ગોલ્ડન કલરના ચળકતા કપડામાં રણવીરને ના ઓળખી શક્યુ કોઇ એરપોર્ટ પર, તસવીરોમાં જોઇ લો તમે પણ

રણવીર સિંઘે ફરી એકવાર એરપોર્ટ પર બતાવ્યો પોતાનો અતરંગી અંદાજ

રણવીર સિંઘ અને બોલીવૂડના જાણીતા સ્ટાર્સ જેવા કે વિકી કૌશલ, આલિયા ભટ્ટ, વરુણ ધવન, કરણ જોહર, આયુષ્માન ખુરાના બધા જ આસામમાં આયોજીત ફિલ્મ ફેર અવોર્ડમાં હાજરી આપીને રવીવારે મુંબઈ પરત આવી પહોંચ્યા હતા. તેમને કલિના એરપોર્ટ પર જોવામા આવ્યા હતા. પાપારાઝી તેમની તસ્વીરો ક્લીક કરવા રાહ જ જોઈ રહ્યા હતા.

image source

આ બધામાં રણવીરનું ડ્રેસીંગ ઉડીને આંખે વળગે તેવું અરે કહો કે તમારી આંખો અંજાઈ જાય તેવું રહ્યું હતું. રણવીરને તેના વસ્ત્રો માટે અવારનવાર સોશિયલ મિડિયા દ્વારા ટ્રોલ કરવામાં આવે છે. કારણ કે તે હંમેશા અતરંગી વસ્ત્રોમાં જ જોવા મળતો હોય છે. નોર્મલ વસ્ત્રોને તો જાણે તેની સાથે કોઈ જ લેવા દેવા ન હોય.

તમને જણાવી દઈએ કે રનવીર એરપોર્ટ પર ગોલ્ડન આઉટફીટમાં જોવામાં આવ્યો હતો જેના પર તેણે બ્લેક હેટ અને મોટા શૂઝ પહેર્યા હતા અને તેના હાથમાં એક બૂમબોક્ષ હતું. રણવીરે પાપારાઝીને ખુશખુશહાલ મુદ્રામાં પોઝ આપ્યા હતા અને સામે પાપારાઝી પણ તેને ચીયર કરીને ઉત્સાહ પુરો પાડી રહ્યા હતા.

રણવીરના આ ગોલ્ડન લૂકના કારણે તેને સોશિયલ મિડિયા પર ઘણો ટ્રોલ પણ કરવામા આવી રહ્યો છે. ફેન્સ એ જાણવા આતુરતા દર્શાવી રહ્યા ચે કે રણવીરના આ ગોલ્ડન આઉટફીટનું ડીઝાઈનર કોણ છે.

image source

તમને જણાવી દઈએ કે રણવીરે બેસ્ટ એક્ટરનો ફિલ્મફેર અવોર્ડ જીત્યો છે. જે તેને તેની ફિલ્મ ગલીબોયના રેપરના પાત્ર મુરાદ માટે મળ્યો છે. તેણે આ અવોર્ડ ફંક્શનમાં એક પર્ફોમન્સ પણ આપ્યું હતું જે આરડી બર્મનને ટ્રીબ્યુટ કરવામાં આવ્યું હતું.

ઝોયા અખ્તરની ફિલ્મ ગલી બોયે ફિલ્મફેરના લગભગ દરેક મોટા અવોર્ડ જીતી લીધા હતા જેમાં બેસ્ટ ફીલ્મના અવોર્ડનો પણ સમાવેશ થાય છે. આલીયાને પણ આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો છે. તેણીને એરપોર્ટ પર કેઝ્યુલ વસ્ત્રોમાં જોવામાં આવી હતી.

image source

રનવીરના એરપોર્ટ આવ્યા બાદ આયુશમાન ખુરાનાને પણ તેની પત્ની તાહીરા કશ્યપ સાથે એરપોર્ટ પર જોવામા આવ્યો હતો. આયુષ્માનને બેસ્ટ એક્ટર (ક્રીટીક્સ) અવોર્ડ તેની ફિલ્મ આર્ટીકલ 15 માટે મળ્યો હતો. આ ફીલ્મે ક્રીટીક્સ અવોર્ડમાં બાજી મારી છે આ ફીલ્મને બેસ્ટ ફીલ્મ (ક્રીટીક્સ)નો અવોર્ડ પણ મળ્યો હતો. આયુષ્માનની પત્ની તાહીરાની વાત કરીએ તો તેણીએ રવિવારે ડીઝાઈનર પુજા શ્રોફના ફેશનશોમાં લહેંગામાં રેમ્પવોક કરી હતી. તમને જણાવી દઈએ કે હાલ મુંબઈમાં લેક્મે ફેશન વિક ચાલી રહ્યું છે.

image source

ફીલ્મ ફેર અવોર્ડની મુખ્ય લાઈમલાઇટ રહ્યા હતા રનવીર સિંઘ અને આયુષ્માન ખુરાના. આ બન્નેએ આ ઇવેન્ટ પહેલાં ભાંગડા પણ કહ્યા હતા. તે બન્નેની ભાંગડા કરતી વિડિયો પણ સોશિયલ મિડિયા પર શનિવારે વાયરલ થઈ હતી.

તમને જણાવી દઈએ કે વિકી કૌશલે ફિલ્મ ફેર અવોર્ડને હોસ્ટ કર્યો હતો અને આયુષ્માન બાદ તે પણ એરપોર્ટ પર જોવા મળ્યો હતો અને ત્યાર બાદ વરુણ ધવન અને કરણ જોહર પણ જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ