આ કારણોસર હોટલમાં પાથરવામાં આવે છે સફેદ ચાદર…

હોટલો માં વપરાતી સફેદ ચાદર ની સાફ સુથરી વાતો. આલિશાન હોટલ નો રૂમ હોય કે ધર્મશાળા હોય જો ધ્યાનથી જોયું હશે તો ધ્યાનમાં આવશે કે દરેક જગ્યાએ તેના બેડ ઉપર સફેદ ચાદર પાથરેલી જોવા મળે છે.

સફેદ ચાદર સૌથી વધારે મેલી થતી હોય છે તેમ છતાં હોટલોમાં સફેદ ચાદર નો ઉપયોગ વધારે કરવામાં આવે છે. શા માટે જાણો છો ?

ચલો ,આજે સફેદ ચાદરની સાફ સુથરી વાતોથી આપણે પણ પરિચિત થઈએ.

image source

જ્યારે મિત્રો પાર્ટી કરવા માટે હોટલમાં જાય છે ત્યારે તેઓ ખૂબ આનંદમાં હોય છે.કરણ હોટલમાં તેમને કોઈ રોકવા કે ટોકવા વાળુ હોતું નથી તેમણે તેમની ચાદર જાતે સાફ કરવી પડતી નથી.

અને ચાદર મેલી થઈ જશે એવી બૂમ પણ કોઈ પાડતું નથી. એટલે જ ખાસ કરીને સિંગલ મિત્રોને હોટલના રૂમમાં જઈને પાર્ટી કરવાની મજા આવે છે.

image source

હોટલના પલંગ ને ગમે તેટલો ખરાબ કરો, ચાદર ગમે તેટલી મેલી કરો, પલંગ પર બૂટ પહેરીને બેસી જાવ કે કે પલંગ પર બેસીને ચા નાસ્તો કરો, આ તમામ વાતો હોટલના રૂમમાં પોતાની મરજી મુજબ કરી શકાય છે અને એ પણ સફેદ ચાદરમાં.

અને એવું નથી કે હોટેલવાળા પણ આ બધું નથી જાણતા હોતા. તેમને પણ ખબર જ હોય છે કે આવનારા મહેમાનો રૂમની સ્વચ્છતાનું ધ્યાન રાખ્યા વગર જ પોતાની રીતે રહેશે અને તેમ છતાં પણ તેઓ સફેદ ચાદર પાથરવાની વધારે પસંદ કરે છે.

image source

તેનું એક મહત્વનું કારણ એ છે કે સફેદ ચાદર રૂમની ચોખ્ખાઈ દર્શાવે છે. દરેક હોટલમાં ગ્રાહક સ્વચ્છતા નો આગ્રહ રાખે છે અને તે એવું પણ માને છે કે ગંદકી કરવી તેનો હક છે અને હોટલવાળા એ હોટલના રૂમની સાફ સફાઈ કરવી તે તેમની ફરજ છે.

છતાં પણ એ હકીકત છે કે હોટેલના રૂમમાં પલંગ પર પાથરેલી સફેદ ચાદર એક પ્રકારની ડિસન્સી ઊભી કરે છે અને તેનાથી અંજાઈ ને કોઈ પણ ગ્રાહક જલ્દી હોટેલનો રૂમ કરાવે છે.

image source

સફેદ ચાદરમાં ડાઘ બહુ જલ્દી પડી જાય છે.હોટલના રૂમમાં રહેનાર ગ્રાહક પણ ખાવા-પીવામાં સાવધાની દર્શાવે છે જેથી કરીને સફેદ ચાદર ઉપર કોઈપણ જાતનો ડાઘ પડે નહીં. રૂમની સ્વચ્છતા પરત્વે ગ્રાહકને જાગૃત કરવાની આ પણ એક પ્રકારની રીત છે.

સફેદ કપડા બ્લીચ કરવા બહુ જ સરળ રહે છે.બ્લીચ કરવાથી તેની ચમક જળવાઈ રહે છે માટે પણ હોટેલના રૂમમાં વિશેષ રીતે સફેદ ચાદર નો ઉપયોગ કરવામાં આવે છે.

image source

સફેદ રંગ શાંતિનું પ્રતિક છે.હોટલના રૂમમાં સફેદ ચાદર પણ કલાત્મક રીતે પાથરવામાં આવે છે જેથી આવનાર ગેસ્ટ તેમાં રિલેક્સ ફીલ કરી શકે અને મનને શાંત રાખી શકે.

૧૯૯૦ પહેલાં હોટલોમાં રંગીન ચાદરનો ઉપયોગ કરવામાં આવતો હતો.રંગીન ચાદરો ની સાફ સફાઈ કરવામાં પણ વિશેષ કાળજી લેવાની રહેતી નહોતી અને કોઈપણ પડેલા ડાઘ આસાનીથી છુપાઈ શકતા હતા.

પરંતુ પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર લક્ઝરી બેડ નો મતલબ જ એ છે કે ગ્રાહકની સ્વાસ્થયની સુરક્ષાનો પણ હાઇજેનિક રીતે ધ્યાન રાખવામાં આવે.

image source

માટે સફેદ ચાદર પાથરવા થી જરાક પણ અસ્વચ્છતા હોય તો હોટેલ ના કર્મચારીઓને પણ તરત ધ્યાનમાં આવે છે અને હોટલવાળા પણ સાફ સફાઈ પરત્વે જાગૃત રહે છે માટે હોટેલમાં સફેદ કરવાનો ટ્રેન્ડ અમલમાં આવ્યો.

સફેદ રણ સુખ અને શાંતિનું પ્રતિક છે. સફેદ રંગને જોવાથી પણ મનને શાંતિ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ