જલ્સા કરોને જેંતીલાલ

“૨૦૧૩થી મારી પાછળ પડ્યો હતો રણવીર… હજુ પણ કંઈ જ બદલાયુ નથી” – દિપીકા..

2013થી રણવીરની દીપિકા પર નજર હતી, વાયરલ થઈ રહી છે 7 વર્ષ જુની તસ્વીર, દીપીકાએ કમેન્ટ કરી “સાત વર્ષમાં કશું જ નથી બદલાયું”

image source

રણવીર સિંહે તાજેતરમાં પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી સાત વર્ષ જુની તસ્વીર. આ તસ્વીર સંજય લીલા ભણસાળી નિર્મિત-દીગ્દર્શીત ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલાના સેટ પરની હતી.

image source

આ ફિલ્મમાં પહેલીવાર દીપિકા અને રણવીરે સાથે કામ કર્યું હતું. અને ત્યારથી જ રણવીર દીપિકાનો દિવાનો થઈ ગયો હતો.

image source

લગ્ન પહેલાં કે લગ્ન પછી દીપવીરની જોડીએ હંમેશા તેમના ફેન્સને રોમાન્સના અવનવા લક્ષ્યો પુરા પાડ્યા છે. તેઓ જાહેરમાં પોતાના પ્રેમને અભિવ્યક્ત કરતાં જરા પણ સંકોચાતા નથી. પછી તે મસ્તીની પળ હોય કે કોઈ ભાવનાત્મક પળ હોય તેઓ હંમેશા એકબીજાના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે.

image source

ગત સોમવારે 34 વર્ષીય રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને દીપીકાની રામ-લીલા ફિલ્મના સેટ પરની એક તસ્વીર શેયર કરી હતી જેમાં રણવીર જે રીતે દીપિકાને જોઈ રહ્યો હતો તે કારણે આ તસ્વીર સોશિયલ મિડિયામાં ઝડપથી વાયરલ થઈ રહી છે.

પણ આ તસ્વિર પર દીપિકાએ જે કમેન્ટ કરી હતી તેણે બધાનું દીલ જીતી લીધું હતું. તસ્વીરમાં જોઈ શકાય છે તેમ બન્ને લીડ એક્ટર્સ તેમજ તેમનું ક્રૂ શુટીંગ વચ્ચે બ્રેક લઈ રહ્યું છે અને તે દરમિયાન રણવીર દિપીકાની પીઠ તરફ તાકીને જોઈ રહ્યો છે. રણવીરે તસ્વીર શેયર કરતાં લખ્યું હતું, “આ તસ્વીરને કોઈ જ કેપ્શનની જરૂર નથી. LOL !”

image source

જ્યારે દિપિકાએ કંઈક આમ કમેન્ટ કરી હતી, “અને છેલ્લા સાત વર્ષમાં કશું જ બદલાયું નથી #eysonme # eyesonyou.” જેનો અર્થ થાય છે આજે પણ દીપીકાને રણવીર આજ દીવાની નજરે જુએ છે.

જુઓ તસ્વીર, અને તમે જ જણાવો છે ને રણવીર વર્ષોથી દીપિકાનો દીવાનો !

image source

પત્ની દીપિકાએ તો કમેન્ટ કરી જ પણ સાથે સાથે ઘણી બધી ફિલ્મી હસ્તીઓ પણ આ તસ્વીર પર કમેન્ટ કરતાં પોતાની જાતને નહોતી રોકી શકી. આયુષમાને હા…હા..હા.. લખ્યું હતું તો પરિણિતિ ચોપરા, અમૃતા ખાન વિલ્કર, જેકલીન ફર્નાન્ડીઝ, હુમા કુરેશી, સાકિબ સલિમ વિગેરે પણ કમેન્ટ્સ કરી હતી.

image source

દીપિકા અને રણવીરના લગ્નને વર્ષ પુરુ થવામાં થોડા જ દિવસોની વાર છે. અને અત્યારથી તેઓ પોતાની પ્રથમ એનિવર્સરી કેવી રીતે ઉજવશે તેની અટકળો મિડિયામાં શરૂ થઈ ગઈ છે. 2018ના નવેમ્બર મહિનાની 14મી તારીખે આ સિઝલીંગ કપલે પ્રભુતામાં પગલા પાડ્યા હતા. તેમણે એકબીજાને છ વર્ષ સુધી ડેટ કર્યા હતા.

image source

અત્યાર સુધીમા તેઓ એક સાથે સંજય લીલા ભણસાળીની ફિલ્મ ગોલીયોકી રાસ લીલાઃ રામ-લીલા તેમજ બાજીરાવ મસ્તાનીમાં જોવા મળ્યા હતા અને હવે આવતા વર્ષે તેઓ ફરી એકવાર પતિ-પત્ની તરીકે ફિલ્મ 83માં જોવા મળશે. જેમાં રણવીર કપીલ દેવ અને દીપીકા કપીલ દેવની પત્ની રોમી દેવનું પાત્ર ભજવી રહી છે.

image source

દીપવીરની જોડી સોશિયલ મિડિયા પર પોતાના પ્રેમને અભિવ્યક્ત કરવાનું તો નથી ચૂકતા પણ સાથે સાથે તેઓ એકબીજાની ટાંગ ખેંચવનો પણ મોકો ચુકતા નથી.

થોડા દિવસો પહેલાં રણવીરે એલ બ્યૂટી અવોર્ડ વખતના લૂકને પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કર્યો હતો ત્યારે દીપિકાએ એવી કમેન્ટ કરીને રણવીરની ટાંગ ખેંચી હતી કે, રણવીરે તેણીની બ્રોન્ઝરની આખી બોટલ પોતાની છાતી પર વાપરી લીધી હતી.

image source

દીપવીર બન્ને પોત પોતાની કેરિયરમાં લગ્ન બાદ પણ પહેલાં જેટલા જ વ્યસ્ત છે. દીપિકા મેઘના ગુલઝાર દીગ્દર્શીત ફિલ્મ છપક કરી રહી છે જેમાં તેણી એસિડ એટેક પિડિતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 2020ના જાન્યુઆરીમાં રિલિઝ થવા જઈ રહી છે. આ સિવાય તેણી ભવિષ્યમાં એક ડાર્ક રોમેન્ટિક ફિલ્મ પણ કરવા જઈ રહી છે.

image source

તેમજ તેના પતિ સાથેની ફિલ્મ 83 તો ખરી જ. તો વળી રણવીરના હાથમાં પણ ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. તે કબીર ખાનની 83માં જોવા મળશે આ ઉપરાં કરણ જોહરની મહત્વાકાંક્ષી ફિલ્મ તખ્તમાં પણ જોવા મળશે અને રોહિત શેટ્ટીની સુર્યવંશીમાં પણ જોવા મળશે.

image source

આ સિવાય થોડા સમય પહેલાં તે સંજલ લીલા ભણસાળીની ઓફિસે પણ જોવા મળ્યો હતો તો બની શકે કે તેની અન્ય ફિલ્મમાં ભણસાળીની જ કોઈ ફિલ્મનો સમાવેશ થતો હોય.

image source

ગયા વર્ષે રણવીર દીપિકાના લગ્નએ સમગ્ર બોલીવૂડમાં ધમાલ મચાવી દીધી હતી. તેમણે લગ્ન એક ખુબ જ અંગત રિતે પોતાના નજીકના મિત્રવર્તુળ તેમજ સગાસંબંધીઓની હાજરીમાં ઇટાલિમાં આવેલા દુનિયાના સૌથી રોમેન્ટીક ડેસ્ટીનેશન એવા લેક કોમોમાં કરેલા જ્યાં હોલીવૂડ સેલિબ્રિટીઝ જેવા કે જ્યોર્જ ક્લુની, એમિલિ બ્લન્ટ અને જોહ્ન ક્રેસિન્સ્કી વિગેરેએ પણ લગ્ન કર્યા છે.

image source

આ સિવાય મુકેશ અંબાણીની દીકરી ઇશા અંબાણીની પ્રિ વેડિંગ પાર્ટી પણ લેક કોમો ખાતે થયેલી હતી. લગ્ન બાદ તેમણે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પણ આયોજીત કર્યું હતું.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version