રણવીરે શર્ટ પહર્યા વગરનો ફોટો કર્યો શેર, જોઇ લો બાળપણમાં કેવો લાગતો હતો તે

રણવીર સિંઘે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર નાનપણનો એક ફોટો શેર કર્યો છે. એ ફોટોમાં એ કુસ્તીબાજ હલ્ક હોગનની માફક પોઝ આપતા નજરે ચડે છે.

બૉલીવુડમાં આમ તો એવા ઘણા કલાકારો છે જે પોતાના ચાહક વર્ગને ખુશ રાખવા માટે મસ્તીમજાક કરતાં રહે છે. પરંતુ એક એક્ટર એવો પણ છે જે પોતાની વિચિત્ર ફેશન અને મસ્તી સાથે હંમેશા ઊર્જાથી ભરેલો રહે છે. બૉલીવુડના યઅ ખિલજી એટલે કે રણવીર સિંઘ બહુ જ વધારે મનોરંજન આપતો રહે છે. એની ફિલ્મો હોય કે કોઈ એવોર્ડ ફંક્શન કે પછી સોશિયલ મીડિયા ઉપર ચાહકો માટે શેર કરેલી કોઈ પોસ્ટ, એ દરેક જગ્યાએ પોતાના અલગ અંદાજ દ્વારા લોકોના દિલમાં એક અલગ જગ્યા બનાવી જ લે છે.

image source

લોકડાઉનના યઅ દિવસોમાં રણવીર સિંઘ જૂની યાદોને મમળાવી રહ્યા છે. હમણાં જ રણવીરે સોશિયલ મીડિયા ઉપર એક ફોટો શેર કર્યો જેમાં તે wwf જે હવે wwe તરીકે ઓળખાય છે તેના એક પ્રખ્યાત કુસ્તીબાજ હલ્ક હેગનની માફક પોઝ આપતો નજરે ચડે છે.

image source

રણવીર સિંઘ અત્યારના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર ઘણા સક્રિય છે. તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ ઉપર જે ફોટો શેર કર્યો છે તે ઘણો જૂનો છે. એ ફોટો જોઈને કોઈ પણ અંદાજ લગાવી શકે કે આ અભિનેતા હલ્ક હોગનનો કેટલો મોટો ચાહક રહી ચૂક્યો હશે. આજે બહોળો ચાહકગણ ધરાવતો અભિનેતા પોતે જ હલ્કનો દીવાનો રહી ચૂક્યો છે.

રણવીર સિંઘે યઅ ફોટો શેર કરતા તેના ઉપર લખ્યું છે કે, “ તમે શું કરશો, જ્યારે હલ્કમેનિયાનું ખુમાર તમારા ઉપર ચડી જાય!! એ સમયે જ્યારે wwf જ જિંદગી બની ગયું હતું ત્યારે આનું પોસ્ટર મારા ઓરડાની દીવાલો ઉપર હતું.”

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

રણવીર સિંઘના આ ફોટો ઉપર ઘણા સેલેબ્રિટીએ કોમેન્ટ્સ કરી છે. બધાને રણવીરનું યઅ રૂપ અને જોશ જોઈને હસવું આવી રહ્યું છે.

જો કે હમણાં જ રણવીરે પોતાની ઇન્સ્ટા સ્ટોરીમાં એક નવો ફોટો પણ શેર કર્યો છે, જએઅ તેમનું રૂપ બિલકુલ બદલાયેલું દેખાય છે. એ ફોટોમાં રણવીરે સુદ્રઢ શરીર બનાવ્યું છે. લોકોને તેમનો યઅ અવતાર ઘણો પસંદ પડ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

કામ અંગે વાત કરીએ તો રણવીર ટૂંક સમયમાં તેની પત્ની દિપીકા સાથે ફિલ્મ “૮૩”માં દેખાશે.આ ફિલ્મ ૧૯૮૩ માં ભારતીય ક્રિકેટ ટીમની વર્લ્ડકપ ઉપરની ઐતિહાસિક જીત ઉપર બની છે. જેમાં રણવીર મહાન ક્રિકેટર કપિલ દેવના રોલમાં નજરે ચડશે. દિપીકા ફિલ્મમાં પણ તેની પત્નીનો એટલે કે કપિલ દેવની પત્નીનો રોલ નિભાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ