જલ્સા કરોને જેંતીલાલ

સલામત ગુજરાતમાં આ શું થઈ રહ્યું છે, એકસાથે ભરૂચ-દ્વારકા અને રાજકોટમાં નરાધમોએ દુષ્કર્મ આચર્યું

સલામત ગુજરાતની વાતો આપણે કરતાં રહેશું અને એક તરફ હવસખોરો પોતાના કુકર્મો શરૂ જ રાખશે. ત્યારે સવાલ એ છે કે આખરે આ બધું ક્યાં સુધી? કારણ કે ભરૂચ અને દ્વારકામાં બાળકીઓ સાથે તો રાજકોટમાં વિદ્યાર્થીનીને નરાધમોએ પીંખી નાંખવાની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં આક્રોશનો માહોલ છે અને અફરાતફરી મચી ગઈ છે. ત્યારે હવે રાજકોટમાં વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. કોચિંગ ક્લાસિસમાં ગુરૂ દ્વારા જ વિદ્યાર્થી દુષ્કર્મનો ભોગ બની છે. રાજકોટની આ દુષ્કર્મની વધુ એક શરમજનક ઘટના સામે આવતા હાહાકાર મચી ગયો છે. કોચિંગ ક્લાસીસ સંચાલક પર પણ લોકો દ્યારા ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે.

image source

હાલની પરિસ્થિતિની વાત કરીએ તો MCW માસ્ટર કમ્પ્યુટર ક્લાસીસના શિક્ષકની અટકાયત કરવામાં આવી છે. પોલીસે માસ્ટર ક્લાસીસના શિક્ષક ભાર્ગવ દવેની અટકાયત કરી છે. આ અંગેની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાઇ હતી. ક્લાસીસ સંચાલકે વિદ્યાર્થિનીને ધમકી આપી હતી. દુષ્કર્મ આચરીને વિદ્યાર્થીને કહ્યું હતુ કે જો તે પોલીસમાં ફરિયાદ કરશે તો જોવા જેવી થશે. આરોપીની કોરોના રિપોર્ટ બાદ પોલીસ ધરપકડ કરશે. કંઈક એવી જ ઘટના ભરૂચના અંકલેશ્વર નજીક ગ્રામ્ય વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મની હિચકારી ઘટના સામે આવી છે.

image source

જો ભરુચની ઘટના વિશે વાત કરવામાં આવે તો 5 વર્ષની બાળકીને ફોસલાવીને શખ્સે કૃત્ય આચર્યુ હોવાનું સામે આવ્યું છે. બાળકીને ઈજાઓ થતાં સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ લવાઈ છે. દુષ્કર્મ આચરનાર નરાધમને ઝડપવા પોલીસ દોડતી થઈ છે અને અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે. એ જ રીતે દેવભૂમિ દ્વારકામાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. ગોકલપર ગામમાં 32 વર્ષના શખ્સે દુષ્કર્મ આચર્યુ છે. બે સંતાનોના પિતાએ બાળકી સાથે આવુ અધમ કૃત્ય આચર્યુ છે જો કે આરોપીને ગણતરીના કલાકોમાં કલ્યાણપુર પોલીસે ઝડપ્યો હતો.

આ આંકડા ઘણું બધું કહી જાય છે

image source

ઉલ્લેખનીય છે કે, 2012માં દિલ્હીમાં થયેલા નિર્ભયા ગેંગ રેપ અને 2019માં હૈદરાબાદમાં થયેલા દિશા ગેંગ રેપમાંથી આખા દેશે પદાર્થપાઠ શીખવા જેવો છે. પરંતુ લાગે છે કે અમદાવાદ શહેરે આ વાતને ગંભીરતાથી ધ્યાનમાં જ નથી લીધી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટીનું બિરૂદ, શુદ્ધ સ્ટ્રીટ ફૂડ, વાઈબ્રન્ટ કલ્ચર, આ અનેક કારણસર અમદાવાદ આખા દેશમાં વખાણય છે. પરંતુ ગુજરાત વિધાનસભામાં અમદાવાદમાં નોંધાયેલા બાળાત્કારના આંકડા જાણીને અમદાવાદી તરીકે તમારી ગર્વથી જે છાતી ફૂલતી હતી તેના બદલે માથુ શરમથી ઝૂકી જશે. છેલ્લા પાંચ વર્ષમાં બાળાત્કારના સૌથી વધારે કેસ સાથે અમદાવાદ ગુજરાતનું રેપ કેપિટલ બની ગયું છે.

image source

કરોબેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરના પ્રશ્નનો જવાબ આપતા રાજ્ય સરકારે જણાવ્યું કે 1 જુલાઈ 2014થી 30 જૂન 2019 સુધી આખા રાજ્યમાં સૌથી વધારે રેપ કેસ અમદાવાદ શહેરમાં ફાઈલ થયા છે. અમદાવાદમાં 860 કેસ નોંધાયા છે. જિલ્લાઓની વાત કરીએ તો 1046 જિલ્લા સાથે અમદાવાદ ટોચે છે. તેમાં ગ્રામીણ અમદાવાદમાં 184 અને વેસ્ટર્ન રેલવે અમદાવાદ ડિવિઝનમાં 2 કેસ નોંધાયા છે.બીજા ક્રમે 911 કેસ સાથે સુરત આવે છે. તેમાં 759 કેસ શહેરમાં અને 152 ગામડામાં નોંધાયા હતા. 420 કેસ સાથે બનાસકાંઠા ત્રીજા ક્રમે, 391 કેસ સાથે રાજકોટ ચોથા ક્રમે આવે છે. રાજકોટમાં 261 કેસ શહેર અને 130 બાકીના જિલ્લામાં નોંધાયા હતા. આખા રાજ્યના સૌથી વિશાળ જિલ્લા કચ્છમાં પાંચ વર્ષમાં 359 બાળાત્કારના કેસ નોંધાયા હતા.

image source

કચ્છ પૂર્વમાં 216 અને પશ્ચિમમાં 143 કેસ નોંધાયા હતા. વડોદરા જિલ્લામાં 215 કેસ નોંધાયા હતા. તેમાંથી 131 શહેર, 79 ગામડામાં અને 5 વડોદરા વેસ્ટર્ન રેલવે ડિવિઝનમાં નોંધાયા હતા. છોટા ઉદેપુરમાં 209 કેસ, દાહોદમાં 205, જામનગરમાં 191, ભરૂચમાં 178, ભાવનગરમાં 152 અને વલસાડમાં 147 કેસ નોંધાયા હતા.સરકારના ડેટા મુજબ અમદાવાદ શહેરમાં દર બે વર્ષે રેપના ગુનામાં વધારો જોવા મળે છે. જુલાઈ 2014-જૂન 2015 વચ્ચે શહેરમાં 147 કેસ નોંધાયા હતા. જુલાઈ 2015-જુન 16માં આ સંખ્યા ઘટીને 128 થઈ ગઈ હતી. પછીના વર્ષે સંખ્યા વધીને 193 થઈ ગઈ હતી. જુલાઈ 2017-18માં સંખ્યા ઘટીને 177 થઈ ગઈ હતી અને ફરી જુલાઈ 2018-જૂન 2019માં વધીને 215 થઈ હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version