જલ્સા કરોને જેંતીલાલ

જોઇ લો રતન ટાટાની ‘જવાની’ની આ તસવીર, જે જોઇને તમે બોલી ઉઠશો WOW કેટલા સ્માર્ટ લાગે છે યાર!

રતન ટાટાએ શેર કરી યુવાનીની સુંદર તસ્વીર – કોઈકે તો તેમને હોલીવૂડના હીરો સાથે પણ સરખાવી લીધા

રતન ટાટાને આપણે સારી રીતે જાણીએ છે તે એક ઉત્તમ બિઝનેસમેન તો છે જ પણ સાથે સાથે એક ઉત્તમ વ્યક્તિ પણ છે. તેઓ હજુ ત્રણ મહિના પહેલાં જ ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા છે. તેમને સોશિયલ મિડિયા પર ફોલો કરવાવાળા લાખો લોકો છે. અત્યાર સુધી તેમના ઇન્સ્ટાગ્રામ પરની તસ્વીર પર લોકોનું ધ્યાન નહોતું ગયું પણ ગત ગુરુવારે થ્રોબેક થર્સ્ડે પર તેમણે પોતાની યુવાનીની એક તસ્વીર શેર કરી હતી. અને લોકોને તે ખૂબ પસંદ આવી રહી છે.

82 વર્ષીય રતન ટાટાએ લોસ એજેલસમાં પોતાના અભ્યાસકાળ દરમિયાનની આ તસ્વીર શેર કરી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે આ એક #ThrowbackThursday એટલેકે #TBT જે એક લોકપ્રિય ઇન્ટરનેટ ટ્રેન્ડ છે અને લોકો હેશટેગનો ઉપયોગ કરીને પોતાની જુની તસ્વીરો સોશિયલ મિડાય પર શેર કરે છે.

જાણો શું છે આ તસ્વીર પાછળની વાત

રતન ટાટાએ પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે તેઓ તે તસ્વીર બુધવારે શેર કરવાના હતા પણ કોઈએ તેમને થ્રોબેક થર્સ્ડેવાળી વાત કહી એટલે તેમણે એક દિવસ બાદ તે તસ્વીર શેર કરી. હવે આ તસ્વીરની વાત કરીએ તો આ તસ્વિર અમેરિકાના લોસ એજેલસમાં ક્લિક કરવામાં આવી હતી. વર્ષ હતું 1962નું, તે જ વર્ષના અંતમાં તેઓ ભારત પાછા આવ્યા હતા. આ સમય દરમિયાન તેમણે લોસ એન્જેલસમાં કામ કર્યું હતું. આ તસ્વિરને શેર કર્યા બાદ ગણતરિના કલાકોમાં હજારો લોકોએ તે તસ્વીર પસંદ કરી અને કંઈ કેટલાએ લોકોએ તેના પર કમેન્ટ પણ કરી.

કોઈક ફેને તેમને કહ્યું કે ‘તમે ભારત પાછા આવ્યા તે બદલ આભાર’, તો કોઈ યુઝરે લખ્યું ‘હંમેશા માટે, સર !’ તો વળી કોઈ યુઝરે તો તેમની સરખામણી હોલીવૂડના સ્ટાર સાથે પણ કરી લીધી. તો વળી કેટલાકે તેમને ગ્રીક ગોડ સાથે સરખાવ્યા હતા.

તેમણે 30 ઓક્ટોબરના રોજ ઇન્સ્ટાગ્રામ જોઈન કર્યું હતું ત્યારે તેમણે ટ્વીટ કરીને પોતાના ફેન્સને પોતાને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરવા જણાવ્યું હતું. તેમણે આ અવસરે લખ્યું હતું, ‘હું તમને બધાને ઇન્સ્ટાગ્રામ પર જોઈન કરવા માટે ઘણો ઉત્સાહિત છું. સાર્વજનિક જીવનથી લાંબો સમય દૂર રહ્યા બાદ હું એક બિલકુલ અલગ કમ્યુનિટિ સાથે મારી વાતોનું આદાન-પ્રદાન કરવા તેમજ કંઈક ખાસ કરવાની આશા રાખી રહ્યો છું.’

image source

ચાર વાર લગ્ન થતાં થતાં રહી ગયા

તમને એવું લાગતુ હશે કે રતન ટાટાની સાથે લગ્ન કરવા માટે તો સેંકડો મહિલાઓ પડાપડી કરે અને જુવાનીની તસ્વીર જોઈ તમે તેમના સૌંદર્ય પર પણ શંકા ન કરી શકો. પણ તમને એ જાણીને નવાઈ લાગશે કે રતન ટાટાના લગ્ન ચારવાર થતાં થતાં રહી ગયા. જે વિષે તેમણે જ કહ્યું હતું, ‘એક વાર તો મારા લગ્ન થતાં થતાં રહી ગયા. ત્યારે હું અમેરિકામાં હતો, તે જ દિવસોમાં મારી દાદીએ મને અચાનક ફોન કરીને ભારત આવવા જણાવ્યું. અને તે દરમિયાન જ ભારતનું ચીન સાથે યુદ્ધ શરુ થઈ ગયું. અને હું ત્યાં જ ફસાઈ ગયો. ત્યાર બાદ તે છોકરીના લગ્ન થઈ ગયા, અને માત્ર તેટલું જ નહીં પણ તેના પતિનું પણ મૃત્યુ થઈ ગયું.’

image source

પોતાના લગ્ન વિષે તેઓ આગળ જણાવે છે કે થોડા વર્ષો પહેલાં તેઓ જ્યારે બોમ્બે હાઉસ ઓફિસમાં બેઠા હતા, ત્યારે જ એક વ્યક્તિએ તેમને એક ચીઠ્ઠી આપી હતી અને જણાવ્યું હતું કે તે કોઈ પેરિસની મહિલાએ આપી છે. ત્યારે તેમણે કહ્યું, ‘આ ચીઠ્ઠી તે જ છોકરીની હતી. તેનો પોતાનો એક પિરવાર છે, બાળકો પણ છે, વિશ્વ કેટલું નાનું છે. એક સમય હતો જ્યારે અમારો કોઈ સંપર્ક નહોતો પણ આજે અમે મિત્ર તરીકે મળી રહ્યા છે.’

કૂતરા પાળવા ખૂબ પસંદ છે

image source

રતન ટાટાને કૂતરા પાળવા ખૂબ પસંદ છે. તમને એ પણ જણાવી દઈએ કે તેઓ કૂતરાઓ માટે એક હોસ્પિટલ પણ બનાવવા જઈ રહ્યા છે, ‘મારા ઘરે બે જર્મન શેફર્ડ છે. અમે નવી મુંબઈમાં કૂતરાઓ માટે એક હોસ્પિટલ બનાવી રહ્યા છે. કોલાબાના યુએસ ક્લબમાં 20થી વધારે કૂતરાઓને હું પોતે ખવડાવ તો હતો. આ સિલસિલો ત્યાં સુધી ચાલતો રહ્યો જ્યારે એક દિવસ મને ખબર પડી કે તેમને ઝેર આપીને મારી નાખવામા આવ્યા છે. તે દિવસથી આજના દિવસ સુધી મેં તે ક્લબમાં પગ નથી મુક્યો.’

ટાટા કંપની પોતાની 65 ટકા આવક દાનમા આપે છે

image source

ટાટા કંપની પાસે અઢળક સંપત્તિ છે તે તો ભારતનો દરેક નાગરિક જાણતો હશે. પણ તમને એ પણ જણાવી દઈએ કે જો ટાટા કંપની પોતાની કમાણી દાનમાં ન આપીને પોતાની જ પાસે તે રાખે તો આજે તે વિશ્વના સૌથી ધનાડ્યોમાંના એક હોત. પણ તેમની કંપની જે પણ નફો કમાય છે તેમાંથી 65 ટકા તેઓ દાનમાં આપી દે છે. તે રૂપિયાનો ઉપયોગ તેઓ સમાજ કલ્યાણ હેતુ કરે છે. આ રૂપિયા તેમના પર્સનલ ફાયનાન્શિયલ સ્ટેટમેન્ટમાં નોંધવામાં નથી આવતો. અને માટે જ રતન ટાટાની પોતાની સંપત્તિ ક્યારેય 100 કરોડથી ઉપર નથી જતી.

કંપનીના મજૂરો સાથે કામ કર્યું છે

image source

રતન ટાટાએ જ્યારે પોતાની કેરિયરની શરૂઆત કરી તો તેઓ ઇચ્છતા તો એક સારી પોસ્ટ પરથી શરૂઆત કરી શક્યા હોત પણ તેમણે શરૂઆત કરી ફેક્ટરીના મજૂરો સાથે , તેમનો તેવું કરવાનો ઉદ્દેશ એ હતો કે તેઓ મજૂરોનું જીવન જાણવા માગતા હતા અને તેમના કુટુંબને આ ધંધો ખડો કરવામાં કેટલો શ્રમ કરવો પડ્યો હતો તે પણ જાણવા માગતા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version