શું તમારી જોબ ઓફિસમાં બેઠા બેઠા કામ કરવાની છે તો આ માહિતી ખાસ તમારા માટે જ છે..

જો તમારો આખો દિવસ ઓફિસની ખુરશી પર બેસીને કામ કરતાં કરતાં પસાર થતો હશે તો સમજી લો કે તમારા હૃદયને જોખમ છે.

બેઠાડું જીવનશૈલી તમારા શરીરનું કોલેસ્ટેરોલ વધારી શકે છે જે તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

જો તમારી ડેસ્ક જોબ છે, તો તમારે દર કલાકે પાંચ મિનિટની નાનકડી એક્સરસાઇઝ કરી લેવી જોઈએ.

જો તમે લાંબા કલાકો સુધી તમારી કેબીનની ખુરશીમાં જ બેસીને તમારું કામ કરતા હોવ તો તમારે તમારા શરીરના બ્લડ સર્ક્યુલેશનને વધારવા માટે કોઈને કોઈ ઉપાય શોધી જ લેવો જોઈ.

અમે તમને જણાવીશું કે કેવી રીતે.

તમારી રોજિંદી આદતોને સુધારો અને નવી સ્વસ્થ આદતો કેળવો. એક સંપૂર્ણ પાર્કિંગ સ્પોટ તમે બીજા કોઈ માટે ખાલી રાખો અને તમારી ગાડીને તમે તમારી ઓફિસથી થોડી દૂર પાર્ક કરો જેથી કરીને આખા દિવસના બેઠાડા પણાથી કંટાળી ગયેલા તમારા પગને થોડો વ્યાયમ મળી શકે.

લંચ સમયે કેફેટેરિયામાં બેસવા કરતાં બહાર એક વોક લઈ આવો, તમારા કલીગ સાથે વાતો કરો તેમની સાથે જમો. તમે ખુબ જ તાજગી અનુભવશો અને બાકીના અરધા દિવસ માટે તમે સ્ફૂર્તિલા બની જશો.
કોઈ કોન્ફરન્સ રૂમમાં મિટિંગ રાખવાની જગ્યાએ તમારા ગૃપને તમે ક્યાંક બહાર લઈ જાઓ. તાજી હવા અને કલીગ પ્રત્યેનો ભાઈચારો તમારી ક્રિએટિવિટિ અને પ્રોડક્ટિવિટીમાં વધારો કરશે.

અહીં અમે તમને બેઠાડુ જોબમાં હલનચલન કરવાની કેટલીક ટીપ્સ જણાવીશુઃ

– તમારા કોવર્કરને મેઇલ કરવા કરતાં તેની પાસે જઈને વાત કરો.
– ઓફિસ બ્રેક દરમિયાન બહાર એક નાનકડી વોક લઈ આવો.
– ફોન પર વાત કરતા હોવ ત્યારે ઉભા રહો.
– તમારા સ્માર્ટફોન પર કલાકે કલાકે ચાલવા માટેના એલાર્મ સેટ કરી દો.
– લિફ્ટની જગ્યાએ પગથીયાનો ઉપયોગ કરો.

આ ટીપ્સનું માત્ર ઓફિસ પુરતું જ અનુસરણ ન કરો. પણ ઘરે પણ તમે તેમ કરી શકો છો અને ઘરે તો તમે વધારે એક્ટિવ પણ રહી શકો છો જેમ કે ડીનર બાદ સોફામાં ધરબાઈ જવા કરતા એકાદ બે કામ કરી લો.
અને જ્યારે તમે ટીવી જોતા હોવ, ત્યારે જાહેરાતો દરમિયાન પણ ચાલી શકો છો, જે માટે તમારું હૃદય તમારો આભાર માનશે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ માહિતીસભર પોસ્ટ માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી