રાતે સૂતા પહેલા પાડો આ આદતો અને મેળવો જ્વલંત સફળતા…

રાત્રે સુતા પહેલાં આ આદતો કેળવો અને જીવનમાં જ્વલંત સફળતા મેળવો

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે વિશ્વના માત્ર પાચં ટકા લોકો જ 95 ટકા લોકો પર રાજ કરી રહ્યા છે. તો તેની પાછળ શું કારણ હશે ? કારણ ઘણા બધા છે તેમની અથાગ મહેનત, તેમની પોતાના લક્ષો પામવાની ઉત્સુકતા, દીવસરાત માત્ર પોતાના લક્ષો વિષે વિચારે રાખવું. બીજી કોઈ જ બીનજરૂરી વસ્તુ તરફ ધ્યાન ન આપવું.

image source

શું તમે પણ આવા પાંચ ટકા લોકોમાં પોતાની જાતને સમાવવા માગો છો તો આજનો આ લેખ તમારા જેવા જ લોકો માટે છે. અહીં અમે તમને દર્શાવશું કે તમારે જીવનમાં સફળ થવા માટે શું કરવું. તેના માટે તમારે કોઈ જ મોટો પહાડ નથી તોડવાનો પણ તમારા અજાગૃત મગજ ને પોષવાનું છે. બે પ્રકારના મગજ હોય છે. જાગૃત મગજ અને અજાગૃત મગજ. જાગૃત મગજ પોતાની બુદ્ધિ પ્રમાણે આગળ વધે છે જ્યારે તમારુ સબકોન્શિયસ માઇન્ડ તમે તેને પોષ્યું હોય તે પ્રમાણે આગળ વધે છે.

સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડ કરતાં ક્યાંય વધારે શક્તિશાળી છે.

image source

તમારું જાગૃત મગજ એટલે કે તમારું કોન્શિયસ માઇન્ડ તમને એક લીમીટ સુધી આગળ લઈ જઈ શકે છે પણ તમારું સબકોન્શિયસ માઇન્ડ એટલે કે અજાગૃત મન તમને અસિમ સફળતા તરફ લઈ જાય છે. તેના માટે તમારે માત્ર તમારા સબકોન્શિયલ માઇન્ડને પોઝિટિવીટી સિગન્લ્સ મોકલવાના હોય છે. તેને હકારાત્મક રીતે પોષવાની જરૂર છે.

સબકોન્શિયેલ માઇન્ડની નબળાઈ જ તેની તાકાત છે. તેની નબળાઈ તે છે કે તે અજાગૃત છે માટે તેને જે પિરસો તે જ તે ગ્રહણ કરે છે. પોતાની રીતે કશું જ ગ્રહણ નથી કરતું. અને માટે જ તે તેની નબળાઈ એટલા માટે છે કારણ કે તેને જો તમે નાકારાત્મકતા પિરસશો તો તે નકારાત્મક પરિણામ આપશે અને તેની આજ નબળાઈ તેની શક્તિ એટલા માટે છે કે જો તેને માત્રને માત્ર હકારાત્મકતા પિરસવામા આવે તો તે તમને હકારાત્મક પરિણામ જ આપશે. અને તેના આ જ લક્ષણના કારણે તે કોન્શિયસ માઇન્ડ કરતાં વધારે પાવરફુલ છે.

image source

સબકોન્શિયેસ માઇન્ડને કેવી રીતે પાવરફુલ બનાવવું.

સબકોન્શિયસ માઇન્ડ સૌથી વધારે રાત્રીના સુતા પહેલાંના સમયમાં એક્ટિવ હોય છે. અને આજ સમયે માણસ પોતાના સબકોન્શિયલ માઇન્ડનો સૌથી વધારે યોગ્ય ઉપયોગ કરી શકે છે.

સબકોન્શિયસ માઇન્ડને એક્ટિવ કરવા માટે આટલુ કરો અને તમારા નસીબ આડેનું પાંદડું હટાવો

image source

રાત્રે સુતા પહેલાની પાંચ મીનીટ દરમિયાન તમારું સબકોન્શિયલ માઇન્ડ સુપર એક્ટિવ હોય છે અને તે જ સમયે તમારે તેને હકારાત્મક પોષણ પુરુ પાડવાનું છે. અને આજ પાંચ મિનિટ દરમિયાન તમારે તેને ઢગલાબંધ પોઝિટિવ સિગ્નલ્સ આપવાના છે. તમે તેને જે રીતે પોષશો તેવું જ પરિણામ તમે મેળવશો. જો નકારાત્મકતાથી પોષશો તો પરિણામો પણ નકારાત્મક આવશે અને જો હકારાત્મકથી પોષશો તો હકારાત્મક પરિણામો જ મળશે.

જ્યારે તમે રાત્રે બધું જ કામ પતાવીને પરવારી જાઓ અને સુવાની તૈયારી કરો તે વખતે તમારે તમારા સબકોન્શિયસ માઇન્ડને હકારાત્મક ખોરાક પુરો પાડવાનો છે.

image source

સૌ પ્રથમ તો સુતા પહેલાં તમારા બધા જ ઉપકરણો જેવા કે ટેલીવીઝન, મોબાઈલ, ટેબલેટ, નોટપેડ વિગેરે બંધ કરી દેવા.

ઉપર જણાવેલા બધા જ ઉપકરણોને તમારે બંધ તો રાખવાના જ છે પણ તેને તમારી નજીક પણ નથી રાખવાના તેને તમે બીજા રૂમમાં મુકી શકો છો. તેની સાથે સાથે એસી. ટીવી વિગેરેના રીમોટ પણ તમારે તમારી નજીક ન રાખવા. આ સિવાય ઇન્ટરનેટ વાઇફાઈનું રાઉટર વિગેરે પણ તમારી નજીક ન હોવું જોઈએ.

image source

સુતી વખતે અત્યંત પોચા ગાદલાનો ઉપયોગ ન કરો કે ફરસ જેવી કઠણ સપાટી પર પણ સુવાની જરૂર નથી. પણ સામાન્ય ગાદલા પર ચત્તા પાટ સુઈ જાઓ.

હવે આડા પડો એટલે તમારી આંખને બંધ કરી દો. બને તો તમારા મગજને પણ આડીઅવળી વાતોથી પ્રભાવિત ન થવા દો. તેને ખાલી કરી દો. હવે તમારે તમારા ગોલ એટલે કે તમે ભવિષ્યમાં શું બનવા માગો છો શું કરવા માગો છો તેમજ ક્યાં પહોંચવા માગો છે તે ગોલ એટલે કે લક્ષ્યોને ધ્યાનમાં રાખો. બંધ આંખે તેને વિઝ્યુલાઇઝ કરો.

image source

તમારે આ વિઝ્યુલાઇઝેશનમાં તમે ભવિષ્યમાં જે કંઈ બનવા માગતા હોવ, જે કંઈ પામવા માગતા હોવ તેને પામી ચુક્યા હોવ તે વિચારવાનું છે. તેને પામવાની ઇચ્છા નથી વિચારવાની પણ તમારે તમારા મનને એવું મનાવવા પ્રેરવાના છે કે તમે તે પામી લીધું છે. તમે તમારું લક્ષ મેળવી લીધું છે.

દાં.ત. તમે આવનારા વર્ષોમાં એક મોટો બંગલો લેવા માગતા હોવ. તો તમારે તેને કેવી રીતે લેવો કે તેના માટે સપના નથી જોવાના પણ તમારે એવું વિચારવાનું છે કે તમે તે બંગલો લઈ લીધો છે. તમે તેમાં રહી રહ્યા છો. અને તમારા ઘરમાં તમારા કુટુંબ સાથે રહી રહ્યા છો. તેની દીવાલોના રંગ, આંગણાનું ગાર્ડન, ગાર્ડનમાંના ગુલાબના છોડવા પળના લાલ ચટક ગુલાબ, જુહીની મઘમઘાટથી ભરપૂર વેલ, આંગણામાં પડેલી ગાડી, ઘરની અંદરનું રાચરચિલુ, સુંદર રસોઈ બનાવી રહેલી તમારી પત્ની, આ બધું જ તમારે બંધ આંખે વિઝ્યુલાઇઝ કરવાનું છે.

તમે જે કંઈ પણ જીવનમાં પામવા ઇચ્છો છો તેને ઉપર જે ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે તમે તેને પામી લીધું હોય તેવું તમારી બંધ આંખે વિઝ્યુઅલાઈઝ કરવાનું છે. તમે કોઈ કંપનીમાં મોટો હોદ્દો મેળવવા માગતા હોવ તો તમારે એ નથી વીચારવાનું કે તમને તે મળી જાય, તેના માટે તમે આ કરશો કે તે કરશો પણ તમને તે હોદ્દો મળી ગયો છે તેવુ સમજવાનું, તમારા હાથ નીચે મોટો સ્ટાફ છે, તમે તેમના પર નજર રાખી રહ્યા છો, કંપનીઓ માટે નવી નવી નીતીઓ ઘડી રહ્યા છો, વિગેરે વિગેરે તમારે વિઝ્યુલાઇઝ કરવાનું છે.

image source

માત્ર પાંચ મિનિટ તમારે તમારા સપનાને સંપુર્ણ પણે જોવાનું છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે તેને વાસ્તવિક માનિને. તમે તમારું લક્ષ પામી લીધું છે તેવું માનીને રાત્રે સુતા પહેલાં માત્ર પાંચ જ મિનિટ તમારે આ અભ્યાસ કરવો. આ પ્રયોગને લૉ ઓફ એટ્રેક્શન પણ કહેવામાં આવે છે. જ્યાં સુધી તમારો આ ગોલ પુર્ણ ન થાય ત્યાં સુધી રોજ રાત્રે સુતા પહેલાં તમારે આ અભ્યાસ કરવો.

સતત આ એક્સરસાઇઝ રોજ રાત્રે કરતા રહેવાથી તમારા સબકોન્શિયસ માઇન્ડમાં આ બધું બેસી જશે તે તેને માની લેશે. તમારું સબકોન્શિયસ માઇન્ડ કોઈ પણ જાતની બુદ્ધિ નથી વાપરતું પણ તમે તેને જે મનાવો છો તે તે આંખ બંધ કરીને માની લે છે.

આમ કરવાથી ધીમે ધીમે તમારા માટે તમારા ગોલ સુધી પહોંચવાના રસ્તાઓ બનવા લાગશે એક પછી એક દરવાજા ખુલતા જશે અને તમે જે ઇચ્છ્યું હતું તેને પામવા માટે તમે ઓર વધારે નજીક પહોંચતા જશો. અને છેવટે તમે તેને પામી લેશો. રોજ નિરંતર આ એક્સરસાઇઝ કરવાથી તમે જે વસ્તુઓ પામવા માગો છો તે તમારા તરફ આકર્ષાશે.

image source

આ અભ્યાસ તમે આજીવન કરી શકો છો. કારણ કે માણસની ઇચ્છાનો કોઈ જ અંત નતી તે એક લક્ષ પામ્યા પછી બીજા લક્ષ્ય પર કુદકો મારતો રહે છે. આમ એક લક્ષ પુરું થતાં જતમે બીજા લશ માટે આ એક્સરસાઇઝ ચાલુ રાખી શકો છો.

કેટલીક જરૂરી વાતો

તમારે આ પાંચ મીનીટ દરમિયાન માત્રને માત્ર હકારાત્મક જ વિચારવાનું છે. કશું જ નેગેટીવ નથી વિચારવાનું. આ એક્સરસાઇઝને તમે હકારાત્મકતાને આકર્ષવી પણ કહી શકો છો, પાવર ઓફ પોઝિટ

વીટી પણ કહી શકો છો.

image source

ક્યારેય એવું ન વીચારવું કે હું તે નથી કરી શકતો, હું સફળ નથી થઈ શકતી, મારો વ્યવસાય નહીં ચાલી શકે, હું ક્યારેય જીવનમાં બંગલો નહીં ખરીદી શકું, મારા લગ્ન નહીં થાય, હું પરિક્ષામાં પાસ નહીં થઈશ વિગેરે વિગેરે વિચારો તમારે આ પાંચ મિનિટ તો શું પણ સમગ્ર દીવસ દરમિયાન નથી આવવા દેવાના અને ખાસ કરીને સુતા પહેલાંની આ પાંચ મિનિટ દરમિયાન. તેનાથી તમે તમારા લક્ષથી ઓર વધારે દૂર થતાં જશો. અને તમારું સબકોન્શિયલ માઇન્ડ પણ તે જ નેગેટિવીટી અપનાવી લેશે અને તમને અંદરથી જે પ્રેરણા મળતી હોય છે તે સદંતર બંધ થઈ જશે. અને તમે નકારાત્મકતાને આકર્ષશો.

image source

તમારો આખો દિવસ ભલે હકારાત્મક ગયો હોય. તમે પણ આખા દિવસ દરમિયાન હકારાત્મક વર્તન કર્યું હોય, હકારાત્મક વિચારો કર્યા હોય પણ રાત્રે સુતા પહેલા જો તમે તમારા મોબાઈલ, ટેલિવિઝન વિગેરે પર કંઈક નેગેટીવ જોઈ કે વાંચી લીધું તો તે તમારા આખા દિવસની મહેનત પર પાણી ફેરવી દે છે. કારણ કે તેની જ અસર તમારા સબકોન્શિયલ માઇન્ડ પર રહે છે.

image source

આ પ્રકારનું નેગેટીવ થીંકીંગ વિશ્વના લગભગ 95 ટકા લોકો કરે છે અને માટે જ આ 95 ટકા લોકો પર દુનિયાના શક્તિશાળી 5 ટકા લોકો રાજ કરી રહ્યા છે. હવે તમારે નક્કી એ કરવાનું છે કે તમે આ 95 ટકામાંના એક બનવા માગો છો કે 5 ટકા માના એક બનવા માગો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ