રવિવારે આ ચમત્કારિક ઉપાય કરી જોશો તો કદી નહીં નડે આર્થિક સંકડામણ…

રવિવારના દિવસે આમાંથી કોઈ એક ઉપાય પણ કરશો તો ચમકી જશે કિસ્મત અને અટકેલાં કામ જરૂર પાર પડશે… રવિવારે આ ચમત્કારિક ઉપાય કરી જોશો તો કદી નહીં નડે આર્થિક સંકડામણ…


ક્યારેક એવું બનતું હોય છે કે આપણે ખૂબ મહેનત કરી હોય તેમ છતાં કામ અટકી જાય છે કે તેનું ખોતું અથવા અધૂરું પરિણામ મળે છે. કોઈવાર આપણને એવું પણ લાગે કે આપણને જય નથી મળતો કે પૂરતી સફળતા નથી મળતી. કોઈ કામ પૂરું થયું હોય છતાં તેનો થવો જોઈએ એવો સંતોષ કે ખુશી ન મળી હોય તેવું પણ બને. કોઈવાર એવી પણ સ્થિતિ આવી જતી હોય કે અંદાજિત ખર્ચ કરતાં વધુ વ્યય થઈ ગયો હોય અને આર્થિક ખેંચ થતી જણાવવા લાગે. અમે આપને કોઈક એવા સચોટ ઉપાયો વિશે જણાવીશું જો તે તમે રવિવારના દિવસે અજમાવી જોશો તો તમને જરૂરથી ચમત્કારી લાભ થતો જણાશે. આમાંથી કોઈ એક ઉપાય પણ અચૂક કરી જોજો… અટકેલાં કામ પાર પડશે અને થશે આકસ્મિક ધન લાભ…

પર્ણ પર લખો તમારી મહેચ્છાઓ…


જીવનમાં ધન, વૈભવ, યશ અને કિર્તી જેવી સફળતાથી સભર નામના મેળવવાની ઇચ્છા સૌ કોઈની હોય છે. પરંતુ દરેકને ધારી સફળતા નથી પણ મળતી હોતી. રવિવારના દિવસે તમારી જે કોઈપણ અધૂરી રહી જતી હોય કે માંડ પ્રયત્નો કરવા છતાં પણ પૂરી ન થઈ શકતી હોય તેવી ઇચ્છાને કોઈ મોટાં આકારના પર્ણ ઉપર લખીને વહેતાં જળાશયમાં તરાવી દેવું જોઈએ. તેના માટે પાન નાગરવેલનું, વડનું, પીપળાનું કે ખાખરાનું કોઈપણ હોય તો પણ ચાલશે. તેની પર તમારી મનોકામના લખી તેને પાણીમાં પધરાવી દેવું.

સૂર્યનારાયણની પૂજા


રવિવારનો દિવસ સૂર્ય દેવનો દિવસ કહેવાય છે. આ દિવસે સૂર્ય દેવની પૂજા કરવાથી ખૂબ જ સારું પરિણામ મળે છે. સવારે જાગીને સૂર્ય દેવને જળ અર્ગ્ય આપીને પૂજા કરવી. સૂર્ય નારાયણનું કવચ કે ગાયત્રી મંત્રની માળા કરી શકાય અને તે દિવસે ઉપવાસ કે એક્ટાણું કરવું જોઈએ. સૂર્ય દેવ પ્રચંડ તેજ અને શક્તિનું પ્રતીક છે. તેઓ સાત અશ્વને જોડેલા રથમાં સવાર થઈને આવતા હોય છે તે પ્રગતિ અને ગતિ દર્શાવે છે. તેમની આરાધના કરવાથી આપણાંમાં પણ એટલી જ તેજસ્વીતા અને શક્તિનો સંચાર થઈ જશે અને અટકેલાં કાર્યો સમયસર પરિપૂર્ણ કરવાની સમર્થતા આપણાંમાં આવી જશે.

પીપળે દીવો કરવો


રવિવારના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પીપળો એક એવું વૃક્ષ છે જે પુષ્કળ પ્રમાણમાં પ્રાણવાયુ આપે છે અને તે લાંબી આયુષ્યનું પણ પ્રતીક છે. પીપળાના ઝાડની પાસે ચાર ખૂણામાં ચાર વાટવાળો દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ. જો આ દીવો પોતાના હાથે ઘઉંના લોટમાંથી બનાવેલો હોય તો તે વધુ ઉત્તમ રહે છે. આમ, કરવાથી પણ તમારા ભાગ્યમાં આવતી અડચણો દૂર થશે અને સફળતા જરૂર મળશે.

જળાશયની માછલીઓને ખવરાવવું


જો તમને આર્થિક સંકડામણ થતી રહેતી હોય, અણધાર્યા ખર્ચ આવતા જણાતા હોય કે માનસિક શાંતિની ઉણપ લાગતી હોય તો આ ઉપાય જરૂર કરવો જોઈએ. જે તમને મનની શાંતિ અને પ્રફુલ્લિતતા જરૂર આપશે સાથે તમારું પૂણ્ય ભાગ્ય પણ ચમકાવશે. રવિવારને દિવસે નજીકના કોઈ નદી, નહેર કે જળાશય પાસે જઈને તેની અંદરની માછલીઓને ઘઉંના લોટની હાથે બનાવેલી ઝીણીઝીણી ગોળીઓ વાળીને ખવરાવો. જરૂર ફાયદો જણાશે.

દૂધ અને બાવળનો ઉપાય


રવિવારે રાતે, એક ગ્લાસમાં દૂધ ભરી લો. તેને તમારી સૂવાની પથારી પાસે નીચે રાખી લો. બીજે દિવસે સવારે વહેલા જાગીને નજીકના બાવળના ઝાડના મૂળમાં રેડી આવો. આમ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્કમ ઊર્જાઓ દૂર થશે અને તમને સ્ફૂર્તિ મળશે તમારા અધૂરાં કામ પૂર્ણ કરવાથી.


સફળતા, યશ અને વૈભવની પ્રાપ્તિ કરવા ઇશ્વરની કૃપા ઉપર જરૂર શ્રદ્ધા રાખવી જોઈએ. સાથે નિત્ય પ્રાર્થના કરવી અને પ્રયત્નો કરતા રહેવા જોઈએ. તમને જરૂર શુભ ફળ મળ્યા વિના નહીં રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ