જલ્સા કરોને જેંતીલાલ

રશ્મી દેસાઈને થઇ છે સ્કીનની પ્રોબ્લેમ, નથી દેખાઈ રહી કોઈપણ સીરીયલ કે એવોર્ડ ફંકશનમાં…

આ ગંભીર ચર્મરોગથી પીડાઈ રહી છે ટેલિવિઝ્ન સિરિયલસની ખૂબસૂરત અભિનેત્રી રશ્મી દેસાઈ, ઘરથી બહાર નીકળવાનું કરી દીધું છે બંધ…


ઉતરન ફેમ રશ્મી દેસાઈ ઘણાં વખતથી છે સ્ક્રીનથી ગાયબ… એક અલગ પ્રકારની સ્કીન ડિસીઝથી તે થઈ રહી છે હેરાન…

ઉતરન અને દિલ સે દિલ તક જેવી ટી.વી. સિરિયલોથી ખૂબ લોકચાહના મેળવેલી ચૂલબુલી અને આકર્ષક પર્સનાલીટીની માલિક એવી રશ્મી દેસાઈ છેલ્લા કેટલાય સમયથી લાઈમ લાઈટથી દૂર છે.

તે ઘણાવખતથી કોઈ જ સેલિબ્રિટી ન્યૂઝમાં કે એવોર્ડ ફંકશનમાં દેખાઈ નથી. એની પાછળ એક ગંભીર કારણ જાણવા મળ્યું છે. આવો તમને જણાવીએ કે તેની પાછળ શું કારણ છે?

તમને જાણીને નવાઈ લાગશે અને દુઃખ પણ થશે કે છેલ્લા થોડા સમયથી રશ્મી દેસાઈ સોરિયાસિસ જેવી ગંભીર ચામડીની બીમાથી પીડાઈ રહી છે.

આ એજ કારણ છે જેને લીધે તેણે સિરિયલમાં કામ કરવાનું તથા સોશિયલ મીડિયામાં એક્ટિવ થવાનું તેમજ સેલિબ્રિટિઝ ફંકશનમાં સામેલ થવાનું સાવ જ મૂકી દીધું છે.

આ વાતનો હાલમાં જ તેમણે જાતે જ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ કારણે જ તેમનું વજન પણ ખૂબ જ વધી ગયું છે. સોરિયાસિસમાં ચામડીમાં ગુલાબી રંગના ચાંઠાં પડી જાય છે અને સૂર્યના તાપમાં જેમ ગરમી વધે છે તેમ તેમને વધારે બળતરા અને પીડા પણ થાય છે.

રશ્મીએ જણાવ્યું કે મને ડિસેમ્બર મહિનામાં જ આ બીમારી વિશે ખ્યાલ આવ્યો. હાલમાં ચારેક મહિનાથી તેની ટ્રીટમેન્ટ કરાવી રહી છું.

આ સોરિયાસિસ ચામડીની એવી બીમારી છે જેને સાજા થતાં ખૂબ વાર લાગે છે અને ક્યારેક એવુંય બને કે તે બહુ જ સમય લઈ લે છે. જેની દવા લેવાથી મારું વજન પણ વધી ગયું છે.

તણાવને લીધે થઈ આ બીમારી

સામાન્ય રીતે આ બીમારી માનસિક તણાવને લીધે થાય છે. રશ્મીએ પણ એજ કહ્યું કે તેને પણ સ્ટ્રેસને કારણે પણ આ થયું છે. તેણે જણાવ્યું કે હું શોબીઝમાં છું. અહીં ચહેરો જ બધું છે.

તેમ છતાં તણાવથી દૂર રહેવાનું અમારા જેવા એક્ટર્સને માટે સહેલું નથી. અમારે સતત કેમેરા સામે મેકઅપ કરીને અભિનય કરવાનો રહે છે. તેથી જ આ રોગથી સંપૂર્ણપણે મુક્ત ન થવાય ત્યાં સુધી હું હાલમાં કેમેરાથી સદંતર દૂર જ રહીશ.

તમને જણાવીએ કે રશ્મી દેસાઈના લગ્ન થોડા સમય પહેલાં તેની લોકપ્રિય સિરિયલ ઉતરનના કો-સ્ટાર નંદિશ સંધૂ સાથે થયાં હતાં. પરંતુ આ પ્રેમ લગ્ન ટૂંક સમયમાં જ તૂટી ગયાં અને તેમના છૂટાછેડા થઈ ગયા હતા.

તે સમયે રશ્મીએ તેનાથી પતિએ મારપીટ કર્યાના કારણોને આગળ ધર્યા હતા પરંતુ નંદિશે આ બાબતનું સદંતર ખંડન કરીને નકારી હતી.

બની શકે કામનો બોજો અને લગ્ન સંબંધમાં નિષ્ફળતાને કારણે રશ્મી અતિશય સ્ટ્રેસમાં આવી ગઈ હશે અને આ જ કારણે તે સોરિયાસિસ જેવા રોગથી પીડાવા લાગી છે. ગેટ વેલ સૂન… રશ્મી…

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version