રવિના ટંડનના ઘરે પારણું બંધાવવાની તૈયારી, બહુ જલ્દી બની જશે નાની…

‘મસ્ત મસ્ત’ ગર્લ રવિના ટંડન થોડા સમયમાં જ બની જશે નાની મા… દીકરીના બેબીશોવર ફંકશના ફોટોઝ કર્યા સોશિયલ મીડિયામાં શેર… રવિના ટંડનના ઘરે પારણું બંધાવવાની તૈયારી, બહુ જલ્દી બની જશે નાની…


કહેવાય છે કે સમય જતાં વાર નથી થતી. નેવુંના દાયકાની આ અભિનેત્રી હજુ તો એટલી જ યુવાન અને સુંદર લાગે છે, તેમ છતાં તાજેતરમાં આવેલ એક સમાચાર મુજબ તે બનવા જઈ રહી છે નાની. અને તે પણ ફિલ્મી કે ટીવીના પડદે નહીં અસલ જીવનમાં તે બની જશે નાની. જી હા, અમે વાત કરી રહ્યાં છીએ રવિના ટંડનની. જેને આપણે તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત ગીતના ટ્યૂન સાથે જરૂર યાદ કરીએ છીએ. આ ખૂબસૂરત અભિનેત્રીએ ૯૦ના દાયકામાં ખૂબ બધી ફિલ્મો કરી છે અને તેના આજે પણ લાખો – કરોડોની સંખ્યામાં ચાહકો છે.


રવિના ટંડન હાલના સમયમાં ફિલ્મી પડદાથી ઘણા સમયથી દૂર રહ્યાં છે પરંતુ સોશિયલ મીડિયામાં તેમની અનેક પોસ્ટ ફેન્સ લોકો પસંદ કરતાં હોય છે. પછી તે ફિટનેસને લગતી હોય કે કોઈ સામાન્ય સામાજિક સંદેશ હોય અથવા તો પારિવારિક તસ્વીરો પણ તે શેર કરે છે. રવિના વધારે સમય તેના પરિવાર સાથે જ ગાળવાનું પસંદ કરે છે. તેણે વર્ષ ૨૦૦૪માં બિઝનેસમેન અનિલ થદાણી સાથે લગ્ન કર્યા છે. તેમને બે બાળકો દીકરીનું નામ રાશા અને દીકરો રણબીર નામ છે. આ સિવાય રવિનાના પરિવારમાં એક દીકરી પણ છે. જેને તેણે ૧૯૯૫માં બે દીકરીઓને દત્તક લીધી હતી. જેનું નામ પૂજા અને છાયા છે. એ સમયે તેમની ઉમર ૧૧ અને ૮ વર્ષની હતી.


રવિનાએ દત્તક પુત્રી છાયાના બેબીશોવર પાર્ટીના ફોટોઝ શેર કર્યા છે. જેમાં તેની પોતાની દીકરી રાશા અને નજીકના મિત્રો તેમજ પરિવારના લોકોને આમંત્રણ અપાયું હતું. આ ફંકશનમાં છાયા મરૂર કલરના લોંગ ગાઉનમાં માથા ઉપર ક્રાઉન લગાવેલ નજરે પડે છે, જ્યારે તેની બાજુમાં પ્રિન્ટેડ લાઈનિંગવાળા ટોપમાં રવિના પણ છે. બેબીશોવર પાર્ટીની થીમ પ્રમાણે તેણે ટોપ ઉપર નાની લખાયેલ ટૅગ પણ પહેર્યું છે. તસ્વીરમાં રવિના અને તેનું પરિવાર ખૂબ જ ખુશ દેખાઈ રહ્યાં છે.


વધુમાં પાર્ટીમાં હાજર રહેલ તેમની ન્યૂટ્રીશિયન એક્પર્ટ પૂજા મક્ખીઆએ પણ પોતાના તરફથી શુભેચ્છાઓ આપીને ફોટોઝ શેર કર્યા છે. તેમાં તેણે કેપ્શન પણ લખ્યું છે, કે તમે જે રીતે દત્તક લીધેલ દીકરીઓની જવાબદારી લીધી અને આ રીતે તેના બેબીશોવર પાર્ટીનું પણ આયોજન કર્યું એ ખૂબ સરાહનીય છે. ખૂબ શુભેચ્છાઓ… રવિનાએ પણ આ પોસ્ટનો પ્રત્યુત્તર આપતા આભાર વ્યક્ત કર્યો છે.


રવિના ટંડને તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર જેવા સોશિયલ મીડિયામાં આ પ્રસંગની તસ્વીરો મૂકી છે. ચિયર્સ ટૂ વૂડ બી નાની… કોમેન્સ સાથે ફેન પણ તેને અભિનંદન આપી રહ્યાં છે. તસ્વીરો જોતાં સહેજેય એવું નથી લાગતું કે રવિના ટંડનની ઉમર નાની બનવાની હોય, તે હજુય એટલી જ સુંદર અને યુવાન લાગે છે. હાલમાં તેને મોસ્ટ પોપ્યુલર ડાન્સ રિયાલીટી શો નચ બલિયે – ૯ના જજ પેલનમાં જોઈ શકશો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ