રથયાત્રા પૂર્વે મંદિરમાં જામી ભક્તોની ભીડ, ધક્કામુકીના સર્જાયા દ્રશ્યો, સંધ્યા આરતીમાં CM રુપાણી લેશે ભાગ

જગન્નાથ ભગવાનની રથયાત્રા પૂર્વે આજે ભક્તોનું ઘોડાપુર મંદિરમાં ઉમટી પડ્યું હતું. કોરોનાનું સંક્રમણ ટાળવા માટે સરકારે રથયાત્રા કર્ફ્યુ વચ્ચે કાઢવાની પરવાનગી આપી છે. પરંતુ અષાઢી બીજના એક દિવસ અગાઉ મંદિરમાં લોકોની ભીડ એકત્ર થઈ હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. મંદિરમાં દર્શન કરવા આવેલા લોકોએ કોરોનાના નિયમોના રીતસર ધજાગરા ઉડાવી દીધા હતા. એક સમયે તો મંદિર પરીસરમાં રીતસર ધક્કામુક્કી થવા લાગી હતી.

image source

રથયાત્રા પૂર્વે આજે મંદિર પરીસરમાં રથની અને ગજરાજની પૂજાની વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીના રથને આજે મંદિર પરીસરમાં પૂજા માટે લાવવામાં આવ્યા હતા. ખલાસીઓ આજે ઉત્સાહભેર રથને પરીસરમાં લાવ્યા હતા. આ રથમાં બિરાજી ભગવાન નગરયાત્રાએ નીકળશે. રથાયાત્રા પૂર્વે આજે શુભ મુહૂર્તમાં રથની પૂજા કરવામાં આવી હતી. આ તકે મંદિરમાં ભક્તોની ભીડ બેકાબૂ બની હતી.

image soucre

મંદિરમાં આજે ગજરાજનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત દિલીપદાસજી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યારે પણ સામાજિક અંતર જાળવવાના નિયમના ધજાગરા ઉડાવી લોકો સેલ્ફી લેવામાં વ્યક્ત જોવા મળ્યા હતા. રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મંદિર પરીસરમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે ચિંતા વધારે તેવા હતા. ધક્કામુકી અને લોકોની ભીડ મંદિરમાં દર્શન કરતી જોવા મળી હતી.

imag soucre

રથયાત્રાના એક દિવસ અગાઉ છેલ્લા 21 વર્ષની પ્રથા અનુસાર મુસ્લિમ બિરાદરોએ ચાંદીનો રથ પધરાવ્યો હતો. કોમી એકતાના દર્શન કરાવતા આ દ્રશ્યો આજે જોવા મળ્યા હતા. આજે સવારની પૂજા વિધિ બાદ સાંજે મંદિરે મહાઆરતી થશે.

image source

આ વર્ષે પણ સંધ્યા આરતીમાં મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી ભાગ લેશે. જમાલપુર ખાતેના ભગવાન જગન્નાથના મંદિરે સાંજે 6.30 કલાકે આરતી થશે જેમાં મુખ્યમંત્રી ભાગ લેશે. આ સાથે જ તેઓ રથયાત્રાની તૈયારીઓની સમીક્ષા પણ કરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષની રથયાત્રા સૌથી અગલ હશે કારણ કે આ વર્ષે સરકારે રથયાત્રા દરમિયાન કર્ફ્યુની જાહેરાત કરી છે. આ સાથે જ પ્રસાદ વિતરણ, સામુહિક ભોજન પણ બંધ રાખવામાં આવ્યું છે.

image source

144મી રથયાત્રાની મંગળા આરતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે. તેઓ 3 દિવસની ગુજરાત મુલાકાતે છે ત્યારે આવતીકાલે મંગળા આરતી તેઓ કરશે. જ્યારે રથયાત્રાની પહિંદ વિધિ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના હસ્તે થશે. આ પહેલા આજે મુખ્યમંત્રી મંદિરના ટ્રસ્ટીઓ, પોલીસ તંત્ર અને મહાપાલિકાના વહિવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong