રાશિ ને અનુકૂળ વ્યવસાય પસંદ કરવા થી મળે છે સુખ સમૃદ્ધિ…

જ્યોતિષશાસ્ત્રમાં જે 12 રાશિઓ છે, તે દરેક રાશિઓના સ્વામી અલગ-અલગ હોય છે. જેમકે મેષ તથા વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. મિથુન તથા કન્યા રાશિનો સ્વામી બુધ છે. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર અને સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે. ધન અને મીન રાશિનો સ્વામી ગુરુ, તેમજ મકર અને કુંભ રાશિનો સ્વામી શનિ છે. જો તમારી રાશિ ના સ્વામી ને અનુકૂળ વ્યવસાય કરવા માં આવે તો બીજા કોઈ વ્યવસાય કરતા તે વ્યવસાય માં સરળતા થી વધારે સફળતા મળે છે તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. તો આવો જાણીએ તમારી રાશિ માટે કયો વ્યવસાય અનુકૂળ છે તથા કયો પ્રતિકૂળ.

મેષ (અ.લ.ઈ.) –


મેષ રાશિ ના જાતકો ગમે તેવી પરિસ્થિતિ માં ધીરજ પૂર્વક રસ્તો કાઢી શકે છે, નવો કાર્ય શરૂ કરવા માં હિંમતવાન હોય છે, પરંતુ આરંભે શૂરા અને પછી અધૂરા. એટલે કે નવું કાર્ય શરૂ તો કરી નાખે છે પરંતુ પછી તેને ધીરજ પૂર્વક જમાવટ કરવા માં પાછા પડે છે. મેષ રાશિ નો સ્વામી મંગળ છે, મંગળ પૃથ્વી પુત્ર કહેવાય છે, તે મુજબ આ રાશિ ના લોકો એ ખનીજો, કોલસો, ખેતી, જમીન, મકાન, વાહન, દવાઓ જેવી વસ્તુઓ માં ફાયદો થાય છે. તથા, લોખંડ, કેમિકલ, શેર સટ્ટા તથા ચામડા ના વ્યવસાય થી દૂર રહેવું જોઈએ.

વૃષભ (બ.વ.ઉ.)

વૃષભ રાશિ નો સ્વામી શુક્ર છે, તેની સાથે વૃષભ રાશિ માં ચંદ્ર ઉચ્ચ નો હોય છે. આ લોકોને ચાંદી, ચોખા, પ્લાસ્ટિક, ખાદ્ય તેલ, ઓટો પાર્ટસ, સૌંદર્ય સામગ્રી, અનાજ, કપડાં, અત્તર, દૂધ તથા દૂધથી બનેલી બનાવટો, તથા રત્નોના વ્યવસાય માં ફાયદો થાય છે.


મિથુન (ક.છ.ઘ.) –

આ રાશિના સ્વામી બુધ છે. બુધ ચંદ્રના શત્રુ ગ્રહ કહેવાયા છે. બુધ વ્યાપાર કરનાર ને લાભ આપનાર કહેવાય છે. આ રાશિના લોકોને સોનામાં રોકાણ ફાયદાકારક રહે છે. આ ઉપરાંત સ્ટીલ, પ્લાસ્ટીક, તેલ, સૌદર્ય સામગ્રી, સીમેન્ટ, ખનિજ પદાર્થ, પશુ, પૂજન સામગ્રી, વાદ્યયંત્ર, કાગળ, લાકડું, પીતળ, ઘઉં, દાળ, કપડા,વગેરોનો વેપાર કે આ ચીજોથી સંબંધિત રોકાણ લાભ આપનાર છે.

કર્ક (હ.ડ.) –

કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે. આ રાશિના લોકો ધંધાની સાથે નોકરીમાં પણ સફળ થાય છે. આ લોકોને સાકર, ચાંદી, ચોખા તથા કપડા ઉત્પાદન કરનારી કંપનિઓના શેર, પ્લાસ્ટિક, અનાજ, ખાદ્ય સામગ્રીઓ, આધુનિક ઉપકરણ, લાકડું, તાર, ફિલ્મો, બાળકોના રમકડાં, ફાયનાન્સ કંપનીઓમાં રોકાણ કરવું લાભદાયી રહે છે. વર્તમાનમાં શનિની અઢી વર્ષની પનોતી ચાલતી હોવાથી શેર તથા વાયદા બજારમાં રોકાણ બિલકુલ ન કરો.

સિંહ (મ.ટ.) –


આ રાશિના સ્વામી સૂર્ય છે. આ લોકો પોતાના વેપારમાં પણ સફળ થાય છે. સામાન્ય રીતે આ લોકોને નોકરી પસંદ નથી હોતી. તેને કપડા, ઔષધિઓ, સોનું, ઘઉં, રત્નો, સૌંદર્ય સામગ્રી, અત્તર, શેર તથા જમીન સંપત્તિમાં રોકાણ લાભદાયક છે. આ લોકોને ફિલ્મ્સ, પ્લાસ્ટિક, કેબલ, કાગળ, ખાદ્ય, ટેકનોલોજી ઉપકરણો, વાહન, સૌદર્ય સામગ્રી પદાર્થ વગેરેમાં લાભ રહે છે.

(કન્યા – પ.ઠ.ણ)

આ રાશિના સ્વામી બુધ છે. જે ચંદ્રમાથી શત્રુતા રાખે છે. આ લોકોને કેમીકલ, ફર્ટિલાઈઝર્સ, શિક્ષણ સંસ્થા, સોનું, ઔષધિઓ, ચામડાથી બનતો સામાન, ખેતી, ખેતીના ઉપકરણોથી કામ કરવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ ચીજોમાં રોકાણ પણ લાભદાયી થાય છે.


તુલા (ર.ત) –

આ રાશિના સ્વામી શુક્ર છે. શનિ આ રાશિમાં ઉચ્ચનો થાય છે અને આ સમય શનિ તુલામાં જ છે. આ રાશિના લોકોને લોખંડ, સીમેન્ટ, સ્ટીલ, દવાઓ, કેમીકલ, ચામડું, ફર્ટિલાઈઝર્સ, કપડાં, તાર, હોસ્પિટલ, કોલસા, રત્ન, પ્લાસ્ટિક, આધુનિક યંત્રો, તેલમાં રોકાણ કરવાથી ઉત્તમ લાભ પ્રાપ્ત થાય છે.

વૃશ્ચિક (ન.ય.) –


વૃશ્ચિક રાશિ નો સ્વામી પણ મંગળ છે, મંગળ પૃથ્વી પુત્ર કહેવાય છે, તે મુજબ આ રાશિ ના લોકો એ ખનીજો, કોલસો, ખેતી, જમીન, મકાન, વાહન, દવાઓ જેવી વસ્તુઓ માં ફાયદો થાય છે. તથા, લોખંડ, કેમિકલ, શેર સટ્ટા તથા ચામડા ના વ્યવસાય થી દૂર રહેવું જોઈએ. અત્યારે તમારા પર શનિની સાડાસાતી હોવાથી શેર, લોખંજ, ચામડુ, સોનું, ચાંદી, સ્ટીલ, લાકડું, લોખંડના ઉપકરણ, તેલમાં રોકાણ બિલકુલ ન કરો.

ધન (ભ.ફ.ધ.ઢ.) –

આ રાશિના સ્વામી ગુરુ છે. ગુરુ વ્યાપારિઓને ફાયદો આપનાર ગ્રહ છે. વિશેષ કરીને અનાજનો વેપાર કરવા માટે આ રાશિના લોકોને રોકાણ માટે પણ તે વસ્તુઓ પર ધ્યાન આપવું જોઈએ. દૂધ, આભૂષણો, રત્નો, અનાજ, કપાસ, ચાંદી, શાકર, ચોખા, ઔષધિઓ, દૂધથી બનેલા પદાર્થ, વાહન, ઔટોપાર્ટસ, કમ્પ્યુટર તથા કાગળ તથા તેમાં રોકાણ કરવાથી શુભ થાય છે.

મકર (ખ.જ) –


મકર રાશિના સ્વામી શનિ છે. શનિ ચંદ્રના શત્રુ કહેવાય છે. આ રાશિના લોકોને વનસ્પતિ, દવા, હોસ્પિટલ, કેબલ, તેલ, ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહન, ચિકિત્સાના ઉપકરણ, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર વ્લડ, ફિલ્મ્સ, નાટકમાં રોકાણથી લાભ થાય છે.

કુંભ (ગ.શ.સ.ષ.) –

આ રાશિના સ્વામી પણ શનિ જ છે તેથી મકરની જેમ જ તેમણે કરવું જોઈએ. આ રાશિના લોકોને પણ વનસ્પતિ, દવા, હોસ્પિટલ, કેબલ, તેલ, ખાદ્ય સામગ્રી, ઈલેક્ટ્રોનિક્સ સામાન, યંત્ર, ખનિજ પદાર્થ, ખેતી ઉપકરણ, વાહન, ચિકિત્સાના ઉપકરણ, વસ્ત્ર, અત્તર, સ્ટીલ, સૌંદર્ય સામગ્રી, ગ્લેમર વ્લડ, ફિલ્મ્સ, નાટકમાં રોકાણથી લાભ થાય છે.

મીન (દ.ચ.ઝ.થ.) –


આ રાશિના સ્વામી ગુરુ છે. ગુરુ ચંદ્રના મિત્ર છે. તેના રોકાણ માટે સિમેન્ટ, રેતી, તાંબું, પિત્તળ, આભૂષણો, રત્નો, અનાજ, કપાસ, ચાંદી, સાકર, ચોખા, ઔષધિઓ, સૌંદર્ય સામગ્રી, દૂધથી બનેલા પદાર્થ, સંદેશા વ્યવહાર ના સાધનો નો વ્યાપાર કરવો તથા આ ચીજોમાં રોકાણ કરવાથી ફાયદો થાય છે.

લેખન સંકલન : આનંદ ઠક્કર

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ