છોકરાઓ ખાસ રાખે આ 3 બાબતોનુ ધ્યાન, ક્યારે ગર્લફ્રેન્ડ નહિં આપે પ્રેમમાં દગો

છોકરાઓ રિલેશનશિપમાં લગભગ એવી ભૂલો કરે છે જે એમના બ્રેકઅપનું કારણ બને છે.

image source

છોકરાઓની ઘણી હરકતો એવી હોય છે જે એમનો સંબધ ખતમ થયા પછી પણ એમને ખબર પણ નથી પડતી,પરંતુ આમાં એમની જ હરકત એમને એક-બીજાથી અલગ અલગ કરી દે છે. છોકરાઓની ઘણી એવી વાતો છે જે છોકરીઓને પસંદ નથી આવતી,અને પછી એ એમનાથી દૂર થઈ જાય છે. પરંતુ છોકરાઓને એવું જ લાગે છે કે એમના બ્રેકઅપ નું કારણ એ પોતે નહીં પણ એમની પાર્ટનર જ છે.

ગર્લફ્રેન્ડ છોડી દે એનું કોઈ પણ કારણ હોઇ શકે છે, જરૂરી નથી કે એમના બ્રેકઅપનું કારણ માત્ર તમે જ છો. આનું કારણ પરિવાર, સમાજ, અથવા તમારા ખાસ દોસ્ત પણ હોઇ શકે છે. પરંતુ મોટાભાગના કિસ્સામાં જોઇએ તો છોકરાઓની ઘણી બધી હરકતો એવી હોય છે જેના કારણે એમને આવા દિવસો દેખવા પડે છે. આજે અમે તમને થોડાક એવા કારણો જણાવીશું જેના કારણે કદાચ તમે પોતે પોતાની જાતને જોડાયેલી રાખી શકો.

image source

અસુરક્ષાની ભાવના

કોઈને પ્રેમ કરવો એ કઈ ખોટું નથી પરંતુ પ્રેમમાં પાગલ બનવુ એ યોગ્ય પણ નથી. ઘણા લોકો પોતાના પાર્ટનર પ્રત્યે અસુરક્ષાની ભાવના એટલે કે ઇનસિકયોર ફિલ કરે છે. એનો કોઈને કોઈ વાત માટે એના પર શક કરવો,એના મનપસંદ કપડાં પહેરવા પર પ્રતિબંધ લગાવવો, ક્યાય ફરવા જાઓ ત્યારે એને વધુ પડતું પ્રોટેક્ટ કરવી અને સોશિયલ મીડિયા પર વધી ઓનલાઇન રહે તો એના પ્રત્યે અસુરક્ષિત મેહસૂસ કરવું જેવી વાતો છોકરિયોએનઆર નથી ગમતી. જો તમને એની કોઈ વાત કે વર્તન પ્રત્યે ના ગમે તો એની સાથે નિખાલસતાથી વાત કરો, કોઈ પણ કારણ વગરના આરોપ-પ્રત્યારોપ કરવા એ યોગ્ય નથી. આ વસ્તુ સંબધને નબળો બનાવી દે છે.

image source

ઇગ્નોર કરવુ

સંબધની શરૂઆતમાં પાર્ટનરની વચ્ચે ઘણો લગાવ અને પ્રેમ દેખાય છે પરંતુ ધીરે ધીરે આ બધી વાતો ગાયબ થઈ જાય છે. પરંતુ દરેક છોકરી ઇચ્છે છે કે એની પાર્ટનર એને ટાઇમ આપે,એની કેર કરે, વગેરે વેગેરે. શરૂઆતમાં આ બધી વસ્તુ થાય છે પરંતુ પછી આનો અભાવ લાગે છે. છોકરાઓ પોતાની ગર્લ ફ્રેન્ડ વિષે કોઇની પાસે વાત કરવામાં પણ ખચવાય છે એનાથી દૂર-દૂર રહે છે. છોકરાઓને જ્યારે એમાંની ગર્લ ફ્રેન્ડ જોડે લગાવ ઓછો થઈ જાય છે ત્યારે એ બીજી છોકરિયોની પાછળ ભાગે છે. છોકરાઓની આ હરકત છોકરિયો સહન નથી કરી શકતી.

image source

વિશ્વાસની ઉણપ

કોઈ પણ સંબધ માટે સૌથી પહેલા જો કઈ જરૂરી હોય તો એ છે વિશ્વાસ. વિશ્વાસ વગર કોઈ પણ સંબધનો પાયો ડગી જાય છે, સંબધની મજબૂતી એ ભરોસાનું પ્રતિક છે. ઘણી વખત સંબધ જલ્દી બની જાય છે પરંતુ પાર્ટનર વચ્ચે વિશ્વાસ નથી દેખાતો, જેના કારણે સામાન્ય વાત માં લડાઈ ઝઘડા થાય છે જેના કારણે સંબધ તૂટી જાય છે. સમાન્ય રીતે જોઇયે તો છોકરાઓ કારણ વગર જ એમાંની ગર્લ ફ્રેન્ડ પર શક કરે છે, જેના કારણે એમની વચ્ચે ઝઘડા થવા લાગે છે.

image source

જેમ કે અમે તમને આગળ જણાવ્યુ કે બ્રેકઅપનું કારણ નથી છોકરા હોતા કે નથી છોકરીઓ. ઘણી વખત તો એ પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. અમે જણાવેલા અમુક કારણો જે બ્રેકઅપ થવાનું મુખ્ય કારણ હોઇ શકે છે પરંતુ જો તમારા સંબધમાં કડવાશ આવી જાય છે તો તમે પોતે જ અહમને બાજુ પર મૂકીને અને તમારા પાર્ટનરની બૂરાઈઓને પણ નજર અંદાજ કરીને ખૂલીને વાત કરો, ભૂલ હોય તો સ્વીકારો, બધુ જ સામાન્ય થઈ જશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ