રણવીર-દીપિકાના લગ્નની તારીખ નક્કી થઈ, આ દિવસે લેશે સાત ફેરા, મુંબઈમાં રાખવામાં આવ્યું છે ગ્રાંડ રિસેપ્શન

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેમના ફેન્સ તે સમાચારની ક્યારની રાહ જોઈ રહ્યા હતા કે દીપિકા અને રણવીર ક્યારે લગ્નનાં બંધનમાં જોડાશે. તેવામાં જે સમાચાર સામે આવી રહ્યા છે જે તેમના ફેન્સ માટે એક ખુશખબરી સાબીત થઈ રહી છે.

ranveer deepikaરણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે. લગ્નની તારીખ થોડાક દિવસ પહેલા જ નક્કી થઈ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે બે-ત્રણ દિવસ પહેલા જ દીપિકા પાદુકોણે પણ રણવીર સિંહના ફોટા પર ‘mine’એટલે ‘મારું’ લખીને પોતાના સંબંધને સમગ્ર દુનિયાની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

Deepika and Ranveerસૂત્રોના જણાવ્યા અનુસાર, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્ન 10 નવેમ્બરે થવાના છે. બંનેના લગ્ન દક્ષિણ ભારતીય રીત-રિવાજ થી કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર, બંનેના પરિવાર ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ પ્લાન કરી રહ્યા છે, પરંતુ તેવું ન થઈ શક્યું. જો કે, એ વાત તો લગભગ નક્કી જ છે કે વિરાટ-અનુષ્કાની જેમ દીપિકા-રણવીર પણ મુંબઈમાં રિસેપ્શન પાર્ટી રાખશે.

Ranveer, Deepikaવર્ષની શરૂઆતમાં એવી માહિતી આવી હતી કે રણવીર-દીપિકાએ લંડનમાં એક બંગ્લો પણ ખરીદ્યો છે. તેના પછી માર્ચમાં વેબસાઈટ સ્પોર્ટબોયનો દાવો છે કે દીપિકા પાદુકોણ રણવીર સિંહના માતા-પિતાની સાથે લંડન ગઈ જ્યાં ત્રણેય લગ્નની શોપિંગ સાથે કરી હતી. દીપિકા પાદુકોણની પાસે અત્યારે એક જ ફિલ્મ છે, જેનું શૂટિંગ ઈરફાન ખાનના ઈલાજના કારણે નથી થઈ રહ્યું. તો બીજી બાજુ રણવીર સિંહ અત્યારે હૈદરાબાદમાં ફિલ્મ ‘સિમ્હા’ નું શૂટિંગ કરી રહ્યો છે.

Ranveer, Deepikaથોડાક દિવસ પહેલા દીપિકા પોતાની માં ની સાથે મુંબઈમાં એક જ્વેલરીની દુકાનમાં જોવા મળી હતી. તેના પછી ફરીથી દીપિકા-રણવીરના લગ્નની ચર્ચા થવા લાગી. દીપિકા પાદુકોણના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, છેલ્લા કેટલાય દિવસથી રણવીર અને દીપિકા જ્યારે શ્રીલંકા ગયા હતા ત્યારે બંનેની રોકાની રસમ થઈ ગઈ હતી. તે સમયે બંનેના પરિવારના લોકો પણ હાજર હતા.

deepika ranveer marriageરણવીર અને દીપિકા પાદુકોણ પણ વિરાટ-અનુષ્કાની જેમ થીમ પર એક એડનું શૂટિંગ કરવાના છે. જે કંપની માટે વિરુષ્કાએ એડ કરી હતી, તે બ્રાંડનો પ્રચાર કરતા દીપવીર પણ જોવા મળશે. આમ તો દીપિકા-રણવીરના લગ્નને લઈને ઘણી માહિતી સામે આવી રહી છે, પરંતુ બંનેમાંથી કોઈ એક પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. તેમજ તેઓ લગ્ન કરવાના છે કે નહીં તેના વિશે પણ કહીં કહેવા નથી માંગતા.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી