“અભિગમ બદલીએ..” – આ ઉતરાયણ પર કરો એક નવી શરૂઆત..

જિંદગી ને કઈ દ્રષ્ટિ થી જોવી એ આપણા હાથની વાત છે , એ દ્રષ્ટિકોણ તમને સુખ અને દુઃખ આપી શકે..નવી દ્રષ્ટિ નો અભિગમ વિક્સાવીએ..

રમેશ આજે બે કિલો સફરજન લઈ આવ્યા એમાંથી મેં એક લઈ ને કાપ્યું…અંદર થી બગડી ગયેલું નીકળ્યું… ઓહ !, આખું મોટું સફરજન ! …નકામુ…ઠીક બીજું શું ?? એમ વિચારી ને બીજું લીધું…એ પણ વધુ પાકી ગયેલું ખરાબ !!..અરેરે..ત્રીજું લીધું ..કાપ્યું એ પણ !! …ચોથા માટે ..હવે હિંમત જ ન થઈ …પણ રમેશ..ક્યાં ગયા ??એ તમને કહું છું …રમેશ….

… ઘરે ન્હોતા…એ આવે એટલે વાત છે !! એમની !! આમ લેવાય ? જરા જોવાય તો ખરા ને ?? પેલો ફ્રૂટ વાળો ય ગજબ નીકળ્યો …ખરાબ માલ ઢાબરી…દીધો..!!! લોકો કેવા બેઇમાન થઈ ગયા છે ??? આ ક્યાં ગયા ? આજ તો વૉકિંગ કરી ને આવે એટલી વાર છે !! …આ બધા બગડી ગયેલા ફળોનો કચરો ને બાકી રહેલા છે એ બધું પાછું થેલી માં ભરી ને …રમેશ ને મોકલું ફળવાળાને પાછા દેવા …આને ય ખબર પડે !! ને પેલા ને ય !! એવું હશે તો હું એમની જોડે જઈશ…પુરા પૈસા લઈ ને આવી છેતરપિંડી ???આ પણ એમને એમ ઉપાડી આવે… આવવા દે રમેશ ને ઘરે ..આજ તો વારો જ …????

” એ..ય ને ..જો હાઇલા આવે !! “..મેં ગેલેરી માંથી એમને મજાના હસતાં હસતાં એમના ફ્રેન્ડઝ જોડે ઘરે પાછા આવતા જોયા ..હમ્મ.. ઘરમાં આંટા મારતા મારતા ..” હા ..મેં નક્કી કર્યું …કે આજ તો વાત છે..!!.”
‘ “આમને ખબર પડવી જોઈએ …આવું ને આવું રહેશે તો ..તો..” ઘર જાય ..ને ઓસરી રયે.”…. ડોરબેલ વાગી ..હું તો બરાબર શબ્દો ના શસ્ત્રપ્રહાર માટે સુસજ્જ થઈ ને બારણું ખોલવા ગઈ..

ખુશખુશાલ સાહેબ ..કઈ ગીત ગણ ગણતા આવતા હતા …ને મારી નજર સામે નજર મળતા જ ….!!???

હોઠ બંધ..ગાવા નું બંધ ..ને મારી આંખો માં ડોકિયું કરી ને એમણે પોતાનું મગજ ખોતરવા માંડ્યું ..પોતાનો કઈ વાંક ન મળ્યો … એમણે ધીમેકથી પૂછ્યું ..”કાઈ મગાવ્યુંતું ..તે , બહાર થી ?? હું ભૂલી ગયો ?? તારે ફોન કરાય ને ?? શુ લેવું છે ? .””..

.. હું કેવી રીતે પહેલો વાર કરું એમ વિચારતી હતી …અને મનમાં ને મનમાં ધૂંધવાતી હતી..ત્યાં જ ઘરની અંદર પ્રવેશેલા રમેશ ની નજર અમારા ડાઇનિંગ ટેબલ પર પડી …કે જ્યાં ઘવાયેલા રાક્ષસ ની માફક સફરજન ના અવશેષો વિખરાયેલા પડ્યા હતા ..ને હું …??હું તો જાણે રણચંડી માતાજી !! …હોવ એમ એ તાકી રહ્યા… હમ્મ ..

હું બોલી ને …તોપ માંથી ગોળા છોડું …એ પહેલાં જ ..એ પોતાનો બચાવ કરવા …શબ્દો ના બખ્તર પોતાના ફરતે વિટાળવા લાગ્યા…!!! ” ઓહો …આટલા બધા ??…અરે બધાય સફરજન… આવા ખરાબ ..?? .માળો !!…!રેકડીવાળો !!…છેતરી ગયો.!!!..ને ..હું ય ..કેવો ?? અરે રે !! ..જોઈ ને બરાબર ચકાસી ને લેવા જોઈએ ને ?? ભારે કરી .!!.અને પછી..મારી સામે એવા નિર્દોષ નજરે જોવે ને… કે ..જેનાથી મેં એકઠા કરીને રાખેલા શબ્દો ના શસ્ત્રો ને વાપર્યા વગર જ બુઠા થવા માંડ્યા !!

હું સાવધ બની ગઈ …અરે ? એમ કઈ થોડી જવા દઉં ?? હું મોઢું ખોલી ને મારા તૈયાર કરેલા વ્યંગ બાણ છોડું ..ત્યાં તો …મને કહે .. “આમ ચલાવી જ ન લેવાય …આવું ને આવું હાલતું રહે તો ..તો..” ઘર જાય ને …શુ પેલું ….?? …શુ ર્યે ??” મેં ફટાક દઈ ને કહ્યું …” ઓસરી….” એ મારી સામે દયામણી નજરે જોઈ ને ધીમેક થી એવી રીતે બોલ્યા કે … “હવે તો …દક્ષા ..અત્યારના ઘરોમાં તો “ઓસરી “જ નથી રહી કા ??? ” …

ને , “ફૂં…. ” કરી ને …મારાથી હસાઈ ગયું !!! ને..મારા શબ્દો ની એકઠી કરેલી સેના માં નાસભાગ મચી ગઇ …ને …હું બોલવા માટે ના, ના , એમને ખખડાવવા માટે ,..લડ્યા પેલા જ હાર માની ગયેલા સેનાપતિ ની જેમ ..હવાતિયાં મારવા લાગી ..”હમ્મ ..હ્મ.. હા ના ના.. પ..પણ તમારે જોવું તું તો ખરા !!…આ બધું પાછું જ દઈ આવો .!!..જાવ .”

” હા , હા , સાચી વાત છે !…આ પોષાય જ નહીં આવી મોંઘવારી ?? ને 100 રૂપિયે કિલો સફરજન ? અને બગડેલા પધરાવી દયે …કેમ ચલાવી લેવાય ? હું હમણાં જ જાવ ને એ બધા સફરજન પાછા આપી આવું ..ને પૈસા જ પાછા લાવું ને ન આપે તો ..” એમને વચ્ચે જ અટકાવી ને મેં કહ્યું ..” ન શુ આપે ? એના તો …
.” આગળ ન બોલતા મેં ફટાક થી કીધું ..” હાલો હું ય આવું સાથે , …એક કરતાં બે ભલા.!!.” રમેશ કહે ” હા .,!! ..ચાલ જઈએ પણ , પાણી પી લઈએ “..એમ કહી પોતે પાણી ભરી ને મને આપ્યું ને ..પોતે પણ પીધું …પાણી પીધા પછી મારી શબ્દો ની બચીકુચી સેના મૃત:પાય થઈ ગઈ હતી .
હવે જે બોલ્યા રમેશ એ સાંભળો તમે …
” દક્ષા , તારી વ્યથા સાચી છે , ને મારે પણ જોઈ ચકાસી ને સફરજન લેવા જોઈતા ‘તા , પણ હવે કદાચ હું એકલો જઈને ય આ પાછા આપી આવું ..પણ, ના , એવું નથી કરવું ..એ ભાઈ નો માલ ખરાબ જ થઈ ગયો હશે ..અને મારા જેવા ઘણાએ એની પાસે થી આવા સફરજન લીધા હશે ને કઈ કેટલાય સાથે એને માથાકુટ પણ થઈ હશે ને કોઈ કોઈ ને બીજો માલ કા તો પૈસા પાછા આપ્યા પણ હશે …”

હું અસમંજસતા થી જોઈ રહી …એ બોલ્યા ..”.દક્ષા , હમણાં કયો તહેવાર આવે છે ? લે ?? બોલો ? એ સર.. અને હું કેમ એની વિદ્યાર્થી હોવ ?? મેં એમની સામે ઠપકાભરી નજરે જોયું ..એ સમજી ગયા .ને સાવચેત થઈ ગયા ..કે ક્યાંક મારી શબ્દસેના ફરી બેઠી થઈ ને એમના પર વળતો હુમલો કરવા સજીવન થઈ ન જાય !!

” હા , તો …હું એમ કહેતો હતો ‘ ..એમ બોલી પ્રેમ થી મારો હાથ પકડી ને બોલ્યા , “” આ મકરસંક્રાંતિ એ દાન ધર્મ નો ખુબ મોટો મહિમા છે …મંદિરો કે કહેવાતા સાધુ ઓ ને કે થેલી લઈને માંગનારા ઓને ….આ તહેવાર માં લોકો કેટલું દાન આપે છે …હું એમનો વિરોધ નથી કરતો ..પણ દક્ષા, આવા ફળવાળા શ્રમજીવી લોકો છે …આ સફરજન વેચવા વાળો …એના ઘરે તો નથી ઉગાડતો …એનો આ માલ કાં તો ખરાબ નીકળ્યો ને કાં તો કોઈ યોગ્ય સમયે વેચી ન શક્યો એટલે બગડી ગયો …તો તું વિચાર કે …એ શું કરે …?? માલ કાઢવાની કોશિષ કરે કે એ માલને ફેંકી દે ?? આપણે બે કિલો સફરજનના પૈસા ખોટા થયા ..એને કેટલા થયા હશે ?? એની ઘરવાળી એનો વારો નહીં કાઢ્યો હોય ?? એના છોકરાવ ને પતંગ ફીરકી કે ફુગ્ગા , ચિકી ,રેવડી ,નહિ લેવા હોય ?? આ શ્રમજીવી કેટલી મહેનત કરે છે ત્યારે માંડ બે ટંક નું ખાવા ભેગા થાય છે …હું નથી કહેતો કે …આવી ગાફ્લાઈ મારે કરવી …પણ આપણે ખરીદી કરવા કોઈ દુકાન માં જઈએ તો ઘણી જગ્યા એ લખ્યું હોય …કે “વેચેલો માલ પાછો રાખવામાં કે બદલી આપવામાં આવશે નહિ …”

અને તો ય આપણે જરૂરિયાત મુજબ ત્યાંથી લઈએ ને કોઈવાર નબળું સબળું …નીકળે તો ..નસીબ આપણા !! કહી ને બેસી રહીએ છીએ ..તો આ ફળવાળા ને લારીવાળા ને શુ કામ દંડવા દોડીએ છીએ ?? ને મોટા ડીપાર્ટમેન્ટલ સ્ટોર ,માં તો …આપણે ભાવતાલ ન કરવામાં મોટપ અનુભવીએ …કે અહીં કાય ભાવ ઓછો કરવાનું બોલાય ? આપણું સ્ટેટ્સ શુ ??અને દક્ષા , હમેશા બ્રાન્ડેડ વસ્તુ જ વાપરતા ઘણા લોકો ને મેં લારી ગલ્લા વાળા ને ત્યાં ભાવતાલ કરતા જોયા છે ,પણ આ નાના માણસો ને શા માટે કમાવા ન દેવું ?? કોઈ ઇન્ટરનેશનલ કમ્પનીની વસ્તુઓ ખરીદી ને આપણે આપણા જ રૂપિયા નું અવમૂલ્યન કરીએ છીએ અને આવા છૂટક વેપારીઓ ને ભાવતાલ કરી ને , કસી કસી ને ખરીદી કરીએ …અને અક્કલ ગીરવે મૂકી હોય તેમ ..જે સાવ બેઠા બેઠા ખાય છે એવા દમ્ભી અને આડંબરી બાબા ઓ ના પગ માં સોના ચાંદી ને રૂપિયા ના ઢગલા કરીએ છીએ !! હું એમ કહું છું કે….કે…’એ મારા સામે જોઈ ને બોલતા અટકી ગયા…

કારણ ??? હું મારા શબ્દો ને સંજીવની પાઇ ને મોરચો સંભાળવાની તૈયારી કરતી હતી …’ ok , મેડમ !! કહો તો આ બધું…લઈ ને….”

મેં એમના સામે જોયું..”.ઠીક ચાલો ..આજની બેઠક ની પૂર્ણાહુતિ… અથ શ્રી….”

લેખક : દક્ષા રમેશ

શુ કહો છો ફ્રેન્ડ્સ ?? આ મકરસંક્રાંતિ એ દાનધર્મ થશે તો કરશું પણ આપણા થી નાના કે ઓછી આવક મેળવતા , ખાસ કરી ને શ્રમજીવી ઓ …રેંકડી ગલ્લા વાળા કે પસ્તી ભંગારવાળા કે ફુગ્ગા રમકડાં વેચવા વાળા ની સાથે ભાવતાલ ની રકઝક ન કરતા પ્રેમપૂર્વક કમાવા દઈએ તો ??

ટીપ્પણી