જલ્સા કરોને જેંતીલાલ

RBI જલ્દી જારી કરશે ૨૦ રૂપિયાની નવી નોટ, જુઓ નવી ૨૦ની નોટની પહેલી ઝલક

RBI જલ્દી જારી કરશે ૨૦ રૂપિયાની નવી નોટ, જુઓ નવી ૨૦ની નોટની પહેલી ઝલક
બજારમાં આવવાની છે ૨૦ રૂપિયાની નવી નોટ, જાણો ફિચર્સ

ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) જલ્દી જ ૨૦ રૂપિયાની નવી નોટ જારી કરવા જઈ રહી છે. હાલમાં જ ૨૦ રૂપિયાની નવી નોટની પહેલી ઝલક જોવા મળી છે અને ટુંક સમયમાં જ આ નોટ બજારમાં આવી જશે. ૨૦ રૂપિયાની આ નવી નોટ પર એ લોરા ગુફાઓનું ચિત્ર છાપવામાં આવ્યું છે. આ નોટ પર આરબીઆઈનાં ગર્વનર શક્તિકાંત દાસની સહી છે અને ૨૦ રૂપિયાની નવી નોટને ભારતીય રિઝર્વ બેંકે લેમન યેલો રંગની બનાવી છે. મતલબ એ છે કે નોટબંધી બાદથી સતત ભારતીય રિઝર્વ બેંક તરફથી જુની નોટોને નવા આકાર અને રંગમાં જારી કરવામાં આવી રહી છે અને ભારતીય રિઝર્વ બેંકે આની પહેલા ૫૦, ૧૦૦ અને ૧૦ની જુની નોટોને પણ નવા આકારમાં જારી કરી હતી.

૨૦ની જુની નોટ નહિ થાય બંધ જો તમને લાગી રહ્યુ છે કે નવી ૨૦ રૂપિયાની નોટ આવવાથી જુની ૨૦ની નોટનો ઉપયોગ બંધ થઈ જશે, તો આવું બિલકુલ નથી. ભારતીય રિઝર્વ બેંક તરફથી જણાવવામાં આવ્યું છે કે આ નવી બેંકનોટનાં આવવાથી જુની ૨૦ની નોટ બંધ નહિ થાય. જુની ૨૦ રૂપિયાની નોટનો ઉપયોગ ચાલુ રહેશે.

નવી ૨૦ રૂપિયાની નોટથી જોડાયેલી જરૂરી વાતો:- ૧- નવી ૨૦ રૂપિયાની નોટ પર જિયોમેટ્રિક પેટર્ન સંરેખિત કરવામાં આવી છે. આ નોટની સાઈઝ ૬૩ mm x ૧૨૯ mm છે, એ ટલે કે આ નોટ ૬૩ મિલીમીટર પહોડી અને ૧૨૯ મિલીમીટર લાંબી છે.

૨- આ નોટની સામેના ભાગ પર અન્ય નોટની માફક મહાત્મા ગાંધીની તસ્વીર છે.

૩- ૨૦ રૂપિયાની નોટ પર દેવનાગરી ભાષમાં ૨૦ નંબર લખવામાં આવ્યા છે.

૪- આ નોટ પર તમને નાના અક્ષરમાં “RBI”, “Bharat”, “India” અને “૨૦” લખેલા દેખાશે.

૫- ૨૦ રૂપિયાની નવી નોટની પાછળની તરફ અશોક સ્તંભ પણ છે. આ સિવાય આ નોટ પર સ્વચ્છ ભારતનો લોગો અને સ્લોગન પણ લખેલ હશે.

૬- ૨૦ની નોટ પાછળ અલગ-અલગ ૧૫ ભાષાઓમાં ૨૦ રૂપિયા પણ લખેલા છે.

૭- આરબીઆઈ તરફથી જારી કરવામાં આવેલ નોટો પર કોઈને કોઈ છબી પાછળની તરફ છાપવામાં આવે છે. જે આપણા દેશની ધરોહરોથી જોડાયેલી હોય છે. ભારતીય રિઝર્વ બેંકે ૨૦ની નવી નોટ પાછળ એ લોરાની ગુફાઓનું ચિત્ર લગાવ્યું છે.

તમને જણાવી દઈએ કર આ ગુફાઓ મહારાષ્ટ્રનાં ઔરંગાબાદમાં સ્થિત છે અને આ ગુફાઓ યૂનેસ્કોની વિશ્વ ધરોહરોમાં શામેલ છે. આ ગુફાઓમાં હિંદુ, બૌદ્ધ અને જૈન મંદિર બનેલા છે. એ વું માનવામાં આવે છે કે આ ગુફાઓને ૧૦૦૦ ઈસવી પૂર્વમાં રાષ્ટ્રકૂટ વંશનાં શાષકો દ્વારા બનાવવામાં આવી હતી.

નોટબંધી બાદથી નવી નોટ કરવામાં આવી છે જારી

અર્થ છે કે વર્ષ ૨૦૧૬માં નોટબંધી થયા બાદ ભારતીય રિઝર્વ બેંક તરફથી ૨૦૦૦ અને ૫૦૦ રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી. આ નોટોને જારી કરવાનાં થોડા સમય બાદ ભારતીય રિઝર્વ બેંકે ૧૦૦, ૫૦ અને ૧૦ રૂપિયાની પણ નવી નોટ જારી કરી હતી. ભારતીય રિઝર્વ બેંક તરફથી જારી કરવામાં આવેલી આ બધી નોટોનો રંગ ખૂબ જ અલગ છે. અને હવે ભારતીય રિઝર્વ બેંક તરફથી ૨૦ રૂપિયાની નોટને પણ નવા રંગ અને સાઈઝમાં જારી કરવામાં આવી છે. આ નોટો સિવાય પહેલીવાર ભારતીય રિઝર્વ બેંકે ૨૦૦ રૂપિયાની નોટ પણ જારી કરી છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version