આ ટિપ્સ ફોલો કરશો તો રાત્રે ઊંઘ આવશે એકદમ મસ્ત

રાત્રે ઘસઘસાટ ઉંઘવા માટે ફોલો કરો આ ટીપ્સ

એક સ્વસ્થ ઉંઘ લેવી તેટલી જ મહત્ત્વની છે જેવો સ્વસ્થ ખોરાક લેવો. સ્વસ્થ ઉંઘ તમારા શરીરને તો સ્વસ્થ રાખે જ છે પણ તમારું મગજ પણ યોગ્ય રીતે કામ કરે, યાદ શક્તિ સંચવાયેલી રહે, એકાગ્રતા અને વિચારશીલતા વધે તે માટે પણ ઉંઘ ઘણું મહત્ત્વ ધરાવે છે. જો શરીરને યોગ્ય ઘ ન મળે તો તેની સાથે કેટલીક ગંભીર શારીરિક સમસ્યાઓ પણ જોડાયેલી છે જેમ કે કાર્ડીયોવાસ્ક્યુલર રોગ, ડાયાબીટીસ, સ્ટ્રોક, અવસાદ, માનસિકતાણ વિગેરે. જો તમે સ્વસ્થ ઉંઘ મેળવીને સ્વસ્થ મગજ તેમજ સ્વાસ્થ્ય મેળવવા માગતા હોવ તો આ ટીપ્સ ચોક્કસ અપનાવવા જેવી છે.

તમારા ઉંઘના ટાઈમટેબલને વળગી રહો

image source

રાત્રે ઉંઘવાના સમયને વળગી રહો. શરૂઆતમાં આમ કરતાં મુશ્કેલી થશે પણ જેમ જેમ ટેવ પડશે તેમ તેમ બધું સરળ થઈ જશે. તેમ કરવાથી તમારા શરીરની આંતરિક ઘડિયાળ પણ ટેવાવા લાગશે અને સમય થયે તમને તરત જ ઉંઘ આવવા લાગશે. તમારે તમારા ઉંઘવાના સમયને કોઈ પણ સંજોગોમાં વળગી રહેવાનું છે પછી ભલે શનિ રવિની રજા પણ કેમ ન હોય. દરેક વયસ્ક વ્યક્તિ માટે દીવસની ઓછામાં ઓછી 7-8 કલાકની ઉઁઘ જરૂરી છે. જો તમે તમારા રાત્રીના ઉંઘના સમયને વળગી રહેશો તો તમને દીવસ દરમિયાન ઝોલા પણ નહીં આવે.

રાત્રીના બેડ ટાઈમને રીલેક્સિંગ બનાવો

image source

રાત્રે સુતા પહેલાં એક રીલેક્સિંગ રુટીન જાળવશો તો તમને સરળતાથી ઉંઘ આવી જશે. તેના માટે તમે ઉંગતા પહેલાં હુંફાળા પાણીથી નાહી શકો છો, અથવા કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા તો ધ્યાન કરી શકો છો અથવા કોઈ બ્રીધીંગ એક્સરસાઇઝ કરી શકો છો. પણ ઉંઘ ન આવતી હોય તેના માટે તમારે નથી તો ટીવી જોવાનો કે નથી તો મોબાઈલનો સહારો લેવાનો તમારે કોઈ પણ જાતના સ્ક્રીનથી દૂર રહેવું તે તમારા મગજને ડીસ્ટર્બ કરશે.

તમારા બેડરૂમના વાતાવરણને ઘેન ચડે તેવું બનાવો

image source

એક શાંત અને અંધાર્યું વાતાવરણ તમને ઉંઘ લાવવામાં મદદ કરે છે અને તેનાથી તમને ઘસઘસાટ ઘેરી ઉંઘ પણ આવે છે. તેના માટે તમે બહારનો પ્રકાશ અંદર ન આવે તેના માટે ઘાટા પરદા બારીઓ પર લગાવી શકો છો, અથવા તો આઈમાસ્ક પહેરી શકો છો. ઉંઘવા માટે અંધારું એક પ્રકારની બ્રેઇન માટેની સાઇન છે જે મગજને કહે છે કે ઉંઘી જા ઉંઘવાનો સમય થઈ ગયો છે, આ ઉપરાંત તમે મનને રીલેક્સ કરવા માટે કોઈ ધૂપ પણ કરી શકો છો.

ઉંઘવા માટે આરામદાયક પથારી તેમજ ઓંછાડનો ઉપયોગ કરો

image source

એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તમે જે ગાદલા કે મેટ્રેસ પર સુવો છો તે તમારા માટે કમ્ફર્ટેબલ હોય. એક સારી ગુણવત્તાની મેટ્રેસ લગભગ 9થી 10 વર્ષ સારા રહે છે. સર્વાઇકલ પીલો તમારી ડોકને જરૂરી સહારો આપે છે. અને જો તમારી પાસે ઇલેક્ટ્રીક બોડી મસાજર બેડ હોય તો તે તમારા આખા શરીરને આરામ આપે છે અને તમને સરળતાથી ઉંઘ આવી જાય છે.

રૂમના ટેમ્પ્રેચરને સેટ કરો

image source

વધારે પડતો ગરમ કે વધારે પડતો ઠંડો રૂમ તમારી ઉંઘ માટે યોગ્ય નથી. નિષ્ણાતોનું કહેવું છે કે તમારા રૂમનું તાપમાન 20થી 24 ડીગ્રી સેલ્શિયસ વચ્ચેનું હોવું જોઈએ.

નસકોરા માટે કોઈ એન્ટી-સ્નોરીંગ ડિવાઈઝ લઈ લો

image source

સામાન્ય રીતે તો નસકોરા બોલવા તે કોઈ ગંભીર બાબત નથી પણ તેના કારણે ઘણા બધાની ઉંઘ ડીસ્ટર્બ થઈ જતી હોય છે. નસકોરા બોલવાથી વ્યક્તિની પોતાની ઉંઘ તો ડીસ્ટર્બ થાય છે પણ આસપાસના લોકોને પણ તેની અસર થાય છે. અને ઉંઘ નહીં પુરી થવાથી તમારો બીજો દીવસ ડીસ્ટર્બ થઈ જાય છે. અને તેના કારણે ગંભીર રોગો થવાની શક્યતા પણ રહે છે. તો તેના માટે તમે બજારમાં મળતા એન્ટિ-સ્નોરીંગ ડિવાઈઝ ખરીદી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ