દૂર કરવા માટે બાળકો પોતે જ કોઇપણ વસ્તુઓ મોઢામાં દબાવવા માંડે છે.

image source

જેના થી તેમને આરામ મળે છે. આના માટે તમે બાળકના પેઢા ઉપર ધીરે ધીરે માલીશ કરી શકો છો. આની સાથે તમે એમને કાંઈક એવી વસ્તુ આપી શકો છો જેને ફ્રીજમાં ઠંડુ કરીને બાળકોના પેઢાની બળતરાને ઓછી કરી શકો છો.
આ ઉપરાંત જો તમારુ બાળક રોજ રાતમાં રડે છે તો બની શકે કે એના શરીરના કોઈ ભાગમાં તકલીફ અથવા દુખાવો હોઈ શકે.

image source

આના માટે તમારે એક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. ધણીવાર બાળકોના કાનમાં દુખાવો થાય તો પણ તે રાતમાં અચાનક ઉઠીને રડવા માંડે છે. આ બધી વસ્તુઓથી બાળકને રાહત અપાવવા માટે તમે બાળકને દવા જરૂરથી અપાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ