કેટરીના કેફના આ શોખ વિષે તમે જાણ્યું છે ક્યારેય??? વાંચો તેને કઈ જગ્યાઓ પસંદ છે શોપિંગ માટે…

સ્પેનના પ્રેમમાં પડી ગયેલી કેટરીના કૈફ

બ્રીટીશ ઇન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ કેટરીના કૈફ હાલમાં તો ભારતના મુંબઇ શહેરમાં રહે છે પણ તેણે વિદેશ ટ્રાવેલિંગ ખૂબ કર્યું છે. હોંગકોંગમાં જન્મેલી અને જાપાન અને ચાઇનામાં રહીને મોટી થયેલી કૈફ વિદેશોના સ્થળોથી વધારે માહીતગાર છે. લંડન અને અમેરીકામાં મોડલિંગ કરીયરની શરૂઆત કરનાર કૈફ હાલમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. ફરવાનો શોખ ધરાવનાર આ એક્ટ્રેસને ફુરસદની પળોમાં શાંત વાતાવરણમાં એકલા ફરવાનું જ પસંદ છે. તેને વધારે ભીડ પસંદ નથી. કેટરીના પાસેથી તેના મનગમતા સ્થળો અને ફ્રી સમયે તે કયા ફરવાનું પસંદ કરે છે, તે જાણીયે.

રજાઓમાં તું શું પસંદ કરે છે અને ક્યા સ્થળોએ તને ફરવાનું ગમે છે, તારી ગમતી જગ્યા કઇ છે.રજાઓનો આનંદ લેવો દરેકને ખૂબ ગમે છે પણ ફ્રી ટાઇમ મળે તે પણ બહું મોટી વાત છે. મારા માટે ફ્રી ટાઇમમાં હું શું પસંદ કરું છું એ કહેવું મુશ્કેલ છે. જ્યારે પણ થોડો સમય મળે તો મને એક નહીં ત્રણ શહેરોમાં ફરવાનું ખૂબ ગમે છે. હું છેલ્લા છ વર્ષથી સતત દુબઇ જાઉં છું અને મારી ઘણી ફિલ્મોનું શૂટિંગ ત્યાં થયું છે. એમિરેટ્સનો મોલ મને ખૂબ ગમે છે કેમ કે મને મોલમાં ફરવાનું પસંદ છે. ત્યાં રાહત મેળવવા કોફી શોપમાં સમય વીતાવવાનું ગમે છે. લંડન પણ મારું ગમતું સ્થળ છે કેમ કે મારો પરિવાર ત્યાં છે. જ્યારે મને કામમાંથી બ્રેક મળે કે તરત હું ત્યાં આરામ કરવા જતી રહું છું.

કોઇ એવો સમય જ્યારે શૂટીંગની સાથે સાથે ફેમીલી સાથે રહેવાનો આનંદ પણ માણી શકી હોય.મને હજી યાદ છે અમે જ્યારે નમસ્તે લંડનનું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે પેક-અપ થયા પછી હું અને મારી બહેનો શહેરમાં ફરવા નીકળી પડતા, જાતજાતની રેસ્ટોરાં અને કાફેમાં જતાં અને મસ્તી કરતાં. મને દક્ષિણ સ્પેનમાં આવેલું માર્બેલા પણ ગમે છે. હું એક વાર રજાઓ ગાળવા એ શહેરમાં ગઇ હતી અને તેના પ્રેમમાં પડી ગઇ. એટલું અદ્બુત એ સ્થળ છે. તે પછી હું જ્યારે જિંદગી ના મિલેગી દોબારાના શૂટિંગ માટે સ્પેન ગઇ ત્યારે પૃથ્વી પરના કેટલાક સુંદર સ્થળ ત્યાં જોયા. સ્પેન ખૂબ જ અદ્ભૂત છે. મને તમે જેટલીવાર ત્યાં મોકલશો હું જવા માટે તૈયાર છું.

તારા મતે પરફેક્ટ હોલિડે નો અર્થ શો થાય છે.હું પર્સનલ ટ્રિપ માત્ર રિલેક્સ થવા માટે કરું છું. હું વર્ષમાં એક વાર તો વેકેશન માણું છું અને તેનો હેતુ માત્ર રિલેક્સ થવાનો હોય છે. તેથી મને ખુશી અને તાજગી અનુભવાય છે. વળી, હું અલગ સંસ્કૃતિમાંથી આવતી હોવાથી મારા માટે નવા સ્થળ અને ત્યાંના લોકો સાથે સાયુજ્ય સાધવાનું સરળ છે. ઘણી વાર મેં જે સ્થળ વિશે વાંચ્યું કે જાણ્યું હોય ત્યાં જવાનું પણ પસંદ કરું છું જેથી મને કંઇ નવું જાણવા મળે.

તો રિલેક્સિંગ દરમિયાન કંઇ પ્રવૃત્તિ કરવાનું પસંદ કરે છે.મારા વિશે લોકો શું વિચારે છે તેની પરવા કર્યા વિના હું સાહસ કરું છું. મેં અંડરવોટર ડાઇવિંગ, બન્જી જમ્પિંગ અને પેરાશૂટિંગના અનુભવ શેર કર્યાં છે. સ્પેનમાં મેં અંડરવોટર ડાઇવિંગનો અનુભવ કર્યો. મેં સિંગાપુરની નાઇટ સફારી વિશે ઘણું સાંભળ્યું હતું. મને કહેવામાં આવ્યું હતું કે ત્યાં રાતના ઘોર અંધકારમાં ચાલવાનો પણ સમાવેશ થાય છે. આથી એક વાર મારી ટ્રિપ દરમિયાન મેં આના માટે સમય ફાળવ્યો.

ક્યારેય કોઇ એવી ઘટના બની કે જેનાથી ડરી ગઇ હોય.સિંગાપુરની નાઇટ સફારી દરમિયાન હું એક શિંગડાવાળા હરણોના ટોળાની સામે આવી ગઇ હતી. તે જોઇને થોડો સમય તો હું સ્તબ્ધ બની ગઇ હતી. બરફની જેમ હાથ-પગ બે ઘડી ઠંડા પડી ગયા હતા, ત્યારે મને અનોખા રોમાંચનો અનુભવ થયો હતો.

ટ્રાવેલ દરમિયાન કયારેય કોઇ ખરાબ અનુભવ થયો છે.

મારે સતત ટ્રાવેલિંગ રહેતું હોય છે અને દરેક ટ્રાવેલિંગમાં મને મારો સામાન ખોવાઇ જવાનો ડર સતત રહે છે. મારી સાથે આવું ઘણી વાર બન્યું છે અને છતાં મારી વધારે સામાન સાથે ટ્રાવેલ કરવાની આદતમાં કંઇ ફરક નથી પડ્યો. જોકે હવે સામાન કઇ રીતે અને કેટલો પેક કરવો તે શીખી ગઇ છું.

તને કઇ વસ્તુનું શોપિંગ કરવાનું વધારે પસંદ છે કે ભેગું કરે છે.

તમારો પ્રશ્ન એવો હોવો જોઇએ કે `તું શું નથી ખરીદતી?’ મોટા ભાગે હું ડ્રેસીસ ખરીદું છું. તે સાથે હું ખૂબ પર્ફ્યૂમ પણ ખરીદું છું. મને ફોટા પાડવાનો કંટાળો આવતો હોવાથી કેટલીક વાર પિક્ચર પોસ્ટકાર્ડ્સ પણ સાથે લાવું છું.

એવી કઇ વસ્તુઓ છે જે તું હંમેશા સાથે રાખે છે.કમ્ફર્ટેબલ રહે એવા કપડાં, ક્રેડિટ કાર્ડ્સ, સનગ્લાસીસ, અને હા, મારી સાથે હું એકસ્ટ્રા સૂટકેસ ચોક્કસ રાખું છું જેથી તેમાં શોપિંગ કરેલી વસ્તુઓ ભરી શકાય.

તારી ગમતા સ્થળોની યાદીમાં હવે શેનું નામ છે.

હું તમામ સમય સ્પેનમાં વીતાવવા ઇચ્છતી હોવા છતાં મને બાર્સિલોના જવાનું પણ ગમતું હોવાથી ત્યાં પણ જાઉં છું. હવાના પણ એવું સ્થળ છે જ્યાં મને વારંવાર જવાનું ગમે છે અને ક્યારેક ઇટલી જવાનું મન છે. દુનિયા ખૂબ સુંદર છે. તમે જો સાચે જ રીલેકસ કરવા ઇચ્છતા હો તો જે પણ સ્થળે ફરવા જશો તે તમારા માટે આપોઆપ સુંદર બની જશે.

લેખન : મેધા પંડ્યા ભટ્ટ

ટ્રાવેલ કરવાના શોખીન મિત્રો માટે ખાસ દરરોજ અવનવી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી