જાણો સ્વાસ્થ્ય માટે ગરમ કરેલુ કે ગરમ કર્યા વગરનું એમ કયુ દૂધ પીવુ જોઇએ

કેવું દૂધ પીવું જોઈએ?

image source

દૂધ પોતાનામાં જ પૂરું એક ભોજન છે. દૂધ પીવાથી શરીરને બધા પ્રકારના પોષકતત્વો મળે છે. ખાસ કરીને દૂધ હાડકાઓ માટે ખુબ ફાયદેમંદ હોય છે. મોટાભાગના લોકો દૂધ ઉકાળીને જ પીવાનું પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકો દુધને કાચું જ પીવે છે.

પણ શું આપ જાણો છો કાચું દૂધ શરીર માટે ફાયદેમંદ છે પણ કે નહી? જાણીશું એના વિષે.

દૂધ પોતાનામાં જ પૂરું એક ભોજન છે. દૂધ પીવાથી શરીરને બધા પ્રકારના પોષકતત્વો મળે છે. ખાસ કરીને દૂધ હાડકાઓ માટે ખુબ ફાયદેમંદ હોય છે. મોટાભાગના લોકો દૂધ ઉકાળીને જ પીવાનું પસંદ કરે છે, પરંતુ કેટલાક લોકો દુધને કાચું જ પીવે છે.

image source

પણ શું આપ જાણો છો કાચું દૂધ શરીર માટે ફાયદેમંદ છે પણ કે નહી? જાણીશું એના વિષે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ પાશ્ચયુંરિક દૂધની તુલનામાં કાચું દૂધ પીવાથી કેટલીક બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.કાચા દુધમાં કેટલાક પ્રકારના બેક્ટેરિયા હોય છે.

જયારે દૂધ કાચું પીવામાં આવે છે તો આ બેક્ટેરિયા શરીરમાં જઈને કેટલાક પ્રકારની બીમારીઓને જન્મ આપે છે. Salmonella, Escherichia, campylobacter, E.coil અને cryptosporidium જેવા બેક્ટેરિયા કાચા દુધમાં મળી આવે છે. જે સંધિવા, ગુઈલેન- બૈરે સિન્ડ્રોમ અને હેમોલીટીક યુરીમિક સિન્ડ્રોમ જેવી બીમારીઓનું કારક હોઈ શકે છે.

image source

મોટાભાગે ગાય-ભેસમાં ટીબીની બીમારી મળી આવે છે. દૂધ કાઢતા સમયે ટીબીના બેક્ટેરિયા દુધમાં આવી જાય છે. એટલા માટે જયારે પણ કાચા દૂધનું સેવન કરવામાં આવે છે ત્યારે આ ટીબીના બેક્ટેરિયા દૂધ દ્વારા વ્યક્તિના શરીરમાં ચાલ્યા જાય છે, જેનાથી વ્યક્તિને ટીબીની બીમારી થવાની સંભાવના ખુબ વધી જાય છે.

image source

શરીરમાં એસીડ અને બેસનું લેવલ નિયંત્રણમાં રેહવું ખુબ જરૂરી છે, પરંતુ કાચું દૂધ શરીરમાં એસિડનું લેવલ વધારી દે છે, જેનાથી શરીરને નુકસાન પહોચે છે અને એસીડીટી થવાનો ખતરો વધી જાય છે. દૂધ પર પાશ્ચયુરાઈઝેશન કરવાથી દુધના પોષકતત્વો નાશ થતા નથી. પાશ્ચયુરીકરણથી દુધના હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે. એટલા માટે કાચા દૂધ કરતા ઉકાળેલું દૂધ શરીર માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે.

image source

અમે આપને આગળ જણાવ્યું તેવી પરિસ્થિતિમાં કાચું દૂધ નુકસાનકારક હોઈ શકે છે. પરંતુ ગાયનું કાચું દૂધ ઘણી બધી એવી પણ પરીસ્થીતી હોય છે જેમાં ગાયનું દૂધ ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગાયનું દૂધ સૌથી વધારે પોષણક્ષમ આહાર છે. ગાયના દૂધમાંથી બનેલ દહીં, માખણ, ચીઝ અને ઘી ખુબ જ પોષક તત્વો ધરાવે છે.

ગાયનું ગરમ કરેલ દૂધ કે પાશ્ચયુરાઈઝ્ડ દૂધ કરતા કાચુ દૂધ વધારે ગુણકારી હોય છે. સૌપ્રથમ ગાયનું કાચું દૂધ પીવાથી બ્લડપ્રેશરથી છુટકારો અપાવે છે. ગાયના કાચુ દૂધ પીવાથી દુધમાં રહેલ પ્રોટીનના લીધે આપણા શરીરનું બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે ઉપરાંત શરીરમાં મિનરલ્સનું પ્રમાણ જળવાઈ રહે છે. જેમ દહીંમાં સારા બેક્ટેરિયા હોય છે તે રીતે જ ગાયના કાચા દુધમાં પણ સારા બેક્ટેરિયા રહેલા હોય છે.

image source

કાચું દૂધ કદાચ કોઈક પરિસ્થિતિમાં પીવું હાનિકારક હોઈ શકે છે પરંતુ આ જ કાચું દૂધ આપણી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. કાચું દૂધ સ્કીન આપણી સ્કીન પર શિયાળાની ઋતુમાં નિયમિત રીતે લગાવવાથી સ્કીન સોફ્ટ બને છે અને ત્વચા પણ ખીલી જાય છે.

કાચું દૂધ આમ તો ગુણકારી છે જ પરંતુ તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવામાં આવે તો આથી જો આપ નિયમિત રીતે કાચા દૂધનું સેવન કરવા ઈચ્છતા હોવ તો એકવાર ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ