જગન્નાથ રથયાત્રાના રથના કરી લો ઘરે બેઠા દર્શન, શરૂ થઇ ગઇ તૈયારીઓ

અમદાવાદમાં શરૂ થઈ ગઈ છે રથયાત્રાની તૈયારીઓ.

આ વખતે પહેલીવાર અમદાવાદમાં શ્રદ્ધાળુઓ રથયાત્રામાં જોડાઈ નહીં શકે. લાખો લોકો ઘેરબેઠાં જ રથયાત્રાના દર્શન કરશે. પરંતુ ભગવાન જગન્નાથ તેના ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ તો નીકળશે જ. તેના માટેની તૈયારીઓ અમદાવાદ ખાતે શરૂ થઈ ગઈ છે.

image source

છેલ્લાં 500 વર્ષથી,દર અષાઢી બીજે ભગવાન જગન્નાથજીને રથયાત્રા કાઢવાની પરંપરા છે, કહે છે, આ રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથ આખા શહેરમાં નગરચર્યા કરવા નીકળે છે. ચાલો આપણે જાણીએ રથયાત્રા શા માટે અને તે કેવી રીતે કાઢાવમાં આવે છે અને શું છે તેની પાછળનો સંપૂર્ણ વાર્તા.

image source

ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત ભગવાન જગન્નાથના રથ સામે સોનાની ઝાડૂ (સાવરણી) લગાવીને શરૂ થાય છે. પછી, મંત્રો અને સ્તોત્રોનો ઉચ્ચાર સાથે આ રથયાત્રા શરૂ કરવામાં આવે છે. ભગવાનના આ રથને જાડા જાડા દોરડાથી ખેંચવામાં આવે છે. સૌપ્રથમ, બલભદ્રના રથ તાલધ્વજમાં શરૂ કરે છે તે પછી, બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે. અંતે, જગન્નાથજીનું રથને ખૂબજ શ્રદ્ધાપૂર્વક ભક્તો ખેંચવાનું શરૂ કરે છે.

જગન્નાથ પૂરીની રથયાત્રાની વાર્તા.

image source

રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે.તો ચાલો જાણીએ તેના વિશે

-અમુક લોકોનું માનવું છે કે, કૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે. અને તેમના ભાઈઓ પાસે નગરભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, ત્યારે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર ચર્યાએ નીકળે છે. ત્યારબાદથી રથયાત્રાના પર્વની શરૂઆત થઈ છે.

image source

-તેના સિવાય કહેવાય છે કે, ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણનાં માસી છે, જે ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રજી સાથે માસીનાં ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે.

-શ્રીકૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે, તેના માટે કંસ ગોકુલમાં સારથિ સાથે રથ મોકલાવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે. એટલે ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થઈ છે.

image source

-અમુક લોકોનું માનવું છે કે, આ દિવસે શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ-બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે.

જગન્નાથ પુરીની જેમ અમદાવાદમાં પણ દર વર્ષે વાજતે ગાજતે રથયાત્રા કાઢવામાં આવે છે. અને લાખો ભાવિક ભક્તો આ રથયાત્રામાં હર્ષ ઉલ્લાસભેર જોડાય છે. તો ચાલો જાણીએ શુ યોજના છે આ વર્ષની રથયાત્રાની

અમદાવાદના જગન્નાથ મંદિર ખાતેથી દર વર્ષે નીકળતી ભવ્ય રથયાત્રા આ વર્ષે કોરોનાના પગલે સાદગીપૂર્વક નીકળશે. ર૩મી જૂને નીકળનાર આ રથયાત્રા ૧૪૩ વર્ષમાં પ્રથમવાર ટ્રક, મંડળીઓ, ટેબ્લો અને મોટી સંખ્યામાં ભકતો વગર સાદગીથી નગરચર્યા કરશે.

image source

રથયાત્રા સંદર્ભે મંદીર ટ્રસ્ટીઓની એક બેઠક મળી હતી. મંદીરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે આ વખતની રથયાત્રામાં ત્રણ રથો હશે. દરેક રથની માત્ર ૩૦ વ્યકિતઓ ખેંચશે. રથયાત્રામાં ભજન મંડળીઓ, ટ્રક કે ઝાંખીઓ હશે નહી. તેમણે લોકોને ઘરે બેસી ટીવી પર રથયાત્રા જોવા અપીલ કરી છે.

શ્રી ઝાએ ઉમેર્યુ કે રથયાત્રા સમયે સરકારની સોશ્યલ ડીસટન્સીંગ સહિતની માર્ગદર્શિકાઓનું પાલન કરાશે. આ ઉપરાંત પાંચમી જુને યોજાનાર જળયાત્રા મહોત્સવમાં માત્ર પુજારીઓ, ટ્રસ્ટીઓ જોડાશે. સુર્યગ્રહણ હોવાથી નેત્રોત્સવ વિધિ ર૧મી જૂને બપોરે ચાર વાગ્યા બાદ થશે.

આ વર્ષે રથયાત્રા તો સાદગીથી જ થશે પણ અમે તમને જણાવીશું કે અમદાવાદની ભવ્ય રથયાત્રાની કેટલીક રસપ્રદ વાતો.

1.1993માં રમખાણો થયા ત્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બળદેવના રથને બુલેટપૃફ બનાવવામાં આવ્યો હતો.

image source

2.1985માં રાજ્યની પરિસ્થિતિ જોઈને ભગવાન જગન્નાથની રથયાત્રાની પરવાનગી આપવામાં નહોતી આવી તેમ છતાં ભાવિક ભક્તો એ વગર મંજૂરી એ ધામધૂમથી રથયાત્રા યોજી હતી.

3.1955ના દાયકામાં રથયાત્રા દરમિયાન મંદિરના મહંતની પણ શાહી સવારી નીકળતી હતી. મંદિરના મહંત 8 અશ્વોની બગ્ગીમાં સવાર થઈને રથયાત્રામાં નીકળતા હતા.હવે ખુલ્લી જીભમાં નીકળે છે.

4.બ્લેક એન્ડ વાઇટ ચિત્રોથી લઈને કલર ચિત્રો સાબિતી આપે છે કે કોઈપણ પરિસ્થિતિ હોય પણ ભગવાન જગન્નાથની રથયાત્રા શાનથી નીકળે છે અને કરોડો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.

5.વર્ષ 1985થી મુસ્લિમ સમાજ અને તાજીયા કમિટી દ્વારા રથયાત્રા અને મહંતનું સ્વાગત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.મુસ્લિમ સમાજ અને તાજીયા કમિટી દ્વારા જગન્નાથ મંદિરના મહંતને ચાંદીનો રથ આપી સ્વાગત કરવામાં આવે છે. અને આમ રથયાત્રા બની કોમી એકતાનું પ્રતીક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ