રાત્રે રસ્તા પર કૂતરાની વચોવચ નાચતી બસંતીનો વીડિયો પ્રકાશની ગતિએ વાયરલ, લોકોએ કોમેન્ટમાં લીધી મજા

શોલેનો પ્રખ્યાત ડાયલોગ જો યાદ કરીએ તો ધર્મેન્દ્ર હેમા માલિનીને કહે છે કે બસંતી આ કૂતરાઓની સામે નાચતી નહીં”. ધરમ જી, હેમા જી તરફ જોઈને આ ડાયલોગ એવા ઉમંગથી બોલ્યા કે ડાયલોગ અમર થઈ ગયો. આ ડાયલોગ પર ઘણી રમૂજી વીડિયો પણ બનાવવામાં આવી હતી. આવો જ એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યો છે. આઈપીએસ અધિકારી રૂપીન શર્માએ આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં એક યુવતી રસ્તા પર કેટલાક કૂતરાઓ સામે ખુશી ખુશીથી ડાન્સ કરી રહી છે.

આઈપીએસ રૂપીન શર્માએ આ વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું કે “કૂતરાની સામે બસંતીનો ડાન્સ ….. કૂતરોની સામે બસંતી ડાન્સ કરે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં, યુવતી રાત્રી દરમિયાન ઘરની સામે કૂતરાઓ વચ્ચે ડાન્સ કરી રહી હતી.

કૂતરા પણ છોકરીને ડાન્સ કરતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગીત “જબ તક હૈ જાન મેં નાચુંગી” બેકગ્રાઉન્ડમાં વીડિયો સાથે વાગી રહ્યું છે. વીડિયો વાયરલ થતા વીડિયો પર યુઝર્સ રમુજી ટિપ્પણી પણ કરી રહ્યા છે, એક યુઝરે લખ્યું, “અબ ગબ્બર તો રહે નહીં. બસંતી ભલે કૂતરાની સામે નાચે કે ગીત ગાય. તો બીજાએ લખ્યું “ડોગ્સ પણ ડાન્સની મજા લઇ રહ્યા છે”. આ વિડિઓ ઇન્ટરનેટ પર ખૂબ જોવામા અને પછી શેર કરવામાં આવી રહ્યો છે.

જો કે, આ છોકરી એટલે કે બસંતી કોણ છે અને ક્યા અને શા માટે તે કૂતરાની સામે નાચતી હોય છે. આ માહિતી વિડિઓમાં નથી. ચાલો તમને જણાવી દઈએ કે 1975ની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ શોલેના એક સીનમાં જ્યારે ગબ્બર (અમજદ ખાન) બસંતીને તેના પ્રેમી વીરૂના જીવનને ટાંકીને હેમા માલિનીને કહે કે તેણે ડાકુઓની સામે નાચવું પડશે. વીરુ કે જે દોરડાથી બંધાયેલ છે, એટલે કે ધરમજી ગર્જના કરે છે અને કહે છે – “બસંતી આ કૂતરાઓની સામે નાચતી નહીં” ફિલ્મનો આ ડાયલોગ ખૂબ જ પ્રખ્યાત હતો.

જો કે આ પહેલા રાજકોટની એક યુવતીનો ડાન્સ વીડિયો વાયરલ થયો હતો. રાજકોટમાં રાત્રિ કરફ્યુ દરમિયાન એક યુવતીનો ડાન્સ કરતો વીડીયો વાયરલ થયો હતો. આ વીડિયો રાજકોટની પ્રીશા રાજપૂત નામની યુવતીનો હોવાનું સામે આવ્યું હતું. રાત્રિ કરફ્યૂમાં 10 વાગ્યાનો સમય હતો ત્યારે યુવતીએ આ વીડિયો બનાવ્યો હતો. આ અંગે રાજકોટ પોલીસે તપાસ હાથ ધરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong