જલ્સા કરોને જેંતીલાલ

ઇન્સ્ટન્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ રવા ઈડલી બનાવવાની પરફેક્ટ રેસિપી

આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ રવા ઈડલી. સાથે ફ્રેશ નાળિયેરની ચટણી પણ બનાવીશું. આ રવાની ઈડલી નોર્મલી બધા જ બનાવતા હોય છે. પરંતુ આપણે નવી રીત સાથે રવા નો વઘાર કરીને અને રવાને શેકી ને ઈડલી બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી બને છે. આ ઈડલી ને તમે ચટણી વગર પણ ખાઈ શકો છો. તો ચાલો બનાવીએ ઈન્સ્ટન્ટ રવા ની ઈડલી. અને કોકોનટ ચટણી.

સામગ્રી

રીત-

1- સૌથી પહેલા એક પેન મૂકી દઈશું. તેમાં એક મોટી ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા વઘાર કરીશું. તેમાં એક ચમચી રાય નાખીશું. અને અડધી નાની ચમચી જીરું નાખીશું.

2-હવે તેમાં મીઠા લીમડાના પાન નાખી શું અને ચપટી હિંગ નાંખીશું. અને અડધી ચમચી ચણાની દાળ નાખીશું.અને અડધી ચમચી અડદની દાળ નાખીશું. અને દાળ રોસ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લઈશું.

3- હવે તેમાં બે લીલા મરચા નાખીશું. તેને પણ થોડું સાંતળી લઈશું. ત્યારબાદ તેમાં ૧ મોટી ચમચી ઝીણા સમારેલા કાજુ નાખીશું. જ્યારે આપણે ઈડલી માં કાજુ ખાઇએ ત્યારે એકદમ ક્રિસ્પી ટેસ્ટ આવે છે. એક ચમચી કોપરાનું છીણ નાખીશું. અને બે મિનિટ માટે સરસ સાંતળી લઈશું.

4-હવે તેમાં અડધી નાની ચમચી હળદર નાખીશું. જેથી આપણી ઈડલી નો કલર સરસ આવી જાય. હવે એક કપ મોટો રવો લઈશું.અને આ રવા ને આપણે ચાર થી પાચ મિનિટ મિડિયમ ગેસ પર શેકી લઈશું.શેકેલા રવા માંથી ઈડલી બનાવો અને કાચા રવા માંથી ઈડલી બનાવો તેમાં ખુબ જ ડિફરંન્ટ ટેસ્ટ આવે છે.અને ખુબ જ સરસ લાગે છે.

5- હવે રવો સરસ શેકાય ગયો છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો.હવે તેને બરાબર ઠંડો કરી લઈશું અને એક બાઉલ માં કાઢી લઈશું.હવે રવો ઠંડો થઈ ગયો છે તો તેમાં મસાલા કરી લઈશું. હવે તેમાં અડધો કપ મોળું દહીં નાખીશું. તેમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું.

6- હવે જરૂર મુજબ પાણી નાખી અને સરસ બેટર બનાવી લઈશું.આટલા રવા માં લગભગ ૧/૪કપ પાણી જશે. તમારો રવો કેવો છે તેના પર ડિપેન્ડ છે. હવે સરસ મિક્સ કરી લઈશું. હવે તેને ઢાંકીને પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દઇશું.

7-હવે ૨૦ મિનિટ થઈ ગઈ છે તો તમે વીડિયોમાં જોઈ શકો છો કે રવો સરસ ફુલી ગયો છે. આ સ્ટેજ પર તમને લાગે કે પાણી ઉમેરવા જેવું છે તો થોડું ઉમેરી શકો છો.હવે આપણે એક નાની ચમચી ઈનો નાખીશું.

8-હવે તેને સતત હલાવતા રહેવાનું છે. હવે આપણે ઈડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી લઈશું. વચ્ચે આપણે એક એક કાજુ નો ટુકડો મુકીશું. હવે એક કાતો બે ચમચી બેટર નાખીશું ઈડલીના સ્ટેન્ડમાં. હવે પાણીને સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે પાણી ગરમ થઈ ગયું છે.તો હવે આપણે તેને 15 મિનિટ માટે તેમાં મૂકી દઈશું.

9- હવે આપણે ફટાફટ ચટણી બનાવી લઈએ. એક મિક્સર જાર લઈ લઈશું.ફ્રેશ કોપરું લઈશું.તેને છીણી લેવાનું છે. બે મોટી ચમચી દાળિયા એડ કરીશું. બે લીલા મરચાં એડ કરીશું. ત્યારબાદ 3 મોટી ચમચી દહીં નાખીશું. 1 મોટી ચમચી જીરું નાખીશું. અને સ્વાદ મુજબ મીઠું નાખીશું. અને ચટણી ને પીસતી વખતે જરૂર મુજબ પાણી નાખી અને આપણે એકદમ સરસ ક્રશ કરી લઈશું. આપણી ચટણી સરસ પીસાઈ ગઈ છે. જે તમે વીડિયોમાં જોઈ શકો છો. હવે તેને એક બાઉલમાં કાઢી લઈશું.

10- હવે આપણે ચટણી નો વઘાર કરી શું. એક પેન લઈશું અને તેમાં એક ચમચી તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી રાય નાખીશું. ચારથી પાંચ મીઠા લીમડાના પાન નાખીશું. અને પા ચમચી અડદની દાળ નાખીશું. દાળ ને થોડી રોસ્ટ થવા દઈશું. ત્યારબાદ ચપટી હિંગ નાખીશું. વઘાર આપણો થઈ ગયો છે તો હવે ચટણીમાં એડ કરી દઈશું. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે.

11- હવે આપણે ઈડલી ચેક કરી લઈશું. આપણે ચપ્પાથી ચેક કરી લઈશું. જો ચપ્પુ ક્લીન નીકળે તો આપણી ઈડલી તૈયાર થઈ ગઈ છે તેમ સમજવાનું.

12- તૈયાર છે સવારના ઇન્સ્ટન્ટ રવા ઈડલી. અને એકદમ ટેસ્ટી ચટણી. જે તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી છે ને. જે તમે વિડિયો માં જોઈ શકો છો. અને કલર પણ એકદમ સરસ આવ્યો છે. તો ચોક્કસથી આ રેસિપી ને ટ્રાય કરજો.

વિડિઓ રેસિપી :

રસોઈની રાણી : કલ્પના પરમાર

Youtube ચેનલ : Gujarati Food Kitchen

મિત્રો, અમારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Exit mobile version