જલ્સા કરોને જેંતીલાલ

રાની મુખરજીના આ સીમ્પલ એરપોર્ટ લૂકની કીંમત છે લાખોમાં ! માત્ર તેનું આ પાયજામા જેવું પેન્ટ જ ડોઢ લાખનું છે

રાની મુખરજી છેલ્લા લાંબા સમયથી ખુબ જ ઓછી ફિલ્મોમાં જોવા મળી છે. તેણીએ પોતાની અભિનય ક્ષમતાનો પરચો તો ફિલ્મ બ્લેકમાં બહેરી આંધળી છોકરીનું પાત્ર ભજવીને આપી દીધો હતો. હાલ તેણી માત્ર પોતાના હૃદયને જે સ્ક્રીપ્ટ અડી જાય તેવી જ ફિલ્મો કરવા માગે છે.


આ ઉપરાંત તેણી પોતાની અંગત લાઈફમાં પણ ઘણી વ્યસ્ત છે. ફિલ્મ ડીરેક્ટર અને પ્રોડ્યુસર આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ અને દીકરીના જન્મ બાદ તેણી ભાગ્યે જ લાઈમલાઈટમાં જોવા મળે છે. તમે સામાન્ય રીતે તેને જોશો તો તે ક્યારેય સજીધજીને જોવા નહીં મળે. તેણી તેના સિંપલ લૂક માટે ઇન્ડસ્ટ્રીમાં ફેમસ છે.


પણ આપણે અહીં તેની એક્ટિંગ કે તેની અંગત લાઈફની ચર્ચા નથી કરી રહ્યા પણ તેના મોંઘેરા એરપોર્ટ લૂકની ચર્ચા કરી રહ્યા છીએ. એરપોર્ટ લૂક સેલિબ્રીટી માટે જાણે એક ભવ્ય ઇવેન્ટ થઈ ગઈ છે. આજે તમે દીપીકા પદુકોણે, સોનમ કપૂર, કરીના કપૂર, કંગના રનાઉત વિગેરે કન્ટેમ્પરરી એક્ટ્રેસને જોશો તો તેમના એક-એક એરપોર્ટ લૂકને મિડિયા દ્વારા ખુબ જીણવટથી જોવામાં આવે છે. અને સતત તેમના આ લૂકની કંપેરીઝન મિડિયા તેમજ તેમના ફેન્સમાં થયે રાખે છે.


તાજેતરમાં રાને મુખર્જીને મુંબઈ એરપોર્ટ પર જોવામાં આવી હતી. તેણી પોતાના સ્વભાવ પ્રમાણે વસ્ત્રો તો સિંપલ જ પહેર્યા હતા પણ તે માત્ર દેખાવે જ સિંપલ હતા. તેની કીંમત તો તેની સિંપલીસીટીથી ક્યાંય ઉંચી હતી.


રાનીએ ટીશર્ટ અને પાયજામા પેન્ટ જેને તમે ટ્રેકપેન્ટ પણ કહી શકો તે પહેર્યા હતા. સાથે સાથે એસેસરીઝમાં સુંદર મજાના ગોગલ્સ પહેર્યા અને એક ટોટ બેગ તેના ખભે લટકાવી હતી. અને લૂકને કંપ્લીટ કરવા તેણે સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. ચોક્કસ તે તેના આ લૂકમાં સિંપલ એન્ડ સોબર લાગી રહી હતી. અને તેના કપડા પહેરવામાં પણ ખુબ જ કંફર્ટેબલ હતા. તેણી એમ પણ ટ્રાવેલિંગમાં હંમેશા કમ્ફર્ટેબલ કપડા પહેરવાનું જ પસંદ કરે છે.


પણ આ સિંપલ લૂકની કીંમત જાણી તમારી આંખો પહોળી થઈ જશે. તેનું ટીશર્ટ ગુચીનું હતું જેની લગભગ કીંમત હતી 44,700 રૂપિયા. સીંમ્પલ વ્હાઇટ ટી-શર્ટ હતું, તેની ફ્રન્ટ સાઇડ પર બેડમીન્ટનની પ્રિન્ટ હતી અને ગુચી લખ્યું હતું. ગુચીના કપડા હોય અને તમે એવું ધારી લો કે વળી એક ટીશર્ટના વળી કેટલા રૂપિયા હોય બહુ બહુ તો હજાર બે હજાર હોય પણ ના, ગુચીના કપડા પહેરવા માટે તમારા ખીસ્સા ભારે હોવા જોઈએ.


તેણીએ જે ટ્રેક પેન્ટ એટલે કે જે પાયજામા પેન્ટ પહેર્યું હતું તે પણ ગૂચીનું હતું અને તેની કીંમત લગભગ 1,36,000 રૂપિયા છે. થઈ ગઈને આંખો પહોળી ? આ પેન્ટમાં ટ્રેક પેન્ટની જેમ સાઇડ પર ત્રણ રંગની પટ્ટીઓ હતી, ગ્રીન, બ્લુ અને રેડ.

હવે તેના સ્પોર્ટ્સ શૂઝની વાત કરીએ તો તેની કીંમત છે લગભગ 61,000 રૂપિયા છે જ્યારે તેણે ખભે લટકાવેલી ટોટ બેગની કીંમત 1,58,000 રૂપિયાની છે. ટુંકમાં જો તમારે રાની મુખરીજીનો આ લૂક ખરીદવો હોય તો ઓછામાં ઓછા 4 લાખ રૂપિયાતો ખીસ્સામાંથી ખંખેરવા જ પડે. જો કે આપણે હજુ આમા ગોગલ્સનો તો સમાવેશ કર્યો જ નથી.


જો કે સિંપલ રાણીએ કપડા ભલે મોંઘા છતાં સિંપલ પહેર્યા હોય પણ ચહેરા પર મેકઅપનું એક પાતળુ લેયર પણ નહોતું લગાવ્યું. તેણી મેકઅપ લેસ લૂકમાં હતી.

રાની હંમેશા તેના એરપોર્ટ લૂક માટે ટ્રોલ થતી આવી છે. જો કે તેણીને તેનાથી કોઈ ફરક નથી પડતો. તેણીને મૂળે તો આ એરપોર્ટ લૂક વાળો કોન્સેપ્ટ જ નથી ગમતો. થોડા સમય પહેલા તેના બબલગમ શર્ટ માટે તેણીને ટ્રોલ કરવામાં આવી હતી.


તેણી એરપોર્ટ લૂક બાબતે જણાવે છે કે એરપોર્ટ લૂક વળી શું છે ? તમે જે કપડામાં કંફર્ટેબલ રહેતા હોવ તેવા કપડાં તમારે મુસાફરી દરમિયાન પહેરવા જોઈએ. તે પણ તેમ જ કરે છે. હવે તો એવું થઈ ગયું છે કે તમારે ક્યાંક મુસાફરી પર જવું હોય તો પણ ફેશન એડવાઇઝરની સલાહ લેવી પડે. તેણીને તે બધું પસંદ નથી. તેણી તો પોતે જે કપડામાં કમ્ફર્ટેબલ રહે તે જ પહેરવા ઇચ્છે છે.


જો કે તેણી આગળ જણાવે છે, “હું સમજી શકું છું કે આજકાલ અભિનેતા-અભિનેત્રીઓ કેવા દબાણ હેઠળ રહેતા હોય છે. કારણ કે તેમને સતત આંકવામાં આવતા હોય છે તેમને સતત જજ કરવામા આવે છે. પછી તેઓ જીમથી આવતા જતા હોય કે પછી કોઈ ફ્લાઇટ પર જવાના હોય. પહેલાં એવું હતું કે તમારે એરપોર્ટ જવું હોય તો તમે કમ્ફર્ટેબલ કપડા પહેરતા. પણ જો હવે તેઓ પોતાના કંફર્ટનો વિચાર કરીને કંઈક એવું પહેરી લે જે સામેવાળી વ્યક્તિને ન ગમે તો તરત જ તેમના તરફતી જાત જાતની નકારાત્મક કમેન્ટ્સ આવવા લાગે છે.”


રાની મુખર્જી હાલ પોતાની આવનારી ફિલ્મ ‘મરદાની 2’માં વ્યસ્ત છે. જેનું ડીરેક્શન ગોપી પ્રધાન કરી રહ્યા છે. આ ફિલ્મ 2014માં આવેલી મરદાનીની સિક્વલ છે. છેલ્લે તેણી હિચકી ફિલ્મમાં એક સાયન્સ ટીચર તરીકે જોવા મળી હતી. જેને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી. અને તેનું પ્રિમયર શાંઘાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું. આશા છે કે તેની આવનારી ફિલ્મો પણ લોકોને ખુબ મનોરંજન પુરુ પાડે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version