ત્રણ દીકરીઓ અને એક દીકરો છે સાઉથના સુપરસ્ટાર રાજ કિશનને, તેમ છતા નથી દેખાતી ઉંમરની કોઇ અસર, જોઇ લો તસવીરોમાં કેટલા સ્માર્ટ દેખાય છે

રવિ કિશન એક એવા સુપર સ્ટાર કે જેમણે બોલીવુડથી લઈને સાઉથની ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અલગ છાપ ઉભી કરી છે. જો કે, હાલમાં રવિ કિશન દેશની રાજનીતિમાં સક્રિય બન્યા છે. રવિ કિશન વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર જીલ્લાના સાંસદ સભ્ય તરીકે ફરજ નિભાવી રહ્યા છે. આજે અમે આપને રવિ કિશનના ફિલ્મ કરિયરની શરુઆતની સાથે જ અત્યારના જીવન વિષે કેટલીક અજાણી બાબતો વિષે જણાવીશું. ચાલો જાણીએ.

image source

અભિનેતા રવિ કિશન શુક્લાનો જન્મ ઉત્તર પ્રદેશના જૌનપુરમાં રહેતા એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. અભિનેતા રવિ કિશનએ બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યુ કરવા માટે ખુબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો. રવિ કિશનને સૌપ્રથમ બોલીવુડ ફિલ્મ ‘પીતાંબર’માં અભિનય કરવાની તક મળી હતી ત્યાર પછી તેમના એક્ટિંગ કરિયરની શરુઆત થઈ ગઈ હતી.

image source

અભિનેતા રવિ કિશનએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન બોલીવુડ ફિલ્મોની સાથે ઘણી બધી ભોજપુરી અને સાઉથ ઇન્ડીયન ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત રવિ કિશન અને અજીત સિંહ સ્ટારર ફિલ્મ ‘જલા દેબ દુનિયા તુહરા પ્યાર મેં’નું નિર્માણ એક અમેરિકન કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી આ ફિલ્મ ‘જલા દેબ દુનિયા તુહાર પ્યાર મેં’ ફિલ્મને કાંસ ફેસ્ટીવલમાં સામેલ કરવામાં આવી હતી. રવિ કિશન ભોજપુરી ફિલ્મોના એક ઉમદા કલાકાર છે પરંતુ ભોજપુરી ફિલ્મોને વધુ મહત્વતા નહી મળતા રવિ કિશનએ બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં કામ કરીને પોતાની ઓળખ ઉભી કરી છે.

image source

જો કે, રવિ કિશન હવે ફિલ્મોથી અંતર બનાવી લીધું છે અને અત્યારે રવિ કિશન રાજકીય ક્ષેત્રમાં સક્રિય થયા છે. રવિ કિશન અત્યારે ઉત્તર પ્રદેશ રાજ્યના ગોરખપુર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે પસંદગી પામ્યા છે.

image source

અભિનેતા રવિ કિશનના લગ્ન પ્રીતિ સાથે થયા છે. રવિ કિશનને સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. દીકરીઓના નામ રીવા, તનિષ્ક અને ઈશિતા છે જયારે દીકરાનું નામ સક્ષમ છે. રવિ કિશનના ચાર સંતાનો માંથી મોટી દીકરી રીવાએ પિતાના પગલે ચાલતા રીવા કિશનએ પણ વર્ષ ૨૦૨૦ની શરુઆતમાં ફિલ્મોમાં ડેબ્યુ કર્યું છે. રીવા કિશનની પહેલી ફિલ્મ ‘સબ કુશલ મંગલ’માં અભિનેતા અક્ષય ખન્ના અને અભિનેત્રી પ્રિયંકા શર્મા સાથે કામ કર્યું છે. રીવા કિશનની ઉમર હાલમાં ફક્ત ૨૩ વર્ષની છે.

image source

રવિ કિશનએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ફિલ્મ ‘સઈયા હમાર’માં કામ કર્યું ત્યાર પછી બોલીવુડમાં વર્ષ ૧૯૯૧માં ફિલ્મ ‘પીતાંબર’માં કામ કર્યું હતું પણ ફિલ્મ ‘પીતાંબર’ વધુ ચાલી હતી નહી. ત્યાર પછી રવિ કિશનએ અભિનેત્રી કાજોલની ફિલ્મ ‘ઉધાર કી જિંદગી’માં કામ કર્યું હતું.

image source

ત્યાર પછી શાહરૂખ ખાનની ફિલ્મ ‘આર્મી’માં કામ કર્યું જયારે વર્ષ ૨૦૦૩માં સલમાન ખાનની ફિલ્મ ‘તેરે નામ’માં પંડિત રામેશ્વરનું પાત્ર નિભાવ્યું હતું. ત્યાર પછી રવિ કિશનના એક્ટિંગ કરિયરની ગાડી દોડવા લાગી હતી.

image source

અભિનેતા રવિ કિશનએ પોતાના એક્ટિંગ કરિયર દરમિયાન ૩૫૦ કરતા વધારે ભોજપુરી ફિલ્મોમાં કામ કરવાની સાથે જ ઘણી બધી બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં અભિનય કરીને પોતાની અલગ ઓળખ મેળવી લીધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ