રસોડામાં આ ભૂલો કરવાથી પસ્તાવું પડે છે જીંદગીભર, જાણો અને થઇ જાવો સાવધાન

મિત્રો, દરેક વ્યક્તિનુ જીવનમા એક જ સ્વપ્ન હોય છે કે, તે ખુબજ અથાગ પરિશ્રમ કરીને પોતાનુ એક સુંદર ઘર બનાવે અને તેમા પોતાના પરિવાર સાથે હસી-ખુશીથી રહે અને તેમને ઘરમા આવશ્યક તમામ સુખ-સુવિધાઓ પૂરી પાડે પરંતુ, હાલનો સમય અને પરિસ્થિતિ પ્રમાણે કોઈપણ વ્યક્તિ માટે ઘરનુ ઘર વસાવવુ અત્યંત મુશ્કેલ સાબિત થાય છે.

image source

આમ, તો જોવા જોઈએ તો આપણા ઘરના દરેક ભાગ આપણા માટે ખુબ જ મહત્વના છે પરંતુ, આપણા શાસ્ત્રોમા ઘરમા રસોઈઘરના વિભાગને અત્યંત વિશેષ મહત્વ આપવામા આવ્યુ છે. આપણા પૌરાણિક શાસ્ત્રો મુજબ આ ઘરનો એક વિશેષ ભાગ છે કે, જે આપણા અંગત જીવન સાથે પણ સંકળાયેલો છે. આપણા ઘરના રસોઈઘરમા થતી પ્રવૃતિઓ આપણા અંગત જીવનને પણ પ્રભાવિત કરે છે માટે રસોઈઘરમા ક્યારે કઈ પ્રવૃત્તિ કરવી તે અંગે વિશેષ સાવચેતી રાખવી.

image source

જો તમે રસોઈઘરમા કોઈપણ નાની એવી પણ ભૂલ કરો છો તો તેનો આપણા જીવન પર ખુબ જ વિશેષ પ્રભાવ પડે છે કારણકે, અગાઉ જેમ આપણે ચર્ચા કરી તેમ રસોઈઘર એ ઘરનો એક અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે, અહી જો કોઈ વસ્તુને યોગ્ય દિશામા ના રાખવામા આવે તો તે વસ્તુ પોતાની આસપાસ એક નકારાત્મક વાતાવરણ ઉત્પન્ન કરે છે અને તે નકારાત્મક ઉર્જા આપણા જીવનને પણ અસર કરે છે.

image source

જુદા-જુદા પૌરાણિક શાસ્ત્રો મુજબ જો તમારા ઘરમા રસોઈઘર અથવા તો રસોઈઘરમા રહેલી વસ્તુઓ યોગ્ય દિશામા ના હોય તો તમારે આવનાર સમયમા અનેકવિધ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે આ લેખમા અમે તમને ફેંગસુઈમા જણાવેલા અમુક વિશેષ નિયમો વિશે જણાવીશુ, જે અનુસાર તમારુ રસોઈઘર તથા રસોઈઘરની વસ્તુઓ ગોઠવવામા આવે તો તે તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે, તો ચાલો જાણીએ આ નિયમો વિશે.

image source

તમારા ઘરમા રસોઈઘર હમેંશા પૂર્વ અથવા તો દક્ષીણ દિશામા હોવુ જોઈએ કારણકે, આ બંને દિશાઓ વાયુ અને પ્રકાશનુ સંચાલન કરે છે. આ ઉપરાંત રસોઈઘરની દીવાલોનો રંગ હમેંશા સફેદ રાખવો. શાસ્ત્રો મુજબ રસોઈઘર માટે આ રંગ અત્યંત શુભ ગણાય છે. આ ઉપરાંત રસોઈઘરમા ક્યારેય પણ તૂટેલા વાસણો કે કાચ રાખવા નહિ તે શાસ્ત્રો મુજબ અશુભ ગણાય છે.

image source

આ ઉપરાંત જ્યારે રસોઈનું કામ પૂર્ણ થઇ જાય એટલે હમેંશા રસોઈઘરના દરવાજાને બંધ કરવાની આદત કેળવવી જેથી, કોઈપણ નકારાત્મક ઉર્જા તમારા ઘરમા પ્રવેશે નહિ. આ સિવાય ક્યારેય ભૂલથી પણ સાવરણી કે પોતુ રસોઈઘરમાં રાખવા નહિ, આમ કરવાથી આપણા ઘરમા અન્નની અછત સર્જાઈ શકે છે.

image source

રસોઈઘર ક્યારેય પણ ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે ના હોવું જોઈએ. આ સિવાય એઠવાડના વાસણો ક્યારેય પણ રસોઈઘરમા લાંબા સમય સુધી ના રાખવા જોઈએ, તે અશુભ ગણાય છે. આ ઉપરાંત રસોઈઘરમા ફ્રીજ હમેંશા પશ્ચિમ-દક્ષીણ દિશામા રાખવુ, તે શુભ ગણાય છે. જો તમે રસોઈઘર સાથે સંકળાયેલ આ બાબતોનુ ધ્યાન રાખો તો તમારા જીવનમા ક્યારેય પણ કોઈ મુશ્કેલી સર્જાતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ