શું તમે પણ રણવીરના ફેન છો? તો વાંચો કેટલી મેહનત કરી છે પદ્માવતી પિક્ચર માટે….

એ તો માનો છો કે પદ્યાવતી પોસ્ટરમાં અભિનેતા રણવીર સિંહના બાઇસેપ્સને જોઇને તમે ચોંકી ઉઠ્યા હશો. સંજય લીલા ભણસાલીની ઐતિહાસિક ફિલ્મ પદ્માવતીની રિલીઝને એક મહિનાથી ઓછો સમય રહી ગયો છે. જેમાં રણવીર સિંહના બાઇસેપ્સના પોસ્ટર વધુ લોકપ્રિય થયા છે. જેમાં તેમણે અલાઉદ્દીન ખિલજીનું પાત્ર ભજવ્યું છે.

જો તમે રણવીર સિંહના ફેન છો અને તેમને ઇંસ્ટાગ્રામ પર તેમને દિલથી ફોલો કરો છો, તો તમને યાદ હશે કે જૂન 2017 સુધી રણવીર દુબળા હતા. તો અચાનક આમ કેવી રીતે થઇ ગયું જેથી રણવીર સિંહ આજે આવા દેખાય છે. આ બધુ ફક્ત ડાયટ અને સિટ અપ્સનો કમાલ નથી પરંતુ મુસ્તફાએ આપેલી ટ્રેનિંગનું પરિણામ છે.

અહમદ, તે માણસ છે જેમણે રણવીરને ટ્રેનિંગ આપી છે

અહમદે રણવીરને ટ્રેનિંગ આપતાં પહેલાં અભિનેતા રિતિક રોશનને પણ ટ્રેનિંગ આપી હતી. વોગ ઇંડિયાના ઇન્ટરવ્યૂમાં અહમદે જણાવ્યું કે તેમણે રણવીરની ફિટનેસને ધ્યાનમાં રાખતાં તેમને કેટલાક મૂવમેંટ પેટર્ન્સ, તાકાત માટે મોબિલિટી ડ્રિલ્સની સાથે હાઇ ઇંટેસિટી ઇન્ટરવલ ટ્રેનિંગની સાથે પુશઅપ્સ, ડેડલિફ્ટ અને સ્કવાટ કરાવ્યા.

અઠવાડિયાના 6 દિવસ કરતા હતા વર્કઆઉટ

આ બધી એક્સરસાઇઝ રણવીરના શરીરમાં લચીલાપણું લાવવા અને અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં લાવવા માટે કરાવવામાં આવી. આ સાથે રણવીરને અઠવાડિયામાં છ દિવસ, દિવસમાં બે વખત વર્કઆઉટ કરાવવામાં આવ્યું. જેથી અલાઉદ્દીન ખિલજીના પાત્રમાં ઢળી જાય.

સવાર-સાંજ બંને સમય કરતા હતા કસરત

સામાન્ય રીતે સવારે રણવીરને 20-25 મિનિટ માટે કાર્ડિયો કરાવવામાં આવે છે અને 40-45 મિનિટ સુધી કસરત કારણ કે સવારે રણવીરની પાસે ટાઇમ હોતો નથી. ત્યારબાદ સાંજે ટ્રેનિંગ આપવામાં આવતી હતી જે દોઢ કલાકની રહેતી હતી. જેમાં હેવી વેટ લિફ્ટિંગ કરાવવામાં આવતી હતી. આ ઉપરાંત મુસ્તફાએ રણવીરને અઠવાડિયામાં એક દિવસ રજા પણ આપી હતી. જેમાં રણવીર કસરત કરવા ઇચ્છે તો તેમને સ્વિમિંગ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ સાથે જ મુસ્તફા રણવીરની ડાઇટનું પણ ધ્યાન રાખતા છે.

જેમાં તેમને દરરોજ શું જમવાનું છે તે અંગે હતું. એટલું જ નહી પદ્માવતીના શૂટિંગ પહેલાં તેમના જમવામાંથી ખાંડને હટાવી દેવામાં આવી હતી. અને તેમને તે જમવાનું આપવામાં આવતું હતું જેનાથી તેમને તાકાત મળે.

ફક્ત બે દિવસ ખાતા હતા પોતાની મનપસંદગીનું ભોજન

પરંતુ આ બધાની સાથે સાથે રણવીરને પોતાની પસંદગીનું ભોજન ખાવાની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં રણવીર અઠવાડિયામાં બે દિવસ પોતાની પસંદગીનું કંઇપણ ખાઇ શકતા હતા. તેમાં મુસ્તફાએ કહ્યું કે પહેલાં તેમને અઠવાડિયામાં બે દિવસ કંઇપણ પોતાની પસંદગીનું ખાવાની પરવાનગી આપી હતી. ત્યારબાદ તે જ ખાવાનું અઠવાડિયાના ગમે તે દિવસ ખાઇ શકતા હતા. આ દિવસોમાં તેમને ખાંડ અને જંકફૂડ પણ ખાવાની પરવાનગી હતી.

સૌજન્ય : બોલ્ડ સ્કાય 

શેર કરો આ વાત તમારા રણવીર ઘેલા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી