રવા ઉત્તપમ – થોડા જ સમયમા બનતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી છે, આજે જ નોંધી લે જો ને બનાવજો જરૂર …

 

કયારેક એવું થાય કે રોજ રોજ શું બનાવવું..જે જલ્દી પણ બની જાય ને ટેસ્ટી પણ હોય તો ફિકર ના કરશો આજે હું એવી જ રેસિપી લઈને આવી છું..જે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે…સાથે સાથે ઘરમાં જ મળી જાય તેવી સામગ્રી થી જ બની જશે…

આજે આપડે બનાવીશું એક નવી રેસિપી રવા ઉતપમ જે ખૂબ જ જલ્દી તૈયાર થઈ જાય છે…જો તમારી પાસે અર્ધી કલાક નો સમય છે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરો..

રવા ઉત્તપમ

સામગ્રી:-

  • રવો ૫૦૦ ગ્રામ,
  • પાણી જરૂર મુજબ,
  • મીઠુ સ્વાદ મુજબ,
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ૧ કપ,
  • ગાજર જીણું સમારેલું ૧કપ,
  • ટમેટા જીણા સમારેલા ૧ કપ,
  • ડુંગળી જીની સમારેલી ૧નંગ,
  • કોથમીર ૪ચમચી,
  • તેલ જરૂર પ્રમાણે.

બનાવવા માટે

સૌ પ્રથમ આપણે રવા ને પાણી મા પલાડીશું…તમે છાસ માં પણ પલાળી શકો છો…લગભગ આપડે ૨૦મિનિટ જેટલું પલાળાસુ..

હવે બધા જ વેજિટેબલ ને ધોઈ ને એક દમ જીણા સમારી લેશું…જીથી તે ચડી જાય..હવે આપડે રવા ના બેટર માં મીઠું નાખી બરાબર મિક્સ કરી લેશું…રવા ને તમે જોશો કે તે એકદમ ફૂલી ગયો છે તો એનો મતલબ કે તે સારી રીતે પલળી ગયો છે…આપડું રવા નું બેટ્ટર તૈયાર છે…

હવે આપડે તેમાં બધા વેજિટેબલ નાખીશું..સૌ પ્રથમ આપણે કેપ્સીકમ ઝીણું સમારેલું, ટમેટા જીણા સમારેલા, ગાજર જીણા સમારેલા.,ડુંગળી ઝીણી સમારેલી, કોથમીર આ બધું જ નાખી બરાબર મિક્સ કરી લેશું…

હવે એક નોનસ્ટિક તવા ને ગરમ કરી લેશું તેમાં પાણી નો છટકાવ કરી કપડાં થી સાફ કરી તૈયાર કરેલ મિશ્રણ પાથરી નાના ઉત્પમ ઉતારી શું.. સાઈડ માં તેલ લગાવી બન્ને બાજુ ક્રિસ્પી થાય તેવા શેકી લેશું…

હવે આપડે ચેક કરીએ આપડા ઉત્તપમ તૈયાર છે

..તેને એક સર્વિગં પ્લેટ માં લઇ દહીં ની ચટણી ને ટોમેટો કેચઅપ સાથે સાથે સર્વ કરીશું…અહી હું દહીં ની ચટણી બનાવવા ની રીત આપૂ છુ..

સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લેશું તેમાં ૨ચમચી ટોપરા નું ખમણ,૨ચમચી દાળિયા નો ભુક્કો લેશું તેમાં થોડું મીઠું,ખાંડ નાખી મિકસ કરી લેશું હવે તેમાં કોથમીર ની લીલી ચટણી નાખી ખૂબ જ સરસ મિક્સ કરી લો તો તૈયાર છે દહીં ની ચટણી…

તો તૈયાર છે એક દમ સ્વાદિષ્ટ રવા ઉત્તપમ સાથે દહીં ની ચટણી….

નોંધ:-

રવા ને છાસ માં પણ પલાળી શકો છો..એક વાટકી રવા ની સામે ૨ગ્લાસ છાસ લેવી…

રવા ને પાણી મા અથવા છાસ માં પલળતી વખતે તેનું માપ ડબલ રાખવું ને રવો ફૂલી જાય એટલે સમજી જવું કે તે સારી રીતે પલળી ગયો છે…

ઉત્તપમ માં તમે તમને ગમતા બીજા vegetables લય શકો છો…

ત્રણેય કલર ના કેપ્સીકમ પણ નાખી શકો છો તેનાથી ઉત્તપમ ખૂબ જ કલરફૂલ લાગશે…

દહીં ની ચટણી માં ટોપરા ના ખમણ ના લીધે સરસ ટેસ્ટ આવે છે

દહીં ની ચટણી ન હોય તો તમે કોથમીર મરચા ની લીલી ચટણી સાથે સર્વ કરી શકો…

આવી જ બીજી રેસિપી સાથે મળીશ ત્યાં સુધી આવજો…

રસોઈની રાણી : મયુરી ઉનડક્ટ (જૂનાગઢ)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ

ટીપ્પણી