શું તમને બપોરનુ ભોજન કર્યા પછી આવે છે જોરદાર ઊંઘ, તો જાણી લો તેની પાછળ શું છે કારણ

બપોરના ભોજન બાદ ઊંઘ શા માટે આવે છે ? આપણે ઘણા લોકોને ફરિયાદ કરતા સાંભળ્યા છે કે બપોરના ભોજન બાદ થોડીવાર સુવા ના મળે તો આખો દિવસ બેચેની રહે છે. ઘણા લોકોને બપોરના ભોજન પછી થોડીવાર વામકુક્ષી કરવાની પણ ટેવ હોય છે.

ઘણા તો એવા લોકો પણ હોય છે કે જે ચાલુ ઓફિસે બપોરે જમવા આવે અને થોડી વાર આરામ કર્યા બાદ ઓફિસ પાછા જાય. ધ્યાનથી જોયું હોય તો નાના બાળકો દૂધ પીતા પીતા જ સુઇ જતા હોય છે.

image source

બપોરના ભોજન બાદ થોડી વાર ઊંઘ આવવી એ કોઈ બીમારીનો નથી પણ આ એક સામાન્ય પ્રક્રિયા છે. દર બીજી વ્યક્તિ બપોરના ભોજન બાદ ઊંઘ આવવાની સમસ્યા ધરાવે છે. શા માટે બપોરના ભોજન બાદ ઊંઘ આવે છે એ વિશે પણ થોડી જાણકારી મેળવીએ.

ઊંઘ અને ભોજનનો સંબંધ.

image source

ઊંઘ અને ભોજન વચ્ચે ખાસ સંબંધ રહેલો છે. પેટ ખાલી હોય તો ઊંઘ આવતી નથી. આપણે ત્યાં તો ખાસ એવી કહેવત છે કે ભૂખ્યા પેટે ભજન પણ ના થાય, ઉંઘ ક્યાંથી આવે?

આ વાત જ સાબિત કરે છે કે ભોજન અને ઊંઘ વચ્ચે વિશેષ સંબંધ છે. કેટલાક આહાર પણ એવા હોય છે કે જે ખાધા બાદ ખુબ ઊંઘ આવે છે.

વૈજ્ઞાનિક ભાષામાં આવા આહારને સ્લીપર્સ કહેવામાં આવે છે.સ્લીપર્સ આહારમાં દાળ ,પનીર ,ચીઝ, સિ ફૂડ તથા મીઠાઈઓ નો સમાવેશ થાય છે.

image source

આવા ખોરાકથી શરીરની નસોમાં ખેંચાણ ઉત્પન્ન થાય છે જે શરીરમાં સુસ્તી અને આળસ ઉત્પન્ન કરે છે. જેને કારણે ઉંઘ આવવા લાગે છે.

માથામાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થાય છે.

ભોજન બાદ શરીરનું પાચનતંત્ર સક્રિય થાય છે તેને વધારે લોહીની જરૂર પડે છે. સામાન્ય રીતે હૃદય માંથી આવતું ૨૮ ટકા લોહી લીવરને, 24% ફેફસાની, 15% સ્નાયુઓને, 19% શરીરના અન્ય અંગોને અને 14% મસ્તિષ્કને મળે છે.

image source

ભોજન બાદ કેટલાક સમય માટે મસ્તિષ્કમાં બ્લડ સર્ક્યુલેશન ઓછું થઈ જાય છે કારણ કે પાચનતંત્ર વધુ લોહી મેળવે છે. તેને કારણે પણ મગજ ની પ્રતિક્રિયા સુસ્ત થાય છે, થાક લાગે છે જે ઊંઘ આવવાનું મુખ્ય કારણ બને છે.

કામનું વધારે પડતું દબાણ

માનવ શરીરમાં આંતરડા અને મગજ બંને મુખ્ય મહત્વના અંગ છે. જે કોઈપણ કાર્ય કરવા માટે શરીરની વધારે પડતી ઉર્જાનો ઉપયોગ કરે છે. બપોરના ભોજન માં મળતી કેલરી ને એટલે કે ઉર્જાને મગજ વિશેષ પ્રમાણમાં પાચન ક્રિયામાં રોકે છે.

image source

ભોજનમાંથી ઉપલબ્ધ થતી ઊર્જા માંથી રેડ sales તથા અન્ય પોષક તત્વો મેળવવા ની સૂચના મગજ દ્વારા જ પ્રાપ્ત થાય છે. તેને કારણે થાકેલું શરીર આરામ મેળવવા ઊંઘ નો સહારો લે છે.

માટે વધુ પડતો તણાવ પણ મગજ ઉપર દબાણ વધારે છે અને થાકેલું શરીર ઊંઘ નો સહારો લે છે.

ભારે ભોજન

image source

વૈજ્ઞાનિકોના મત અનુસાર વધુ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ અને શુગર યુક્ત ભોજન લેવાથી શરીર માં સુસ્તી વર્તાય છે અને ઊંઘ આવે છે. વધુ પડતું ભોજન લેવાથી પણ શરીરમાં ઈન્સ્યુલીનનો સ્તર વધે છે જેને કારણે સ્લીપિંગ હોર્મોનમાં પણ વધારો થાય છે અને ઉંઘ આવવા લાગે છે.

એડેનોસાઇન રસાયણ પણ જવાબદાર તત્વ

image source

મગજમાં ઉત્પન્ન થતું એ એડેનોસાઈન રસાયણ સ્લીપ ડ્રાઈવ પેદા કરે છે.જેના પરિણામે પણ ઊંઘવાની ઈચ્છા થાય છે.એડેનોસાઇન બપોરના તથા રાતના ભાગમાં વિશેષ સક્રિય હોય છે તેથી બપોરના ભોજન બાદ ઊંઘ આવવા લાગે છે.

આસપાસનું વાતાવરણ

બપોરના બે થી ત્રણ વાગ્યાની વચ્ચે તાપમાનમાં ઘટાડો થવા લાગે છે.વાતાવરણ થોડું શુષ્ક બને છે.આ સમયે શરીરમાં મેલાટોનિન તત્વ બહુ ઓછી માત્રામાં પણ ઉત્પન્ન થાય છે.

image source

મેલાટોનિન હોર્મોન ઊંઘ માટે જવાબદાર છે.મેલાટોનિન ની ઉત્પત્તિ સમયે આજુબાજુનો માહોલ આરામદાયક હોય તો પણ ભોજન બાદ ઊંઘ આવે છે.

બપોરના ભોજન પછી આવતી ઊંઘ ને થોડીક સાવધાની દ્વારા દૂર કરી શકાય છે.દરેકને બપોરના ભાગે આરામ મળવો શક્ય નથી.બપોરના ઊંઘવાથી વજન પણ વધે છે.

પાચનતંત્ર પર પણ અસર પડે છે.કફ અને શરદી ની સમસ્યા પણ વકરે છે માટે બપોરની ઊંઘ ટાળવી જરૂરી બને છે.

image source

બપોરની ઊંઘને નિયંત્રિત કરવાના ઉપાયો.

બપોરના ભોજનમાં લીધેલા સ્લીપર્સ ગણાતા ખાદ્ય પદાર્થોથી વિપરીત મગજને સક્રિય કરે તેવા પદાર્થ ભોજન બાદ લેવા જોઈએ.ભોજન પછી ચા, કોફી, કોલા ,ચોકલેટ ,ગ્રીન ટી જેવા પદાર્થનું સેવન કરવાથી ઊંઘ દૂર થાય છે. અને મગજ જાગૃત થાય છે.

બપોરના ભોજન બાદ આવતી ઊંઘ થી બચવાનો શ્રેષ્ઠ ઉપાય છે કે બપોરના અને ઓછી માત્રામાં ભોજન કરવું. ભોજન બાદ ઘરમાં પણ થોડી પ્રવૃત્તિ કરવી ,થોડું ચાલવું જોઈએ.તેનાથી બ્લડ સર્ક્યુલેશન વધે છે, થાક અને સુસ્તી દૂર થાય છે.

image source

બપોરની ઊંઘ થી છુટકારો મેળવવાનો એક ઉપાય રાતની પૂરતી ઊંઘ પણ છે. રાતના 6 થી 8 કલાકની ઉંઘ લેવી જોઈએ.

દિવસ દરમિયાન પૂરતી માત્રામાં પાણી પીવું જોઈએ, પૌષ્ટિક આહાર લેવો જોઈએ.

image source

બપોરના ઊંઘ આવે ત્યારે મનને અન્ય પ્રવૃત્તિઓ તરફ વાળવું.પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેલું મન જાગૃત રહે છે. તેને કારણે પણ ઊંઘ ઓછી આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ