રવાના મેંદુ વડા બનાવવામાં ઝડપી અને સ્વાદિષ્ટ પણ, તો બનાવો ને આવનાર મહેમાન ને પીરસો..

આ મેંદુ વડા એકદમ ઝડપી છે. ના કોઇ દાળ પલાળવાની ના વાટવાની.. બસ બધી સામગ્રીઓ મિક્સ કરો અને તૈયાર છે મેંદુ વડા નું બેટર.. ઘણી વાર એવું બને કે ઓચિંતું ઘર માં ફરમાઈશ આવે મેંદુ વડા ની , કે અચાનક કોઈ મહેમાન જમવામાં આવી ચડે કે ફટાફટ કઈ ચા સાથે બનાવવું હોય આ મેંદુ વડા છે પેરફેકટ option..

રવા ના હોવાથી ઝડપી છે અને સ્વાદિષ્ટ પણ.. આ વડા માં દહીં અને ખાવાના સોડા ઉમેરવા ફરજીયાત છે , સારા ને પોચા વડા માટે. નહીં તો વડા ફુલશે પણ નહીં અને કડક કડક બનશે. તો ચાલો જોઈએ રીત ..

સામગ્રી ::

1 વાડકો રવો,

1/2 વાડકો દહીં ,

પાણી , લગભગ 2 ચમચા,

મીઠું,

1/4 વાડકો બારીક સમારેલી ડુંગળી ,

3/4 ચમચી ખમણેલું આદુ ,

થોડી બારીક સમારેલી કોથમીર,

થોડા લીમડા ના પાન , બારીક સમારેલા,

2 લીલા મરચા , બારીક સમારેલા,

1/2 ચમચી જીરું,

2 ચપટી હિંગ,

½ ચમચી ખાવાનો સોડા,

તળવા નું તેલ

રીત ::


સૌ પ્રથમ એક બાઉલ માં રવો અને દહીં મિક્સ કરો..આ મિશ્રણ ને 10 મિનિટ માટે સાઈડ પર રહેવા દો. આ મિશ્રણ લોટ જેવું થાવું જોઈએ. જો જરૂર લાગે તો પાણી ઉમેરવું ..ત્યારબાદ એમાં મીઠું, જીરું, હિંગ, ડુંગળી, આદુ, કોથમીર અને લીમડો ઉમેરો.. આપ ચાહો તો આખા મરી પણ ઉમેરી શકો છો. જરૂર લાગે તો એકાદ ચમચી પાણી ઉમેરવું..


બેટર કોરું ના રેહવું જોઈએ. વધારે પડતું જાડું અને કોરું બેટર ના રાખવું , નહીં તો વડા ફુલશે નહીં. ડુંગળી ના ઉમેરવી હોય તો પણ ચાલે. બાળકો ને પીરસવા હોય ત્યારે લીલા મરચાં ન નાખવા.


એક વાડકા ની પાછળ ના ભાગ માં થોડું પાણી લગાવી, આ બેટર માંથી થોડું બેટર મુકો. હાથ થી બેટર ને પાથરો અને આંગળી થી વચ્ચે કાણું બનાવો..


ગરમ ગરમ તેલ માં મધ્યમ આંચ પર તળો. કડક થાય ત્યાં સુધી બંને બાજુ તળો. બહુ ફૂલ આંચ કે બહુ ધીમી આંચ પર ના તળવા.. આપ જોઈ શકશો કે વડા બહાર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ બનશે..

ગરમાગરમ પીરસો.. સાથે સાંભાર કે ચટણી પીરસવા…

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.