રવાના લાડવા – ફટાફટ બનતા આ લાડુ ઘરે મહેમાન આવે ત્યારે એમના સ્વાગતમાં જરૂર બનાવજો…….

* રવાના લાડવા *

કંઈક વિસરાઈ ગયેલું પાછું મળે તો જીવતર એળે ન જાય. એટલે જ આજે હું તમારા માટે લાવી છું ખૂબ જ હેલ્ધી રવાના લાડવા. આ લાડવા આજકાલ ક્યાંય જોવા નથી મળતા. આજની ફાસ્ટ લાઈફમાં રવાના લાડવા ખરેખર સમય બચાવે છે અને છતાંય એક્સટ્રા ઓર્ડિનરી લાગે છે. જો તમે પાર્ટીઝમાં આપણી આ પરંપરાગત વાનગી સર્વ કરશો તો ચોક્કસથી મહેમાનોને ગમશે.

સામગ્રી:

  • 500 ગ્રામ રવો,
  • 350 ગ્રામ ઘી,
  • 350 થી 400 ગ્રામ ખાંડ,
  • 200 ગ્રામ ખમણેલો માવો,
  • 100 ગ્રામ ટોપરાનું ખમણ,
  • 100 ગ્રામ કાજુ કિશમીશ.
  • સજાવવા માટે:
  • બદામ,
  • કેસરના તાંતણા.

રીત:
૧) સૌપ્રથમ એક કડાઈમાં મધ્યમ તાપ પર ઘી મૂકી રવો શેકી લો. ખાસ ધ્યાન રાખો કે રવો શેકાઈ જવો જોઈએ પણ કલર ન બદલે.૨) એક તપેલીમાં ખાંડ ડૂબે એટલું પાણી લઇ એક તારની ચાસણી કરો. ત્યારબાદ તેમાં માવો ઉમેરી 1 થી 2 મિનિટ ખૂબ હલાવો અને ગેસ ઑફ કરો.૩) ત્યારબાદ શેકેલા રવામાં આ મિશ્રણ ઉમેરો. પછી તેમાં કાજુ કિશમીશ અને ટોપરાનું છીણ ઉમેરો અને મિક્સ કરો. મિક્સચર થોડું ઠંડુ થાય એટલે એમાંથી લાડવા વાળી લો.

૪) લાડવાને કેસરના તાંતણા અને બદામથી સજાવો.થઇ ગયા ને ફટાફટ આપણા રવાના લાડવા?? મિત્રો, આ લાડવા મને મારા “ગ્રાન્ડ મા”એ શિખવાડેલા. એમણે આપેલો પ્રેમ મેં તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરી છે આજે. તમે પણ જરૂરથી ટ્રાય કરશો એવી મને આશા છે.

 

રસોઈની રાણી: ખુશાલી બરછા, (રાજકોટ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી