રસોઈની વસ્તુઓને આવી રીતે કરો સ્ટોર, ક્યારેય નહિ થાય ખરાબ…

જે રીતે ઘરની સાફ-સફાઈ અને દરેક નાની નાની વાતનું ધ્યાન રાખવું આસાન બાબત નથી, તે રીતે ઘરમાં માત્ર રસોઈમાં ઉપયોગમાં થનારી વસ્તુઓને સાચવવું પણ બહુ જ જરૂરી છે. ખાણીપીણીનો સામાન બહુ જ સારી રીતે રાખવો જરૂરી છે, કેમ કે, તેમાં જો ધ્યાન રાખવામાં ન આવે, તો તે જલ્દી ખરાબ થઈ શકે છે. અનેકવાર તો આપણે વિચારીએ છીએ કે, આ ચીજો જ્યારે દુકાનદાર પાસે હોય છે, તો ખરાબ નથી થતી, પણ આપણી પાસે રાખીએ છીએ તો જલ્દી ખરાબ થવા લાગે છે, જેનાથી આપણુ જ નુકશાન થાય છે. તો ચાલો, આજે અમે તમને કિચનની કેટલીક સ્માર્ટ ટિપ્સ વિશે જણાવીશું, જે તમારા બહુ જ કામની છે.

ચોખાચોખા દરેક ઘરમાં બને છે, કેટલાક લોકો તો રોજ ઓછામાં ઓછા એકવાર તો ચોખા ખાય જ છે. ઘરમાં જો તમે મોટી માત્રામાં ચોખા લાવીને મૂક્યા છે, તો તમારે તેને સંભાળીને રાખવાની બહુ જ જરૂર છે. થોડા સમય બાદ તેમાં કીડા લાગવાની શરૂઆત થઈ જશે. જ્યારે પણ ચોખા સ્ટોર કરવાના હોય છે, તેને હંમેશા ઓક્સિજન ફ્રી કન્ટેનરમાં ભરીને રાખો. જેથી એક વર્ષ સુધી પણ સાચવવાથી તેને કંઈ જ નહિ થાય.

ડ્રાય ફ્રુટ્સડ્રાય ફ્રુટ્સ ખાવા હેલ્થ માટે બહુ જ સારા કહેવાય છે, કેમ કે તેની તાસીર ગરમ હોય છે. પરંતુ તેને સારી રીતે સ્ટોર કરવા બહુ જ જરૂરી છે. તેને લાંબા સમય સ્ટોર નથી કરી શકાતા, કેમ કે તેમાં સિલન આવી જાય છે, અને કીડા લાગવાની શરૂઆત થાય છે. તેને કીડાથી બચાવવા માટે ડ્રાય ફ્રુટ્સના ડબ્બામાં 2-3 લવિંગ નાખી દેવી.

મીઠુંમીઠામાં આમ તો બહુ જ જલ્દી સીલન આવી જાય છે. તેનું કારણ તેને બરાબર ન સાચવવું પણ હોય છે. મીઠાના ડબ્બામાં થોડા ચોખા નાખી લો, જેથી તે ભીના નહિ થાય.

મસાલા
મસાલા લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખવા માગો છો, તો તેને પ્લાસ્ટિકની બરણીમાં રાખવાને બદલે કાચના કન્ટેનરમાં રાખવાનું શરૂ કરી દો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી મેળવો ફક્ત અમારા પેજ પર. તમે લાઇક કર્યું કે નહિ..

ટીપ્પણી