રાતે સૂતી વખતે પગમાં દુખાવો રહે છે? તો થઈ જાવ સાવધાન…!! શરીરના કેટલાક અણધાર્યા ફેરફારોના સંકેત હોઈ શકે છે…

રાતે સૂતી વખતે પગમાં દુખાવો રહે છે? તો થઈ જાવ સાવધાન…!! શરીરના કેટલાક અણધાર્યા ફેરફારોના સંકેત હોઈ શકે છે…

દિવસ આખો ઓફિસનું કામ રહ્યું હોય, ઘરમાં પણ ભાગદોડ રહી હોય અને જ્યારે આખા દિવસના થાક્યાપાક્યા આપણે પથારી પકડીને સૂવા જઈએ ત્યારે એટલો બધો થાક લાગતો હોય છે કે આપણને એમ થાય કે આપણે ચક્કર ખાઈને પડી ન જઈએ. આપણે રાતે સૂઈએ ત્યારે આખા દિવસના પગ લાંબા થાય છે. શરીરને આરામ મળે છે અને ત્યારે જ આપણને શરીરમાં તથા પગમાં ભાર અનુભવાય છે. આપણે પગમાં ખેંચ આવતી જણાય કે દુખાવો થતો લાગે ત્યારે બની શકે કે કોઈ ગંભીર બીમારીનું કોઈ ખાસ લક્ષણ પણ હોઈ શકે છે. તો જોઈએ એ કયાં એવાં કારણો કે લક્ષણો હોઈ શકે જે રાતે સૂવા સમયે પગમાં થતા દુખાવાને લગતાં હોય…

પેરિફેરલ ન્યૂરોપથી

ક્યારેક પેરિફેરલ ન્યૂરોપથીને કારણે પગમાં દુખાવો થઈ શકે છે. તે ચેતા સંબંધિત એક ડિસઓર્ડર છે, જે હાથમાં પીડા પેદા કરે છે. ક્યારેક કલાકો સુધી ઊભા રહેવાને કારણે પગની પીંડીઓમાં દર્દ કરે છે. જો કે, પેરિફેરલ ન્યુરોપેથીમાં પગની આંગળો અને પગની પાનીમાં પીડા થાય અથવા તો ખાલી ચડી જવી એટલે કે નિષ્ક્રિયતા જણાતી હોય છે. તેના લક્ષણો રાત્રે ઊંઘતા અને સવારના સમયે દેખાય છે.

મોર્ટન ન્યુરોમા

ઘણી વખત સ્યૂગર સિન્ડ્રોમ, વિટામિન્સની ખામી, અને તેમાંય ખાસ કરીને વિટામિન ડીની ખામી, થાઇરોઇડ અને કિડની સંબંધિત બિમારીના ચિહ્નો પણ હોઈ શકે છે. જો પગ સતત પીડા રહેતી હોય, તો તમારે ચોક્કસપણે તમારા ડૉક્ટર પાસેથી સલાહ લેવી જોઈએ. મોર્ટન ન્યુરોમાને કારણે ઘણા લોકો પગની પીડા ભોગવે છે. આ રોગમાં, ચેતા પેશીઓ જે પગની અંગૂઠા સુધી પહોંચીને તે સ્થૂળ બને છે અને નસો જાડી થઈ જાય છે. તે સ્થિતિને ઇન્ટરડિસાઇટલ ન્યુરોમા પણ કહેવાય છે.

પગની આંગળીઓના હાડકાંમાં દબાણ

આ પગની ત્રીજી અને ચોથા આંગળીના હાડકાના દબાણને કારણે થતી તકલીફ છે. આ પગની સાથે જોડાયેલી નસોમાં બળતરા થવી, ખેંચાણ કે તાણ અનુભવવી, નિષ્ક્રિયતા કે ખાલી ચડવી, કળતર અથવા ઝણઝણાટી થવાનું કારણ બને છે. રાત્રિ દરમિયાન પીડા અને ખેંચાણમાં વધારો થાય છે અને ઘણી વખત પગની પીડાની ફરિયાદ. ક્યારેક ચૂસ્ત સલવાર, ટાઈટ લેગિંગ્સ, જીન્સ કે કેપરી પહેરવાથી પણ પગના દુખાવાની સમસ્યા વધી શકે છે. ક્યારેક ચેતાતંત્રને જોડતી નસો પર વધારે દબાણ આવી જવાથી પણ પગમાં દુખાવો થઈ શકે છે. આ દબાણ ઊંચા હીલ સેન્ડલ અને ચુસ્ત જૂતા પહેરવાના કારણે હોઈ શકે છે.

રેસ્ટલેસ લેગ સિંડ્રોમ

ઘણી વખત રેસ્ટલેસ લેગ સિંડ્રોમને કાર પણ પગમાં દુખાવો રહે છે. આ સિન્ડ્રોમમાં, ઘણા લોકો પલંગ પર સૂઈ જતી વખતે પથારી પર હલન – ચલન કર્યા કરે છે, અને પગમાં જો તે સમયે ઝણઝણાટી, ઝાટકા કે દર્દ અનુભવાતું હોય છે. જો તમે આવી કોઈ સમસ્યા સામે લડતા હો તો તમારે તમારા ડૉક્ટર પાસેથી તરત સલાહ લેવી જોઈએ. ક્યારેક પગમાં સતત રહેતી પીડા કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ આપતી હોઈ શકે છે.

અહીં નોંધનીય છે કે પગના દુખાવા કે ઝણઝાટી સૂવા સમયે જો આપને થતી હોય તો તમારે તમારા ડોક્ટરનો તુરંત સંપર્ક કરવો જોઈએ. શરીરમાં થતા કોઈ અજાણ્યા સંકેતો વિશે અહીં માત્ર જાગરૂકતા વધારવા માટે આ લેખની માહિતી શેર કરી છે. જો તમને સંબંધિત બિમારીના લક્ષણોનું પરિક્ષણ કરવાની તબીબી સલાહ મળે તો એ મુજબ જરૂરથી તપાસ કરાવશો. ઘરેલૂ ઉપચારો પણ નિષ્ણાંત ડોક્ટરોની સલાહ સાથે જ કરવા હિતાવહ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ