જલ્સા કરોને જેંતીલાલ

હાર્ટ એટેકનું મુખ્ય કારણ છે કુકીંગ ઓઇલ, ક્યુ બેસ્ટ, ક્યુ લેવું આ પાંચ વાતો ખરીદતા પહેલા જાણો.

રસોઈ માટેનું તેલ પસંદ કરતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

આમ તો વિશ્વમા બધા જ વ્યંજનોમાં થોડા ઘણા અંશે તેલનો વપરાશ થતો જ હોય છે પણ ભારતીય વ્યંજનો તે પછી પંજાબી હોય, ગુજરાતી હોય, સાઉથ ઇન્ડિયન હોય કે પછી બીજા કોઈપણ રાજ્યનું હોય તમારે રસોઈ બનાવવામાં તેલની જરૂર પડે જ છે અને વધારે પ્રમાણમાં તેલની જરૂર પડે છે. એક સામાન્ય ભારતીય પોતાની રસોઈ બનાવવા માટે મોટે ભાગે, કપાસિયા તેલ , સીંગ તેલ, સરસિયાનું તેલ, નાળિયેરનું તેલ અને ક્યારેક કગ્યારેક ઘીનો ઉપયોગ કરતો હોય છે.

image source

આ તેલ કેટલીક રીતે તમને ફાયદો પહોંચાડે છે તો કેટલીક રીતે તમને નુકસાન પહોંચાડે છે. કેટલાક તેલ ખીસ્સાને ભારે પડે છે તો વળી કેટલાક તેલને સામાન્ય માણસ પણ વાપરી શકે છે. પણ હૃદય રોગના હુમલામાં તૈલી ખોરાકને સૌથી વધારે કારણરૂપ બતાવવામાં આવ્યું છે. માટે જો તમે તમારુ સ્વાસ્થ્ય સ્વસ્ત રાખવા માગતા હોવ અને લાંબુ પણ સ્વસ્થ જીવન જીવવા માગતા હોવ તો તમારે તમારું ખાદ્યતેલ પણ તે જ રીતે પસંદ કરવું જોઈ. તો ચાલો જાણીએ કે કેવી રીતે રસોઈ માટેના તેલની પસંદગી કરવી. તેલમાં આ તત્ત્વો પર વધારે ધ્યાન આપવું જોઈએઃ

મુફા (મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ)

image source

જે તેલમાં મુફા હોય તેના ઘણા બધા સ્વાસ્થ્ય ફાયદાઓ છે. આ પ્રકારનું તેલ તમારા ભોજનમાં સોશાઈ નથી જતું અને તેમ થવાથી ખોરાક હળવો બને છે અને સરળતાથી પચી પણ શકે છે. આ પ્રકારના તેલનો ઉપયોગ કરવાથી તમે તમારી જીભના સળવિયા પણ સંતોષી શકો છો અને હેલ્થ પણ જાળવી શકો છો.

વીટામીન A, D, અને E

image source

તમે જે તેલ વાપરતા હોવ તેમાં વિટામીન્સ એ, ડી અને ઈનો સમાવેશ થતો હોય તો તે તમારા શરીરમાંના પોષણને જાળવી રાખે છે. વિટામીન ડી તમારી રોગપ્રતિકારક શક્તિને મજબુત બનાવે છે તો વળી વિટામીન ઇ એન્ટીઓક્સિડેંટથી ભરપુર હોય છે જે શરીરમાં ફ્રી રેડકલ્સને ઘટાડવામાં મદદ કરે છે.

ગામા ઓરિજેનોલ

image source

જે તેલમાં આ તત્વ હોય તે શરીરમાંના બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. અને સારા કોલેસ્ટ્રોલને પ્રોત્સાહિત કરે છે. જો તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માગતા હોવ તો તમારા તેલમાં પણ આ તત્ત્વ હોવું જોઈએ.

હાઈ ઓમેગા 3

image source

તેલમાં રહેલું ઓમેગા 3 તત્ત્વ સોજા તેમજ લોહીમાંના કોલેસ્ટ્રોલના સ્તરને નોર્મલ રાખવામાં મદદ કરે છે. ઓમેગા થ્રી સી ફુડમાં સૌથી વધારે હોય છે પણ શાકાહારી લોકોને બીજી કોઈ રીતે ઓમેગા 3 નથી મળી શકતું અને માટે જ તમારે ઓમેગા 3 ધરાવતું તેલ તમારા ડાયેટમાં ઉમેરવું જોઈએ.

ઓમેગા-6 અને ઓમેગા-3ની યોગ્ય પ્રમાણ

image source

તેલમાં ઓમેગા-6 અને ઓમેગા-3નું યોગ્ય પ્રમાણ તમારા સંપુર્ણ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. એક સંશોધન પ્રમાણે, ખોરાકમાં ઓમેગા-6 અને ઓમેગા-3નું યોગ્ય પ્રમાણ 5થી 10 વચ્ચે હોવું જોઈએ. ઉચ્ચ પ્રમાણમાં ઓમેગા-3 અને તેના યોગ્ય પ્રમાણના સંયોજનથી હૃદય સંપુર્ણ રીતે સ્વસ્થ બને છે.

image source

તેલમાંના કેટલાક તત્વો આપણા સ્વાસ્થ્ય માટે સારા હોય છે તો વળી કેટલાક નુકસાન કારક હોય છે. ભારતીય વ્યંજનો બનાવતી વખતે સૌથી પહેલાં તેલ જ પાત્રમાં ઉમેરવામા આવે છે. પહેલાં હૃદય રોગ એ રઈસોનો રોગ કહેવાતો હતો. પણ હૃદય રોગ હવે સામાન્ય લોકોને પણ થવા લાગ્યો છે અને તેના જ સંદર્ભમાં તમે ટીવી પર અવારનવાર વિવિધ જાતના ખાદ્ય તેલોની જાહેરાતો જોતા હશો જેમાં ફલાણું ને ઢીકણું તેલ હાર્ટ માટે સારું હોવાનો દાવો કરવામાં આવતો હોય છે.

તો હવે એ જાણીએ કે આપણે વપરાશમાં લેતા તેલના શું ફાયદા હોય છે અને શું નુકસાન હોય છે.

મગફળીનું તેલઃ

image source

ગુજરાતમાં મુખ્યત્વે મગફળીનું તેલ સૌથી વધારે વપરાય છે. મગફળીનું તેલ બીજા ઘણા બધા તેલ કરતાં વધારે ફાયદાકારક હોય છે. આ તેલ કેંસરથી બચાવે છે અને તેનું સેવન કરતી વ્યક્તિની પાચનક્રિયાને નિયમિત બનાવે છે. આ ઉપરાંત તેમાં પાલ્મિક એસિડ,લિનોબનાનેલિક એસિડ અને ઓલિક એસિડ હોય છે જે શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.

ઓલિવ ઓઈલ/ જૈતુનનું તેલ

image source

ઓલિવ ઓઈલનો ઉપયોગ ભારતમાં ખાસ નથી કરવામાં આવતો તેનો ઉપયોગ યુરોપમાં વધારે થાય છે. ઓલિવ ઓઈલમાં ફેટી એસીડનું પ્રમાણ ઘણું હોય છે. અને આ એસિડ હૃદય રોગના જોખમને શરીરથી દૂર રાખે છે. ડાયાબીટીસના દર્દીઓ માટે આ તેલ આશિર્વાદરૂપ છે. આ તેલ શરીરમાંની શર્કરાના પ્રમાણને સંતુલિત રાખે છે.

સરસિયાનું તેલ

image source

સરસિયાનું તેલ ખાસ કરીને ઉત્તર ભારતમાં સૌથી વધારે વપરાય છે અને ખાસ કરીને પંજાબ પ્રાંતમાં. સરસિયાના તેલમાં ફેટી એસિડ, બીટા કેરોટીન, કેલ્શિયમ, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્ત્વો સમાયેલા હોય છે. આ ઉપરાંત ઓમેગા 3 ફેટ અને ઓમેગા 6 સિવાયની બીજા બે જરૂરી ફેટનો પણ સમાવેશ થાય છે. સરસિયાનું તેલ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. તે કોલેસ્ટ્રોલને શરીરમાં સંતુલિત રાખવામાં મદદ કરે છે.

તલનું તેલ

image source

તલનું તે ગરમ હોય છે માટે તેને અમુક હદ સુધી અને અમુક સિઝન પુરતું જ ખાઈ શકાય છે. તલના તેલમાં કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે. માટે તેના સેવનથી હાડકા તેમજ દાંત મજબૂત બને છે. તે પાચન તેમજ હૃદયને સ્વસ્થ બનાવે છે. આ ઉપરાંત તે બાળકો માટે પણ ઘણું લાભપ્રદ છે. ખાસ કરીને બાળકને જો તલના તેલનું માલિશ કરવામાં આવે તો તેમના સ્નાયુઓ મજબુત બને છે.

બદામનું તેલ

image source

બદામનું તેલ અત્યંત મોંઘુ આવતું હોવાથી તેનો ઉપયોગ ખોરાકમાં કરવો વ્યવહારુ નથી. માટે બદામનું તેલ નહીં પણ તેના તેલના ગુણો મેળવવા બદામ જ આરોગવી જોઈએ. બદામનુ તેલ પેટની તકલીફો દૂર ભગાવે છે તેમજે આંતરડાના કેન્સરમાં પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત તે હૃદય માટે પણ લાભપ્રદ છે.

પામ ઓઈલ

image source

પામ ઓઈલનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. પામ ઓઈલમાં ટોકોટ્રાઇનોલ્સ હોય છે જે વિટામીન ઈનો મહ્ત્વનો સોર્સ છે. તે કેન્સર, તેમજ લોહીને લગતી બિમારીઓ વિગેરેથી રક્ષણ આપે છે, તે સ્કીન તેમજ ફર્ટીલીટી માટે પણ લાભપ્રદ છે. આ ઉપરાંત તેમાં પુષ્કળ પ્રમાણમાં વિટામીન ઇ હોવાથી અલ્ઝાઈમર, મોતિયો, અર્થરાઇટીસ, હૃદયરોગ તેમજ કેન્સર જેવી ગંભીર બિમીરીઓથી પણ મનુષ્યને દુર રાખે છે.

અળસિનું તેલ

image source

અળસી આપણે બધા જાણીએ છીએ તેમ ગુણોનો ખજાનો છે. અળસીને તમે તલની જેમ કાચી પણ ખાઈ શકો છો અને તેનો મુખવાસ બનાવીને પણ ખાઈ શકો છો. અળસીમાં વિટામીન ઈ અને ઓમેગા થ્રી પુષ્કળ પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત તેમાં શરીર માટે લાભપ્રદ એવા પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, આયર્ન, કોપર, પ્રોટીન, ઝિંક વિટામીન બી વિગેરે પણ હોય છે.

વનસ્પતિ તેલ

image source

વનસ્પતિ તેલનું સેવન તમારી ઉંમરમાં વધારો કરે છે. વનસ્પતિ તેલમાં પણ ઓમેગા-3નું પ્રમાણ વધારે હોય છે. તાજેતરના એક સંશોધન પ્રમાણે વનસ્પતિ તેલમાં પ્રોસ્ટેટ કેન્સરને ફેલાતા રોકવાના ગુણો સમાયેલા છે. માટે તેને ઘી કરતાં પણ વધારે સ્વસ્થ કહેવામાં આવ્યું છે.

નાળિયેર તેલ

image source

નાળિયેર તેલનો ઉપયોગ દક્ષિણ ભારતમાં સૌથી વધારે થાય છે. નાળિયેર તેલમાં ફેટનું પ્રમાણ નથી હોતું. નાળિયેર તેલમાં બનાવવામાં આવેલી વાનગીઓ આરોગવાથી ભુખ કાબુમાં રહે છે. નાળિયેર તેલ મેદસ્વીતા દૂર કરવામાં અત્યંત લાભપ્રદ સાબિત થાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version