રથયાત્રાને લઈ નવો જ વિવાદ, 143 વર્ષ સુધી ભગવાને રથમાં નગરચર્યા કરી, હવે ટ્રેક્ટર-બગીમાં ભગવાનને ફેરવશે!

જ્યારથી કોરોના આવ્યો ત્યારથી ઘણા મુદ્દા સાથે સાથે ચર્ચામાં આવ્યા અને વારંવાર આવ્યા. એમાનો એક મુદ્દો એટલે કે રથયાત્રાનો મુદ્દો, ગયા વર્ષે 2020માં લાંબી જહેમત બાદ નિર્ણય આવ્યો કે હવે રથયાત્રા નથી કાઢવાની, જો કે આ વખતે રથયાત્રા નીકળશે, ત્યારે આજે એને લઈને જ એક ફરીથી વિવાદિત સમાચાર સામે આવ્યા છે અને 12 જુલાઈએ નીકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રાનો મુદ્દો ફરી એકવાર વિવાદમાં સપડાયો છે. તો આવો વાત કરીએ કે આ મુદ્દે શા માટે ચર્ચાએ જોર પકડ્યું છે.

image source

તો વાત કંઈક એમ છે કે 143 વર્ષ સુધી રથમાં નગરચર્યા કરનારા ભગવાન જગન્નાથને હવે ટ્રેક્ટર કે બગીમાં નગરચર્યા કરાવવાનો કારસો સરકારે ઘડી લીધો છે. મંગળવારે બપોરે જગન્નાથ મંદિરમાં રથને ટ્રેક્ટર વડે ખેંચવાનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો. એમાં પણ ખલાસી ભાઈઓએ તો તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, ટ્રેક્ટરને રથ જોડે બાંધવામાં આવે તો રથને મોટું નુકસાન થવાની પુરી શક્યતા છે. તેમના મતે ટ્રેક્ટરને લીધે વધુ વાઈબ્રેશન થતું હોવાથી લાકડાના રથ અને પૈડાંની બેરિંગને નુકસાન થાય છે. આ વિરોધની અસર પણ થઈ અને આખરે આ વિરોધ પછી રથયાત્રા બગીમાં કાઢવા જમાલપુર પોલીસે એક બગી પણ મંગાવી હતી.

image source

આ રીતે વિરોધ અને વિવાધ વચ્ચે ભગવાનને ટ્રેક્ટર કે બગીમાં નગરચર્યા કરાવવાની યોજના હોય તેવું હાલમાં દેખાઈ રહ્યું છે ગત વર્ષે કોરોના મહામારીને કારણે રથયાત્રા કાઢી શકાઈ ન હતી. આ વર્ષે પણ રથયાત્રા કાઢવી કે નહીં તેનો અંતિમ નિર્ણય હજુ સુધી સરકારે લીધો નથી. પરંતુ મંહતો તો પુરા મુડમાં છે કે રથયાત્રા નીકળશે જ. ત્યારે હવે સમય જ બતાવશે કે આખરે શું નિર્ણય આવે છે અને રથયાત્રા નીકળશે કે કેમ. આ દરમિયાન એક ખલાસી કૌશલના જણાવ્યા અનુસાર આ વર્ષે પ્રતિ કલાકે 8 કિલોમીટરની ઝડપે રથયાત્રા કાઢવાનો પ્લાન છે. આમ છતાં રથયાત્રાને નિજમંિદર પરત આવતાં 6થી 6.30 કલાક લાગી શકે છે.

image source

આ સાથે જ ખલાસી ભાઈએ વાત કરી હતી કે રથયાત્રાના ખલાસી તરીકે તંદુરસ્ત અને વેક્સિન લેનારાને જ જોડવામાં આવશે. મંદિર મેનજેમેન્ટે પ્રત્યેક રથ દીઠ 40 ખલાસી મળી કુલ 140 ખલાસીઓને આ વર્ષની રથયાત્રા કઈ રીતે કાઢવી તે અંગેનો અભિપ્રાય પૂછ્યો છે. એ જ રીતે ખલાસી મફતભાઈએ પણ વાત કરી હતી કે વર્ષે રથયાત્રામાં 6 મોટા અને 3 નાના સ્પેર વ્હીલ સાથે રાખવામાં આવશે. પરંતુ જો રથને ટ્રેક્ટરથી ખેંચવામાં આવે તો પૈડાં થોડા સમયમાં જ તૂટી જવાની શક્યતા ઘણી વધારે થઈ જાય છે. જો ટ્રેક્ટર કલાકના 2 કિલોમીટરની ઝડપે જાય તો પણ પૈડાંની બેરિંગ ખસી જઈ શકે છે. કારણ કે, ટ્રેક્ટરને લીધે સતત વાઈબ્રેશન થતું હોય છે.

image source

સાથે જ બીજા ખલાસી મુકેશ ભાઈએ આ વિશે વાત કરી હતી કે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા એમ ત્રણેયના રથ બાવળના લાકડામાંથી તૈયાર કરાયા છે. રથના તમામ પૈડાંની મજબૂતી વધારવા માટે વચ્ચે લોખંડની પ્લેટો પણ નાખવામાં આવી છે. રથ ઝડપથી પસાર થતો હોય અને રસ્તામાં એકાદ ફૂટના ખાડામાં પણ પૈડું પડે તો તૂટવાની શક્યતા વધી જતી હોય છે. આ વિશે આગળ વાત કરી અને મુકેશે માહિતી આપી હતી કે ત્રણેય રથ 1950માં તૈયાર થયેલા છે. 1990માં જગન્નાથજી અને સુભદ્રાજીના રથમાં 12 જ્યારે બળદેવજીના રથમાં 16 પૈડાં હતાં. એ પછી તમામ રથ 4 પૈડાંના થયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong