જલ્સા કરોને જેંતીલાલ

રવીના ટંડને છતું કર્યું બોલિવુડનું કડવું સત્ય, રૂપેરી પડદે બધી સારી લાગતી વસ્તુઓ પાછળની આ હકીકત જાણીને ફાટી જશે તમારી આંખો

બૉલીવુડ અભિનેત્રી રવીના ટંડને જ્યારે બોલિવુડનું કડવું સત્ય છતતુ કર્યું અને આ 6 બયાન આપ્યા, જેનાથી બધા હેરાન થઈ ગયા. આખરે એવું શું કહ્યું મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડને કે બોલીવુડની હકીકત સામે આવી ગઈ.

image source

1) રવીના ટંડને એક વેબસાઈટ સાથે થયેલી ખાસ વાતચીતમાં કહ્યું કે “ઇન્ડસ્ટ્રીમાં લોકો મને એરોગન્ટ કહેતા હતા, મારુ કોઈ ગોડ ફાધર નથી. હું કોઈ કેમ્પનો ભાગ નહોતી બની. કોઈપણ હીરો મને પ્રમોટ નહોતા કરતા. હું કોઈ હીરો સાથે નથી સૂતી. હું કોઈ હીરોના કહેવા પર નહોતી ચાલતી કે જ્યારે એ ઈચ્છે ત્યારે હું હસું, જ્યારે એ બેસવાનું કહે ત્યારે હું બેસું.

image soucre

2) રવીના ટંડને વેબસાઈટ સાથે થયેલી વાતચીતમાં સવાલોના જવાબ આપતા કહ્યું કે “ઘણી મહિલા પત્રકાર પોતાને ફેમિનિસ્ટ કહેતી હતી અને અલ્ટ્રા ફેમિનિસ્ટ કોલમ લખતી હતી પણ બીજી બાજુ અન્ય સ્ત્રીઓ સાથે ખોટું કરતી હતી. મારી ઇમાનદારીના કારણે ભલે મેં ફિલ્મો નથી ખોઈ પણ મારા વિશે ઘણું બધું બકવાસ લખવામાં આવ્યું. એમને જેટલું મને દબાવવાની કોશિશ કરી એટલી જ ઝડપથી મેં ફાઈટ બેક કર્યું.

image soucre

3) સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાબતે રવીના ટંડને બેબાક બયાન આપતા પોતાના ટ્વીટમાં કહ્યું કે ઇન્ડસ્ટ્રીમાં ગંદી રાજનીતિ ચાલે છે. રવીનાએ પોતાના ટ્વીટમાં બોલીવુડ એક્ટ્રેસના કરિયરની પણ વાત કરી. રવીનાએ પોતાના એક ટ્વીટમાં લખ્યું છે કે “મીન ગર્લ ઇન્ડસ્ટ્રીની ગેંગ છે. હીરો, એમની ગર્લફ્રેન્ડ ,ચમચા પત્રકાર અને એમનું કરિયર બરબાદ કરનાર ફેક મીડિયા સ્ટોરીઝે ફિલ્મોમાંથી એમને કઢાવ્યા હતા. ઇન્ડસ્ટ્રીમાં જળવાઈ રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે. લડવું પડે છે.

4) રવીના ટંડને પોતાના બીજા ટ્વીટમાં લખ્યું છે કે ” જ્યારે તમે સાચું બોલો છો તો તમને જુઠા અને પાગલ ઘોષિત કરી દેવામાં આવે છે. ચમચા પત્રકારો એના પર પેજ ભરીને લખે છે. તમારી બધી જ મહેનત બરબાદ કરી દે છે. એમને ઇન્ડસ્ટ્રીએ ઘણું બધું આપ્યું જેની હું આભારી છું. પણ ગંદી રાજનીતિએ મારુ મન ખાટું કરી દીધું”

5) રવીનાએ પોતાના અન્ય એક ટ્વીટમાં બોલિવુડનું કડવું સત્ય અને રાજનીતિ વિશે લખ્યું છે “મને ઇન્ડસ્ટ્રી માટે પ્રેમ છે પણ હા અહીંયા પ્રેશર પણ ખૂબ ક છે. અહીંયા સારાની સાથે ખરાબ લોકો પણ છે. દુનિયા એવી જ છે. હું સારી કાલ માટે પ્રાર્થના કરું છું” સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા બાબતે રવીના ટંડનના દરેક ટ્વીટે બધાને વિચારવા પર મજબુર કરી દીધા છે કે શું ખરેખર આ ચમકતી બોલીવુડ ઇન્ડસ્ટ્રી પાછળની હકીકત આ છે.

image soucre

6) તમને યાદ હશે કે કોરોમાં વાયરસને લઈને શરૂઆતમાં ખબર આવી હતી કે એની શરૂઆતમાં એ ખબર આવી હતી કે એની શરૂઆત ચામચીડિયા કે એ પ્રકારના જીવના કારણે થઈ હતી. જો કે એની કોઈ પુષ્ટિ નહોતી થઈ. ખબરો અનુસાર ચીનના મિટ માર્કેટમાં ચામચીડિયા, મગર, દેડકા, કૂતરા બિલાડી વગેરેનું માંસ મળે છે.

image source

ચીનની ખાણીપીણીની આદતો ઘણા લોકોને બિલકુલ પસંદ નથી. એવામાં રવીનાએ ચીનની ખૂબ જ બુરાઈ કરી હતી. એમને ટ્વીટમાં લખ્યું હતું કે “માણસોએ એમના ભાગના સબક નથી શીખ્યા, જો કે એની મોટી કિંમત એમને પણ ચૂકવવી પડે છે. એને ફરી એકવાર પોતાની બર્બર પ્રથાઓ પર વળ્યાં છે.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version