સાપ્તાહિક રાશિફળ : મે માસનું ત્રીજું સપ્તાહ એટલે કે 18થી 24 મેનો સમય કેવો છે બાર રાશિ માટે જાણો અહીં

સાપ્તાહિક રાશિફળ : મે માસનું ત્રીજું સપ્તાહ એટલે કે 18થી 24 મેનો સમય કેવો છે બાર રાશિ માટે જાણો અહીં

મેષ – સપ્તાહની શરૂઆતમાં ખૂબ દોડધામ રહેશે અને મુસાફરી પણ થશે. વધારાના ખર્ચના કારણે તમે આર્થિક સંકટ અનુભવશો. પરંતુ ગ્રહ પરિવર્તનના કારણે તમે સપ્તાહના મધ્ય ભાગમાં પ્રતિકૂળ સંજોગોથી છૂટકારો મેળવશો. સત્તાનો સંપૂર્ણ આનંદ પણ મળશે. તમારા કાર્ય પ્રત્યે ચિંતનશીલ રહો. સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય માટે જાગૃત રહો.

વૃષભ – ગ્રહોના પરિવર્તન તમારા માટે આશીર્વાદ સમાન રહેશે. કાર્ય અને વ્યવસાયમાં પ્રગતિની સાથે તમે સામાજિક કાર્યમાં પણ વધુ ભાગ લેશો. તેનાથી તમારી પ્રતિષ્ઠા પણ વધશે. જો તમારે કોઈ પણ પ્રકારની ચૂંટણી સંબંધિત નિર્ણય લેવો હોય તો અઠવાડિયું તે દૃષ્ટિકોણથી સારું રહેશે. સપ્તાહના મધ્યમાં મુસાફરી કરવી પડી શકે છે અને કોઈ અપ્રિય સમાચાર મળવાની પણ સંભાવના છે.

મિથુન – આ અઠવાડિયું તમારા માટે લાભકારી સાબિત થશે. કાર્યક્ષેત્રમાં, વ્યવસાયમાં પ્રગતિ થશે. શિક્ષણમાં પણ સ્પર્ધામાં સારી સફળતા મળશે. નોકરીમાં નવા કરાર થઈ શકે છે જેનાથી લાભ થશે. દંપતિ માટે સંતાન પ્રાપ્તિ અને પ્રાદુર્ભાવના યોગ છે. સપ્તાહના અંતે વધારે ખર્ચ, દોડધામ રહેશે. આર્થિક તંગી સર્જાઈ શકે છે તેથી સતર્ક રહો.

કર્ક – સપ્તાહનો દરેક દિવસ તમારા માટે સફળતા આપનાર સાબિત થશે. કોઈ દિવસ અશુભ નથી. ભાગ્ય પ્રગતિ કરશે, ધર્મની બાબતમાં પણ તમે આગળ વધીને ભાગ લેશો. વેપારીઓ માટે સમય સારો રહેશે. જે લોકો અગાઉ તમને નીચું દેખાડવા ઈચ્છતા હતા તે હવે તમને મદદ કરતાં થશે. પોતાની રણનીતી ગુપ્ત રાખવી.

સિંહ – આ સપ્તાહમાં તમારી આવકના સ્ત્રોતમાં વધારો થશે. ઘણા સમયથી અટકેલા પૈસા પાછા આવશે. હિંમત અને ઉત્સાહ વધશે. પરંતુ વડીલો અથવા ભાઈઓ સાથે મતભેદો ઉભા ન થાય તેનું ધ્યાન રાખો. ગુપ્ત શત્રુઓથી બચો અને કોર્ટ કચેરીની બાબતોને કોર્ટ બહાર પૂર્ણ કરવા વિચારો. વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ સારા સંબંધો રાખો.

કન્યા – તમારી રાશિમાં ગ્રહ ગોચરની સુસંગત સ્થિતીના કારણે તમારા દરેક પ્રશ્નોનું સમાધાન થશે. આ અઠવાડિયું વિદ્યાર્થીઓ માટે વરદાનથી ઓછું નથી. તેઓ સ્પર્ધામાં સારી સફળતા મેળવવા માટે ઘણી તૈયારી કરશે. નવા દંપતિ માટે સંતાન પ્રાપ્તિ સમાચાર મળી શકે છે. દુશ્મનનો પરાજિત થશે. કોર્ટ કેસમાં સફળતા મળશે.

તુલા- સપ્તાહની શરુઆતમાં કેટલીક કૌટુંબિક તકરાર અને માનસિક અશાંતિ જણાશે. કાળજીપૂર્વક મુસાફરી કરો. સપ્તાહના મધ્યમાં ગ્રહોમાં થયેલા પરિવર્તનના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સામે લડવામાં મદદ મળશે. સામાજિક પ્રતિષ્ઠા વધશે તમે કરેલા કાર્યોની પ્રશંસા થશે. માતાપિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક – શિક્ષણમાં સફળતાની દ્રષ્ટિએ સપ્તાહની શરૂઆત સારી રહેશે. નોકરીની નવી તકો આવશે.જો તમે નોકરી બદલવા અથવા નવો કરાર કરવા માંગો છો તો આ તકનો લાભ લો. સંતાન સંબંધિત ચિંતાઓથી તમને રાહત મળશે. સંતાન સુખ વધશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ વધશે અને લગ્નના પ્રસ્તાવ પણ આવી શકે છે.

ધન – સપ્તાહમાં ગ્રહો મિશ્ર પરિણામ આપશે. કોઈપણ મોંઘી ચીજવસ્તુ ખરીદશો. શક્તિ સાથે હિંમત પણ વધશે. પરંતુ ભાઈઓ સાથે મતભેદો ઊભા થવા ન દો. પ્રશ્નોનો કોર્ટ બહાર જ નિકાલ લાવો તો સારું રહેશે. લગ્ન સંબંધિત વાતોમાં સફળતા મળશે. બાળકની જવાબદારી વધશે. સપ્તાહના અંતે ગ્રહો તમારી તરફેણમાં રહેશે તે દરેક કામમાં સફળતા મળશે.

મકર – સપ્તાહની શરુઆતમાં ગ્રહ પરિવહન તમારા માન-સન્માનમાં વધારો કરશે. તમારા દ્વારા કરવામાં આવેલા તમારા નિર્ણય અને કાર્યની પ્રશંસા થશે. આ અઠવાડિયે વિદ્યાર્થીઓને મોટી સફળતા મળશે. તેથી પરીક્ષામાં વધુ સારા માર્ક્સ મેળવવાના પ્રયત્નોને ઝડપી બનાવો. નવો ધંધો શરૂ કરવા માટે સપ્તાહ સારું રહેશે.

કુંભ – સપ્તાહની શરૂઆત માનસિક તાણ સાથે થશે. તેમ છતાં તમે મોંઘી વસ્તુઓની ખરીદી કરશો. ઘરમાં વાહનની સંખ્યામાં વૃદ્ધિ થશે. રોજગાર માટે કરવામાં આવેલા પ્રયત્નો સાર્થક થશે. નોકરીમાં બઢતી અને નવા કરાર પર હસ્તાક્ષર કરવા જેવી ઘટન બનશે. વિદેશી કંપનીમાં નોકરી માટે અરજી કરવી હોય તો આ સમય ઉત્તમ છે.

મીન – સપ્તાહની શરૂઆતથી ગ્રહોના ગોચરમાં સુધારોએ તમારા માટે વરદાનથી ઓછું નહીં હોય. જો તમે સંપૂર્ણ ઊર્જાનો ઉપયોગ કરશો તો સફળતા મળવાની સંભાવના છે. હિંમત અને આત્મવિશ્વાસ રાખી આગળ વધો. કોર્ટ કેસ ચાલતો હશે તો નિર્ણય તમારી તરફેણમાં આવશે. જો કે સપ્તાહના અંતમાં કૌટુંબિક ઝગડા તમારી શાંતિમાં ખલેલ પહોંચાડશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ