જલ્સા કરોને જેંતીલાલ

સાંત્વની અને કેલ્વિન મહેતાનું “રાસ રમવાને જો શ્યામ આવે થયું રિલીઝ, એક દિવસમાં 50 હજાર લોકોએ જોયું

સાંત્વની અને કેલ્વિન મહેતાનું “રાસ રમવાને જો શ્યામ આવે થયું રિલીઝ, એક દિવસમાં 50 હજાર લોકોએ જોયું

ગુજરાતના જાણીતા સિંગર સાંત્વની ત્રિવેદી આ નવરાત્રી પર તેમના ત્રણ ગીતો લઈને આવે છે. જેમાંથી તેમનું પહેલું ગીત “રાસ રમવાને શ્યામ જો આવે” રિલીઝ થયું. આ ગીતને એક જ દિવસમાં 50 હજારથી વધુ લોકોએ જોયું છે.

સાંત્વની વાતચીત કરતાં જણાવે છે કે આ ગીત બનાવવાની શરૂઆત નવરાત્રીને ધ્યાનમાં રાખીને એક વર્ષ પહેલાં કરી હતી. જ્યારે હવે ગીત રિલીઝ થઈ ગયું છે અને દર્શકો દ્વારા આ ગીતને ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ગીતમાં કેલ્વિન મહેતા અને અવિનાશ પંડ્યાએ મને ખુબ મદદ કરી છે. જેમના વગર આ બનવું શક્ય ન હતું.

આ ગીતને સાંત્વની ત્રિવેદી અને કેલ્વિન મહેતા દ્વારા ગાવામાં આવ્યું છે. જ્યારે શબ્દો મોહિત મહેતા દ્વારા લખવામાં આવ્યા છે અને મ્યુઝિક પૂર્વેશ દવેએ આપ્યું છે. આ ગીતને નિરવ પરમાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. જ્યારે આ ગીતમાં ડીઓપી તરીકે દેવ પટેલ અને અમિત ઢોલી છે અને કોરિયોગ્રાફી નિલીમા આહિરવાલ (નવ્યા ડાન્સ સ્કુલ અને ટિમે) કરી છે.

સાંત્વની ત્રિવેદી ગુજરાતમાં સોલફૂલ ગીતો માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. અને ગુજરાત ના અગ્રણી યુટ્યુબર તરીકે ખુબ પ્રખ્યાત છે આ અગાઉ પણ તેમના ગીતો “વા વાયાને વાદળડી” અને “વહાલનો દરિયો” ગીતને કરોડો લોકોનો પ્રતિસાદ મળ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version