જલ્સા કરોને જેંતીલાલ

ભગવાન જગન્નાથની રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ, 5 કિ.મીની ઝડપે ખલાસીઓ રથ ચલાવવા તૈયાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને યુદ્ધના ધોરણે તૈયારી શરૂ કરવામાં આવી રહી છે. કોરોનાના સંક્રમણને કારણે આ વખતે કેટલીક વિશેષ વાતોની કાળજી પણ લેવામાં આવી રહી છે. નોંધનિય છે કે, કોરોનાના કારણે ગયા વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજવામાં આવી હતી. તો બીજી તરફ આ વર્ષે કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા આ વર્ષે ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવાની તૈયારીઓ મંદિર અને સરકાર કરી રહી છે.

image source

તમને જણાવી દઈએ કે, કોરોનાની હાલની સ્થિતિને જોતા વધુ લોકોની ભીડ ન થાય તેના માટે મર્યાદિત લોકોની હાજરીમાં ઝડપથી રથયાત્રા ફરીને મંદિર પરત આવે તેવું આયોજન સરકાર અને મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. નોંધનિય છે કે, ઝડપથી રથયાત્રા ફરીને નિજમંદિર પરત લાવવા માટે ખલાસીઓને સૂચના પણ આપી દેવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે ખલાસીઓ 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે રથ ચલાવી અને રથયાત્રા પૂર્ણ કરાય તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

તો બીજી તરફ જો ટ્રેકટર મારફતે રથને ખેંચવામાં આવે તો રથને નુકસાન થઈ શકે છે અને રથ કેટલીક જગ્યાએ અટવાઈ જાય જેના કારણે ખલાસીઓ ભાઈઓ દ્વારા જ રથ ખેંચીને લઈ જવામાં આવશે.

તો બીજી તરફ આ અંગે ખલાસી કૌશલભાઈએ એક વેબ પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રથ ટ્રેક્ટર મારફતે ખેંચીને કોઈપણ રીતે ન લઈ જઈ શકાય. રથને હાથેથી ખેંચીને જ લઈ જઈ શકાય છે. તેમણે કહ્યું કે, ખલાસીઓની ઝડપથી રથ ખેંચવાની પુરી તૈયારી છે. તેમણે વધુમાં કહ્યું કે, જો રથ ભીડ અને લોકો વગર આગળ વધશે તો 5 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ચાલી શકે તેવી તૈયારીઓ કરી છે, આ ઉપરાંત આ યાત્રા દરમિયાન માત્ર બેથી ત્રણ જગ્યાએ 5 મિનિટનો વિરામ લઈ શકાય અને 5 કલાકથી પણ ઓછા સમયમાં રથયાત્રા ભગવાન જગન્નાથના મંદિરે પરત આવી શકે છે. નોંધનિય છે કે લાખો ભક્તો આ વર્ષે ભગવાનની રથયાત્રાના દર્શન કરવા ઉત્સુક છે.

તમને જણાવી દઈએ કે કોરોના મહામારીને કારણે વધુ લોકો એકઠા થઈ શકે તેમ નથી જેને કારણે ખલાસીઓને પણ મર્યાદિત સંખ્યામાં યાત્રા સાથે રાખવામાં આવશે. આ અંગે મળતી માહિતી પ્રમાણે 1200માંથી 120 ખલાસીઓની પસંદગી કરવામાં આવશે. આ અંગે કયા ખલાસીઓ લેવા તે નક્કી કરવા માટે બે દિવસમાં સમાજના આગેવાનોની મીટિંગ મળશે જેમા આ અંગેનો નિર્ણય લેવામા આવશે.

1950માં ભગવાનના રથ તૈયાર કરવામાં આવ્યા હતા

નોંધનિય છે કે,જેઓ શારીરિક રીતે તંદુરસ્ત હોય અપરાંત રસી લીધી હોય અને રથ ખેંચવામાં અનુભવ વધારે હોય તેવા લોકોને રથ ખેંચવાની યાદીમાં સામેલ કરવામાં આવશે જેથી કરીને કોઈ સમસ્યા ન સર્જાય અને ભગવાનનો રથ યોગ્ય સમયે નિજમંદિર પહોંચી જાય. નોંધનિય છે કે આ વર્ષે રથયાત્રામાં 3 નાના વધારાના પૈડા, અને 6 મોટા વધારાના પૈડા સાથે રાખવામાં આવશે. જેથી રસ્તામાં કાઈ સમસ્યા આવે તો રિપેર કરી શકાય. નોંધનિય છે કે, વર્ષ 1950માં ભગવાનના રથ તૈયાર કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, તમામ રથને બાવળના લાકડાથી તૈયાર કરવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

@media(max-width:480px){#adskeeper_iframe{height:1850px;}}
Exit mobile version