જલ્સા કરોને જેંતીલાલ

સાસણ-ગીરમાં રાત્રે રસ્તા પર જતા સિંહનો વીડિયો રવિન્દ્ર જાડેજાએ કર્યો શેર, શું તમે જોરદાર વાયરલ થયેલો આ વિડીયો જોયો?

એક બાજુ ટીમ ઈન્ડિયા ચેન્નઈમાં ઈંગ્લેન્ડની સામે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ રમી રહ્યું છે ત્યાં જ બીજી બાજુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સાસણ- ગીરમાં સિંહોની વચ્ચે રજા માણી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા દ્વારા સાસણગીરનો એક વિડીયો શેર કરવામાં આવ્યો છે.

image soucre

-ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ગીરના જંગલોમાં પોતાની રજાની મજા માણી રહ્યા છે.

-સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સિંહોનો લટાર મારતો વિડીયો શેર કરવામાં આવ્યો છે.

-અંગુઠામાં ઈજા થવાના લીધે રવિન્દ્ર જાડેજાને ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યા નથી.

image soucre

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને અંગુઠામાં ઈજા થવાના લીધે ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યા નથી. એટલા માટે રવિન્દ્ર જાડેજા હાલમાં સાસણગીરમાં આવેલ ગીરના જંગલોમાં ફરી રહ્યા છે. રવિન્દ્ર જાડેજાએ સોમવારના રોજ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ગીરના જંગલનો એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં આપ ૩ સિંહોને રસ્તા પર લટાર મારતા જોઈ શકો છો. રવિન્દ્ર જાડેજાએ જાતે જ આ વિડીયો બનાવ્યો છે અને આ વિડીયોને પોતાના ફેંસની સાથે શેર કરતા લખે છે કે, ગીરના જંગલનો અનુભવ પોતાનો સૌથી સારા અનભવ તરીકે ગણાવ્યો છે. ત્યારે રવિન્દ્ર જાડેજા દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

Woah ! Best experience ever # sasangir # roadtrip pic.twitter.com/NclwjEv1N1
_Ravindrasinh jadeja (@imjadeja) February 8, 2021.

image soucre

આવું કોઈ પહેલીવાર નથી થયું કે, જયારે ક્રિકેટર રવિન્દ્ર સિંહ જાડેજા દ્વારા સિંહોની સાથે પોતાનો ફોટોસ કે પછી વિડીયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા હોય. ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દ્વારા વર્ષ ૨૦૧૬માં સાસણગીરમાં સિંહોની સાથે ફોટોસ પડાવ્યા હતા ત્યાર બાદ તેમની પર દંડ પણ લગાવવામાં આવ્યો હતો. ત્યાર પછી વર્ષ ૨૦૧૮માં સાઉથ આફ્રિકાના પ્રવાસ પર ગયા હતા ત્યારે રવિન્દ્ર જાડેજાએ ત્યાં સિંહો સાથે ફોટોસ પડાવતા જોવા મળ્યા હતા. આપને જણાવીએ કે, રવિન્દ્ર જાડેજાને પ્રાણીઓ પ્રત્યે ખુબ જ પ્રેમ ધરાવે છે. તેમની પોતાની પાસે ત્રણ ઘોડાઓ પણ છે.

image source

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર તરીકે જાણીતા રવિન્દ્ર જાડેજા અત્યારે તેમને હાથમાં અંગુઠાના ભાગે ઈજા થઈ હોવાના લીધે ઇંગ્લેન્ડની ટીમ વિરુદ્ધ મેચ ર્મીર્હ્યા નથી. એટલા માટે તેનો લાભ લેતા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાસણગીરમાં પોતાની રજાનો સમય પસાર કરી રહ્યા છે. આ સાથે જ તેમણે સિંહોનો એક વિડીયો પણ શેર કર્યો છે. જે અત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version